ત્રિફળા રસાયન


આજ નો યુવાન જાણે ઘરડો થયો છે. અકાળે સફેદ વાળ થઇ જાય.... તે તો જાણે આજના રાસાયણિક આહાર ને ભેળસેળિયા જમાના ના કારણે હશે, પરંતુ ઋષિ ની કલ્પના મુજબ ..... निस्कारनेन् षडंगो वेदाध्ययन .... કારણ વિના અભ્યાસ ની વૃતિ જ જાણે ચાલી ગઈ છે. આજે ભારતીય સંસ્કૃતિ રડતી રહેલી છે. આજે મંદિર, મૂર્તિપૂજા, યજ્ઞ, એકાદસી જેવા સંસ્કૃતિ ના સાધનો માં થી તેનું સત્વ ને તત્વ ચાલ્યું ગયું છે..... તેને હું ઉભું કરીશ.... આવું વિચારનાર ને ૧૦૦ સૂર્ય નમસ્કાર કરનાર કોઈ યુવાન છે ખરો ? આજે આપણા પ્રધાન મંત્રી, ક્રિકેટર વિરાટ કોહલી ને કેન્દ્રીય મંત્રી રાજવધઁનસિહ રાઠોડ .. શરીર, મન ની તંદુરસ્તી માટે યોગ-આસન ના પોતાના વીડીઓ બહાર પાડી ને સૌને કૈક અંશે યુવાન બંનાવવાની પ્રેરણા આપી રહ્યાછે. આયુર્વેદ માં આવી સમજણ ને જીવન માટે આચાર રસાયણ કહ્યું છે. તથા ઔષધ રસાયણ એટલે..... ત્રિફળા જેવા અનેક પ્રયોગો આપ્યા છે.   
 
👉🏼 હરડે, બહેડા અને આમળા ના મિશ્રણ ને આયુર્વેદે ત્રિફળા કહ્યા છે. જેના થી સૌ કોઈ પરિચિત છે. આયુર્વેદ નું આ ઔષધ સામાન્ય રીતે કબજિયાત, હાઈ બી.પી, હરસ-મસા, વાઢીયા, આંખ ના, વાળ ના રોગો માટે લોકો ઉપયોગ કરેછે. પરંતુ તેના અનેક ઉપયોગો છે, તેને જુદી જુદી પદ્ધતિ એ લઈ શકાય છે તેમ તેની આડઅસર પણ છે.... તેથી રખે એમ માનતા કે આયુર્વેદ ના ઔષધો ની આડઅસર નથી.

👉🏼આ ત્રિફળા એક રસાયણ પણ છે. રસાયણ એટલે ....... યુવાન જેવી સ્ફૂર્તિ, ચપળતા ને ઉત્સાહ, યાદશક્તિ માં વધારો, ઘડપણ ના રોગો માંથી મુક્તિ, સાતેય ધાતુઓ માં વધારો, .... આ બધું જ વિધિવત સંપૂર્ણ પંચકર્મ કરાવીને, બ્રહ્મચર્ય પાલન કરતાં નિષ્ણાત વૈદ્ય ના માર્ગદર્શન થી ત્રિફળા લેવા માં આવેતો તે રસાયણ નું ફળ આપે છે.
                 
🌿 હરડે:- ખોરાક ના છ રસ છે. છ એ રસ જેમાં હોય તે ઉતમ આહાર કે ઔષધ કહેવાય. તમામ દ્રવ્યો માં માત્ર ત્રણ જ ઔષધો એવા છે કે જેમાં પાંચ રસ છે. હરડે, આમળાં અને લસણ.
(હરડે અને આમળાં માં લવણ – નમક નથી. અને લસણ માં ખટાશ નથી.) ..હરડે એ શરીર ના દોષો ને પચાવી ને હળવે- હળવે મળ માર્ગ થી બહાર કાઢેછે. અપાન વાયુ નું અનુલોમન- નીચે ઉતારે છે. ભૂખ લગાડે, પાચન સુધારેછે. આયુષ્ય માટે હિતકારી છે. ઉમર ને સ્થિર રાખેછે. બુદ્ધિ, ઇન્દ્રિયો ને બળ આપેછે.

