શ્રીખંડ, આઈસ્ક્રીમ....... ના લાભાલાભ


👉🏻ઉનાળો ધોમ ધખે છે, ગરમી સતત આપણ ને સૂચવે છે કે વૃક્ષ વાવવાની વાતો હવે બંધ કરો ને ઓછા નામે વૃક્ષો જે કઈ બચ્યા છે તેને કાપશો નહી ને તોય કૈક ધરતી માતા ની સેવા કરી ગણાશે અને વ્યક્તિ દીઠ એક વૃક્ષ નું ભક્તિ ભાવ થી જતન કરીશું  તો... તો.. ઘણું મોટું પુણ્ય નું કામ કહેવાશે, તેની નોધ ભગવાન લેશે.

👉🏻આવી ગરમી માં આપણે સૌ ઠંડક માટે સરબત, આઈસ્ક્રીમ, શ્રીખંડ, લસ્છી જેવા દ્રવ્યો નો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેના લાભાલાભ પણ જાણવાનું મન થાય તે સહજ છે.

શ્રીખંડ:   શ્રીખંડ દહીં માં થી બનેછે પરંતુ દહીં ગરમ છે તેથી તેમાં ખાંડ કે સાકર ઉમેરવાથી ગરમી દૂર થાય, દહીં અભિસ્યન્દી છે એટલેકે શરીર ના સ્રોતસ ને રોકનાર છે. સાંધા નો દુઃખાવો કે હાઈ બી.પી, હાઈ કોલેસ્ટેરોલ, સોજા, શરદી, સાયનસાયટીસ, કાકડા નો સોજો, ચામડી ના તમામ રોગો..... આ .. દહીં થી થઇ શકેછે, તેથી શ્રીખંડ બનાવવા માં તેને કાપડ ઉપર ઘસી ને કે કાપડ થી નિચોવી ને તેમાં તજ, એલચી, લવિંગ નાખવા માં આવે જેથી દહીં નો તે અવગુણ દૂર થાય ને ઉનાળા ની ગરમી માં ગુણકારી બને. તેથી જેમને બરાબર ભૂખ લગતી હોય, શરીર ભારે ના હોય, ચામડી નો રોગ ના હોય, મધુમેહ કે આમદોષ, આમવાત ના રોગો ના હોય ને વ્યાયામ કરવાનો જેમનો સ્વભાવ હોય તેમને શ્રીખંડ લાભદાઈ  છે., તેમને તે તાકાત, બળ ને શુક્ર ધાતુ વધારવામાં ને ગરમી દૂર કરવામાં ઉપયોગી છે

🍧 આઈસ્ક્રીમ : શરીર માં પિત્ત ભેગું થવા નો સમય એટલે ઉનાળો ને ચોમાસું, અને પિત્ત પ્રકોપ નો સમય એટલે શરદ ઋતુ. દૂધ ને ખાંડ માં થી બનતો આઈસ્ક્રીમ એ પિત્ત નું શમન કરનાર છે. પરંતુ ભોજન પછી ખવાતો કે ખટાશ વાળા ફળ સાથે બનતો આઈસ્ક્રીમ કે છાસ, લસ્છી સાથે લેવાતો આઈસ્ક્રીમ નુકશાન કારક છે. અપચો, કફ ને  ચામડી ના રોગો કરેછે.

છાસ કે લસ્છી : દહીં ની છાસ બનાવવામાં પાણી નું પ્રમાણ મહત્વનું છે. પાણી બિલકુલ નાખવું નહિ ને તેમાં ખાંડ કે સાકાર ઉમેરી ને વલોવવું તે એટલે લસ્છી. દહીં માં સરખા ભાગે, બમણું કે ચાર ગણું પાણી ઉમેરી ને વલોણું કરતાં તેમાં થી માખણ છુટું પડે તે છાસ સાચી. જો તે વલોણું હાથ થી કરવા માં આવે તો તે - તો સર્વ શ્રેષ્ઠ છાસ કહેવાય. તેના થી તો મસા પણ બળી જાય ને મરડો પણ મટાડે તેટલી તે ગુણકારી છે આવી છાસ તો દેવો ને પણ આજના સમય માં દુર્લભ છે. ઉનાળા ની ગરમી માં પિત ના સંચય ની સાથે પાચન પણ નબળું પડેછે, તરસ વધુ લાગેછે, ધાતુ નો ક્ષય થાય છે ત્યારે આવી છાસ તે તો ઉનાળા નું ઉત્તમ ઔષધ કહેવાય.

👉🏻આયુર્વેદ કહે છે દહીં એકલું કદાપી ખાવું નહિ. દહીં રાત્રે ક્યારેય ખાવું નહિ. દહીં માં આમલા, મધ, સાકર, જીરું, નામક ઉમેરી ને ખાવું જોઈએ. છાસ ને કે લસ્છી ને માટે પણ તેમ સમજવું જ રહ્યું કારણકે આજે સાચી છાસ ક્યાં જોવા મળેછે..

સરબત :  .આ ઉનાળા ની અતિશય ગરમી માં ધાતુઓ બળવા લાગે તેથી શોષ થાય, તરસ લાગે, થાક લાગે, હૃદય ના ધબકારા વધી જાય, ગભરામણ થાય, માથું દુખે, બી.પી માં વધારો કે ઘટાડો થાય ને મૃત્યુ પણ નજીક આવી જાય ત્યારે આવી કોઈ પણ પરિસ્થિતિ  આવે તે પહેલા થી જ દરેક ને ખ્યાલ આવી જાય કે ....... પાણી, છાસ, ઠંડુ પાણી, લીંબુ પાણી, નમક ને સાકર વાળું પાણી, વરીયાળી નું પાણી, ગુલાબ, ખસ, ખજુર, દ્રાક્ષ, આમળા, કાચી કેરી નો બાફલો વિગેરે ના સરબત પીવા નો આગ્રહ દરેક નો હોયછે ને રાખવો જોઈએ તો જ આ ઉનાળા ની ગરમી માં સ્વસ્થ રહી શકાય.

👉🏻પરંતુ રાજીવ દિક્ષિત જેને ટોઇલેટ ક્લીનર કહેછે તેવા કોકાકોલા જેવા ઠંડા પીણા એ સ્પર્શ માં ઠંડા હોય છે તે ગુણ માં ઠંડા હોતા નથી તેથી તે વારંવાર લેવા થી પાચન ખરાબ થઈ ને અપચો, મરડો ને મધુમેહ, હૃદય રીગો ને કેન્સર જેવા રોગો ને આમંત્રણ આપેછે.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)