અમ્લપિત્ત ? ? ? Acidity
એસીડીટી નામ થી પ્રચલિત , સાચો કે ખોટો છતાં ઘર- ઘર માં દરેક ને પજવતો વ્યાધી , સામાન્ય પાણી , દૂધ , સાકર કે આદુ , મરી , લીંબુ થી કાબુ માં આવતો છતાં ભલ ભલા તબીબો થી ય નહિ મટતો ને ક્યારેક હાર્ટ એટેક નું પૂર્વરૂપ બતાવતો અમ્લપિત્ત- એસીડીટી એક સામાન્ય છતાં મહારોગ પણ છે. છાતી માં બળતરા થવી , તરસ વધુ લાગવી , ચક્કર આવવા , ઉબકા- ઉલટી થવી , ગભરામણ થવી ...... આ બધા જ લક્ષણો વિદગ્ધાજીર્ણ , અમ્લપિત્ત , સગર્ભાવસ્થા , હાઈ બી.પી ને હૃદયરોગ માં જોવા મળેછે. જેને અનુભવી ને અભ્યાસુ વૈદ્ય જ પારખી શકેછે. સામાન્ય લોકો તો આ બધું જ એસીડીટી સમજી ને ચૂસવા ની એન્ટાસીડ થી શરૂ કરી ને પેન્ટાપ્રાઝોલ સુધી ની દવાઓ કાયમી ચણા- મમરા ની જેમ ખાતા થઈ ને બીજા અનેક ઉપદ્રવો ના શિકાર થાયછે. અને આજની દવાઓ પણ એવી ગરમ હોય છે કે મોટા ભાગ ની દવાઓ ની સાથે તે ગરમ પડે નહિ તે માટે સાથે એન્ટાસીડ આપવી પડતી હોયછે. આખરે તો.... માણસ ની પાચન શક્તિ નબળી પડી તેથી તો તે બીમાર થયો હોયછે ને તેમાં વણ જોઈતી દવાઓ નો મારો... પછ...