નાના સાંધા માં થતો ગાંઠિયો..“વા“- વાતરક્ત (Gout)
👉🏻 જ્યાં જ્યાં દુઃખાવો ત્યાં ત્યાં વાયુ છે તેમ સમજો. વાયુ સંપૂર્ણ
શરીર માં ફરતો રહેલો છે. પરંતુ જયારે તેને ફરવા ની ગતિ માં અવરોધ આવે ત્યારે તે
દુઃખાવો કરે છે. વાયુ ની ફરવા ની ગતિ માં સાંધા ના સ્થાને આમદોષ થી કે કોઈપણ દોષ
થી બગડેલા લોહી થી સોજો થઇ જાય ત્યારે ત્યાં વાયુ ની ગતિ માં અવરોધ આવે ને ત્યાં
દુઃખાવો, લાલાશ, બળતરા, સોજો થઈ આવે તેને ગાંઠિયો વા કે વાતરક્ત
અમે વૈદ્યો કહીએ છીએ જેને કેટલાક ગાઉટ કે યુરિક એસીડ નું પ્રમાણ વધવાથી થયેલો સોજો
કહેછે અને ક્યાંક તો વિટામીન બિ.૧૨ ની ખામી નો રોગ કહેછે... પરંતુ તે નિદાન
બરાબર બંધબેસતુ નથી તેથી અમને તો લોહી બગાડ થી થયેલો વા નામનો રોગ જ લાગેછે.
કારણકે નિદાન થી જ સાચી સારવાર શક્ય બનેછે.
અંગમર્દ અરુચિ તૃષ્ણા આલશ્યમ ગૌરવમ
જવર:|
અપાક: શુનતામ અંગાનામ આમવાતસ્ય
લક્ષણમ ||
👉🏻જયારે ખાધેલો ખોરાક પચે નહિ ને તેમાંથી બનતો કાચો રસ સાંધામાં જમા
થાય ત્યારે સોજા થઈ આવે છે. જે મોટા સાંધામાં થાયછે જેને આમવાત કહીએ. પરંતુ તીખા,
તળેલા, ખાટા કે ગરમ
ખોરાક થી, ચિંતા, ક્રોધ થી લોહી બગડે છે ત્યારે તેનાથી જે સોજા આવેછે તે નાના
સાંધા માં આવેછે જેને ગાંઠિયો વા કહીએ. આ સોજા માં લોહી બગડતું હોયછે જે કદાચ લોહી
ના રીપોર્ટ માં યુરિક એસીડ વધારે આવતું હશે. પરંતુ ગરમ સ્પર્શ ને નાના સાંધા ના
સોજા થી એકદમ સ્પષ્ટ નિદાન થાય છે કે આ વાતરક્ત જ છે. આ વિશેષ તો અનુભવી વૈદ્ય જ
કહી શકે. આખરે તો લેખ ના શબ્દો કે લેબોરેટરી કરતાં અનુભવ જ શ્રેષ્ઠ છે ને !!
👉🏻 લોહી ને શુદ્ધ કરનારી ને વાયુ ને સવળો કે શમન કરનારી સારવાર આપીશું
એટલે રોગ તરતજ કાબુ માં આવશે કે મટી જશે આ ચોક્કસ છે. જરૂર પડ્યે રક્ત
શુદ્ધિ ને માટે વિરેચન કર્મ અને વાયુ ના શમન ને માટે અનુવાસન ને નિરૂહ બસ્તિ નો
પંચકર્મ વૈદ્ય પાસે કોર્ષ કરાવ્યો હોય તો આ દર્દ મૂળ માંથી મટી શકેછે.
🌿 ગળો: લીમડા ના વૃક્ષ ઉપર ચડતી ગળો ની વેલ એ
લોહી ને શુદ્ધ કરી ને વાયુ ના રોગો મટાડવા માટે ઉત્તમ કહી શકાય. કડવી પણ કલ્યાણ
કરનારી ગળો એ અમૃતા છે. મૃત્યુ ને દૂર હટાવનાર છે. આજે કેન્સર કે હાર્ટ એટેક,
હાર્ટ બ્લોકેજ, તમામ ચામડી ના રોગો, હાઈ બી.પી., કીડની ફેઇલ્યોર, મધુમેહ જેવા રોગો હઠીલા ને મારક
બન્યા છે ત્યારે લીમડા ની ગળો નો ઉપયોગ કરીને તંદુરસ્તી મેળવીને રાષ્ટ્ર ને
પ્રભુ કાર્ય માં ઉપયોગી બની શકાય છે.
🌿 ગોખરું : ગળો કડવી છે જયારે ગોખરું સ્વાદ
માં મીઠા છે. બળ માટે ને પેસાબ ના રોગો ને ગાંઠિયા વા ને માટે ગોખરું પણ એક સારું
ઔષધ છે. પેસાબ છૂટ થી લાવી ને સોજા મટાડવા માટે તે ઉપયોગી છે.
🐂 ગોમૂત્ર : લોહી શુદ્ધ કરીને સોજા મટાડનાર, પેટ ના રોગો મટાડે, આમદોષ નું પાચન કરીને મળ માર્ગ
થી દૂર કરનાર, વજન ઘટાડનાર, ગોમૂત્ર વાતરક્ત માટે નું ઔષધ છે.
👉🏻ઉપરાંત માં સાટોડી ને સરગવો નો ઉપયોગ કરવો. તેનું શાક કે ભાજી કે શૂપ
બનાવી ને પીવો. હળદર ને સુંઠ ને સરખા ભાગે લેવું, સૂકા ધાણા ને સુંઠ થી ઉકાળેલું પાણી પીવું આવા પ્રયોગો ને સારવાર
વૈદ્ય ના માર્ગદર્શન થી કરવા થી આ રોગ મટાડી શકાય છે.
Comments
Post a Comment