 દૂબળા, સગર્ભા, ભૂખ, તરસ, ગરમી થી પીડાતા માણસે હરડે લેવી નહિ. હરડે ચામડી ના રોગોને, ગેસ- વાયુ ને ગોળા ના દર્દને દૂર કરેછે. લોહી ઓછું હોય, મસા, મરડો, મલેરિયા, હૃદયરોગ, માનસિક રોગ, અપચા થી થતા ઝાડા હરડે થી મટેછે. ખોરાક ખાવા પ્રતિ રૂચિ ઉત્પન્ન થાયછે. પ્રમેહ- મધુમેહ માં લાભદાયી છે. ઉધરસ, આફરો, પેટ ના રોગો- બરોળ કે લીવર વધી જવું, કમળો, સોજા, કૃમિ, શ્વાસરોગ, વારંવાર ઉલટી થવી, કફ ને શરદી ના રોગો હરડે થી દૂર થાય છે. નપુંસકતા દૂર થાયછે. બુદ્ધિ ને યાદશક્તિ માં વધારો થાય છે.

🌿 બહેડાં :  બહેડા પચવામાં તીખા છે, હલકા છે, સ્વાદ માં તીખા, કડવા ને તૂરાં છે. ગુણ માં ગરમ છે. પચ્યા પછી મીઠા છે, કફ- વાયુ નો નાશ કરેછે. વાળ વધારમાં બહેડા ઉત્તમ છે. આંખો નું તેજ વધારેછે. શરદી, ખાંસી, શ્વાસ મટાડે છે. કૃમિ દૂર કરેછે. સ્વર ને સુધારે છે. શરીર ની ધાતુઓ રસ, રક્ત, માંસ, મેદ ના દોષો ને દૂર કરેછે.

🌿         આમળાં :   હરડે ને આમળાં માં વિશેષ તફાવત નથી. હરડે ગરમ છે ને આમળાં ઠંડા છે. આમળાં સ્વાદ માં તૂરાં, ખાટા ને મીઠા છે તથા પચવા માં હલકા છે. તેનાથી બળતરા, પિત્ત, ગરમી ના રોગો,  ઉલટી, પ્રમેહ દૂર થાય છે. આમળાં કફ ને શ્વાસરોગ મટાડે છે, તેનાથી ખોરાક પ્રતિ રૂચિ ઉત્પન્ન થાયછે. કબજિયાત મટાડે, ચક્કર દૂર કરે, આફરો ને શરીર ને અક્કડ કરનારા દોષો ને દૂર કરેછે.

🌿 ત્રિફળા રસાયણ : રસાયણ ની ફળ પ્રાપ્તિ માટે પંચકર્મ કરાવવું આવશ્યક છે. છતાંપણ  આજના  ઝડપી જમાના ના યુગ માં ઘરેલું પદ્ધતિ થી  ઉપયોગ કરી શકાય. જો કે આ પ્રયોગ આજના અલ્પ બળ ને અલ્પ સત્વ વાળા લોકો એ તેના પ્રમાણ માપ માં ફેરફાર કરવો જોઈએ કે તેનું માપ ઘટાડવું જોઈએ.

શાસ્ત્ર માં લખ્યા મુજબ .... ખાધેલો ખોરાક પચ્યા પછી એક હરડે ચાવવી કે ચૂસવી, ભોજન પહેલા બે બહેડા નો પ્રયોગ કરવો અને ભોજન પછી તરતજ ચાર આમળાં નું ચૂર્ણ મધ તથા ઘી ની સાથે ચાટવું. આ રીતે એક વર્ષ સુધી ત્રિફળારસાયણ નો પ્રયોગ કરવો. બળ  ને પાચન ને અનુરૂપ માત્રા માં ફેરફાર કરવો.

ઉપરાંત માં આયુર્વેદ માટે હરડે ના રસાયણ પ્રયોગ માટે જે ઉલ્લેખ કર્યો છે તે જ પ્રયોગ ત્રિફળાના પ્રયોગ થી કરી શકાય છે તેવું કેટલાક અનુભવી નું કહેવું છે.
જેમકે....
👆🏻 વર્ષા ઋતુ માં સિંધવ સાથે,
👆🏻 શરદ ઋતુ માં સાકર સાથે,
👆🏻 હેમંત ઋતુ માં સુંઠ સાથે,
👆🏻 શિશિર ઋતુ માં લીંડી પીપર સાથે,
👆🏻 વસંત ઋતુ માં મધ ની સાથે અને
👆🏻 ગ્રીષ્મ ઋતુ માં ગોળ ની સાથે હરડે ખાવી/ ત્રિફળા લેવી.

 અહી ત્રિફળા ના મિશ્રણ માં ઉપર બતાવ્યા મુજબ ૧+ ૨+ ૪ રાખવું. જો કે આ પ્રયોગો ફેમીલી વૈદ્ય ના માર્ગદર્શન થી જ કરવા જોઈએ.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)