ધોળો કોઢ.... શ્વિત્ર કેવી રીતે મટે ? (Vitiligo treatment - Ayurveda)
કોઢ શબ્દ સાંભળતાજ જ્યાં આંખો ભારે થઇ
જાય ત્યાં ધોળો કોઢ સાંભળતા જ શું થતું હશે ? એ તો જેમને થયો હોય તે જ સમજી શકે !
આયુર્વેદ દ્રષ્ટિ થી તો જ્યાં ચામડી નો
વર્ણ બગડે તેને કોઢ કહ્યો છે. ચામડી ના રોગો માટે આયુર્વેદ માં ઘણું ખેડાણ થયું
છે. તેથી જ સમાજ માં છાપ છે કે સૌંદર્ય માટે, ચામડી ના રોગો મટાડવા માટે આયુર્વેદ પાસે જ જવાય. લઘુ કુષ્ઠ
-૧૧, મહાકુષ્ઠ - ૭, ક્ષુદ્ર રોગો-૪૨, ત્રીદોષ જ , અન્યોન્ય દોષ જ , દોષ ધાતુ જન્ય, ઉપરાંત કાળો કોઢ, ધોળો કોઢ, લાલ કોઢ, આવા અસંખ્ય પ્રકાર ના ચામડી ના રોગો
નું વર્ણન અને સારવાર એ આયુર્વેદ ની ઉપલબ્ધી છે.
આ બધાજ ચામડી ના રોગો માં માત્ર ધોળો
કોઢ એક એવો રોગ છે કે જેમાં ખંજવાળ નહિ હોવા છતાં તથા ઘણું કરી ને પાક,
પરુ, સોજા નહિ હોવા
છતાં તે રોગ ગમતો નથી. ચીતરી ચડે છે. કારણકે તેનાથી સૌંદર્ય ઘટેછે. તડકો સહન થઈ
સકતો નથી. રોગ પ્રતિકાર શક્તિ ઘટે છે. ઘણો જુનો હોય તો તે વારસા માં આવે છે. તેથી
તેને મટાડવા માટે સૌ કોઈ તત્પર રહેછે.
પરંતુ જે સફેદ દાગ- ધોળો કોઢ એક વર્ષ
જુનો હોય તે સરળતા થી મટે છે. એક વર્ષ થી જ્યાં વધુ સમય થયો હોય તે મુશ્કેલી થી
મટે છે. પરંતુ જ્યાં પાંચ વર્ષ થી વધુ સમય થયો તે મટતો નથી અથવા સતત
સારવાર, વારંવાર નું પંચકર્મ, સૂર્ય- ગાયત્રી મંત્ર ની સાધના, ગાય ની સેવા, ગુરુ-વડીલો ની સેવા- આશીર્વાદ થી મટે
છે. તેવું આયુર્વેદ ના આચાર્ય કહેછે.
જે સફેદ દાગ આંખ ના પાંપણ, હાથ- પગ ના તળિયા ના ભાગ, હોઠ, જનનેદ્રીય નો આગળ નો ભાગ કે અંદર ના ભાગ, માથા ના તલ પ્રદેશ માં, કાન ની અંદર ના
ભાગ માં થયેલ હોય તો તે દાગ મટતો નથી. તેમજ જે સફેદ દાગ ના ચકામાં ના
વાળ- રોમ સફેદ થયેલ હોય , તે- તે સફેદ દાગ ના ભાગ માંથી સફેદ
પ્રવાહી નીકળતું હોય તો તે સફેદ દાગ મટતો નથી.
સફેદ દાગ ના સામાન્ય લક્ષણો દેખાય કે
તરતજ લાંબા સમય સુધી સારવાર લેવા ની તૈયારી એટલેકે બે થી ત્રણ વર્ષ સુધી
નિયમિત રીતે ગોમૂત્ર, ખદીર સાર, બાવચી ઘન, બાવચી ના દાણા, લીમડા ની અંતર છાલ , મજીઠ નો ઉકાળો કે તેનો ઘન, લીમડાની ગળો કે તેની ટીકડી, નું સેવન -- વય,
પ્રકૃતિ, વજન, રોગ ને ધ્યાન માં રાખી નિષ્ણાત વૈદ્ય
પાસે પંચકર્મ કરાવી ને બે થી ત્રણ વર્ષ સંપૂર્ણ પથ્યા - પથ્ય સાથે સારવાર લેવા થી
સફેદ દાગ મટી શકેછે.
સફેદ દાગ ના દર્દી એ દૂધ સાથે ફળ,
લીલવણ, કઠોળ, તુલસી, આદુ, ગોળ લેવો નહિ. તેમજ ગળ્યું, ખાટુ કે ખારું
પણ લેવું નહિ. સફેદ દાગ ની સારવાર બે- ત્રણ વર્ષ ચાલતી હોવાથી કડક ચરી પાળવાથી
અશક્તિ લાગે તો નિષ્ણાત વૈદ્ય તમને અશ્વગંધા, પંચતિક્ત ઘૃત, સોમરાજી ઘૃત, પંચગવ્ય ઘૃત જેવા ઔષધો નિયમિત લેવા જોઈએ જેથી અશક્તિ લાગે નહિ ને દર્દ
મૂળમાં થી , કાયમી મટે દૂર થાય.
જે દર્દી કડક ચરી પાળે, પંચકર્મ ના પ્રયોગો કરાવે, અને ઔષધ યુક્ત
ઘી નું સેવન કરે , ઉપરાંત માં સૂર્ય પૂજા, દેવ- ગુરુ નું સન્માન આ બધું જ થાય તો જ દર્દ મટેછે. અન્યથા
નહિ મટે. આયુર્વેદે ચામડી ના તમામ દર્દો ને માટે સૂર્ય પૂજા- ગાયત્રી મંત્ર
ની ઉપાસના ને સાધના નો આગ્રહ રાખ્યો છે. તેના કારણે તે- તે દર્દ ઝડપ થી મટે છે.
Comments
Post a Comment