શરીર ની મધુરતા....મધુમેહ
ભૂખ્યા પેટે લેવાતો લોહી નો રીપોર્ટ
અને જમ્યા પછી ના બે કલાક પછી ના રીપોર્ટ માં સુગર આવે, તો તેને મધુમેહ છે તેમ આપણે કહીએ... આજ વાત ને મહર્ષિ વાગ્ભટ્ટ
અષ્ટાંગહૃદય માં લખેછે કે,
“ માધુર્યાચ્ચ તનોરત:|” આખા શરીર માં મધુરતા એટલે મધુમેહ. માત્ર લોહી માં જ નહિ, શરીર ની સાતે સાત ધાતુઓ માં મધુરતા એટલે મધુમેહ. આપણે તો માત્ર લોહી-
પેશાબ ની તપાસ કરાવી ને જ ખાંડ ની જાણકારી લઈએ છીએ.
કોઇપણ રોગ સાતેય ધાતુઓ માં પ્રસરી જાય
તો તે મટાડવો કષ્ટસાધ્ય તો છે જ પરંતુ વંશ વારસા માં પણ આવેછે, આ જ વાત ને મહર્ષિ ચરક કહેછે કે, “ જાત પ્રમેહી મધુમેહીનો |” માતાપિતા ના બીજ
દોષ ને કારણે સંતાન ને મધુમેહ થાયછે. જેમ થેલેસેમિયા રોગ માં માતા, પિતા બંને ને થેલેસેમિયા માઇનોર હોય તો બાળક ને થેલેસેમિયા મેજર થશે.
પરંતુ બંને માંથી કોઈ એક ને માઈનોર ને એક નોર્મલ હોય તો બાળક ને માઇનોર
થેલેસેમિયા થશે.
તેવી જ રીતે મધુમેહ આજે વિશ્વવ્યાપી
થયો છે તેનું એક કારણ આ પણ છે કે ...લગ્ન પહેલા માતા-પિતા ની, દાદા-દાદી ની મધુમેહ ની હિસ્ટ્રી તપાસતા નથી......કારણકે માતા કે
પિતા કોઇપણ એક ને જ જો મધુમેહ હશે તો શક્ય છે કે બાળક માં મધુમેહ નહિ આવે પરંતુ
તેના બાળક ને બીજી- ત્રીજી પેઢી માં જરૂર આવશે. જો તે પેઢી આળસુ, આરામપ્રિય હશે, વ્યાયામ નો અભાવ ને પાચન ની નબળાઈ હશે
તથા દહીં, ભેસ નું દૂધ, મીઠાઈ, અડદ ને જંક ફુડ જેવા ખોરાક વધુ
ખાવા ની ટેવ હશે તો તેને મધુમેહ ઝડપ થી આવશે ...... આ વિષયે એક શ્લોક યાદ આવે છે.... ,
” ઉન્માદો માતૃદોષેણ, પિતૃદોષેણ મુર્ખતા | અદાતા વંશદોષેણ,
કર્મદોષેણ દરિદ્રતા.||”
સામાન્યતઃ મધુમેહ બે પ્રકાર નો છે.
૧, સંતર્પણ જન્ય. ૨, અપતર્પણ જન્ય
પ્રમેહ ના ૨૦ પ્રકાર છે. ૧૦ કફજ,
૬ પિત્તજ અને ૪ વાત્તજ. મધુમેહ એ વાતજ પ્રમેહ
છે.
૧, સંતર્પણ જન્ય: જે આરામપ્રિય જીવન અને અપચા ના કારણે પ્રકુપિત
પિત્ત અને કફ થી થાયછે. પ્રમેહ માં જયારે પાચન ની નબળાઈ ના કારણે કે ધાતુ ક્ષય થી
વાયુ વધે ત્યારે મધુમેહ થાયછે. અને વાયુ નો એક ગુણ વિષમતા ના કારણે તકલીફો માં સતત
વધઘટ થાય તેથી દર્દી એ પોતાના માટે દક્ષ- જાગૃત રહેવું જોઈએ. બ્લડ સુગર વધ ઘટ થાય
તેથી તેને તેના ફેમીલી વૈદ્ય ના સંપર્ક માં રહેવું જોઈએ અન્યથા હાઈ બી.પી, હૃદય ને કીડની ના રોગો, ચામડી ના રોગો ના
ઉપદ્રવો થતાં સમય નહિ લાગે,
૨. અપતર્પણ જન્ય: ઓછું ભોજન ને
વધુ મહેનત, વધુ ચિંતા, વધુ ઉજાગરા, લૂખા ખોરાક, વધુ જાતીય સંબંધ થી વાયુ નો પ્રકોપ ને ધાતુક્ષય થવાથી તેમને મધુમેહ
ઝડપ થી લાગુ પડેછે. હમણાં એક એડ્ઝ થી ૧૦ વર્ષ થી પીડિત દર્દી મળ્યા. તે ખેતી નું
કામ કરે પણ કોલેસ્ટેરોલ થવા ની બીક માં ઘી નહિ ખાવાથી છેલ્લા ૫ વર્ષ થી મધુમેહ થઈ
ગયો અને તેમનું શરીર જાણે કાળા કોલસા જેવું થઈ ગયેલું.
આવા મધુમેહી એ વિશેષ કાળજી ની જરૂર છે
કારણકે એકલો વાયુ તો શરીર નો વિનાશ કરી દેછે. જેમ આંધી- તુફાન થી વિનાશ થાયછે તેમ.
Comments
Post a Comment