સાંધા નો દુઃખાવો ..... દૂધ, કેળાં થી મટે ?
બાળપણ માં શરદી - કફ થાય, યુવાની માં ખીલ ને ગરમી થાય અને ઘડપણ માં સાંધા ના દર્દો ને “વા” –
વાયુ ના રોગો જેવા કે .... મધુમેહ, અનિદ્રા, માનસિક રોગો, રાંઝણ, લકવો, હાઈ બી.પી, હૃદય રોગો થાય. ...... પરંતુ આ બધી જૂના જમાના ની વાતો થઈ ........
આજ નો બાળક મેગી, ચોકલેટ, આઈસ્ક્રીમ ખાઈ ને ટી.વી સામે બેસી રહે ને દડા જેવું શરીર બનાવે
છે. યુવાન પણ આઠ વાગે ઉઠતો ને ઝટપટ તૈયાર
થઈ ને સ્કૂલ, ટ્યુશન કે કમાવા ભાગતો ને ટેન્શન માં
દિવસ- રાત વિતાવતો તે અકાળે ઘરડો થઈ જતો જોવા મળેછે. જો બાળક ને યુવાન આવા આળસુ બની જાય તો આ દેશ ની આવતીકાલ ઘરડી જ હશે.
શું થયું માજી ને ? શું થયું દાદા ને ? .... આ શબ્દો જૂના થઈ જશે. ૨૫ વર્ષ ના યુવાન- યુવતી પણ ઘડપણ ના રોગો-
સાંધા ના દુખાવા ના દર્દ થી દુઃખી જોવા મળશે. અને પછી તો એવું ભવિષ્ય માં કહેવાશે
કે જે યુવાન કે બાળક ને સાંધાનું દર્દ કે ઘડપણ રોગો ના હોય તેને એવોર્ડ આપવો...
શું આવું ભવિષ્ય જોવું છે આપણે ? ... આવું ભવિષ્ય,
આવો મારો માયકાગલો ભારત ના જોવો હોય તો .... નિયમિત
વ્યાયામ કે સૂર્ય નમસ્કાર ને વેદ- વિચારો નો અભ્યાસ- સ્વાધ્યાય ની પ્રત્યેક ને ટેવ
પડવી જ જોઈએ.
હા.... મારે આજે અહીં વાત કરવી
છે.... દૂધ ને કેળા ખાવા થી સાંધા નો
દુઃખાવો મટે છે તેવી જે આપણી માન્યતા છે તે ખોટી છે. કારણકે આપણે તેવું માનીએ છીએ
કે સાંધા માટે જરૂરી કેલ્સિયમ છે ને દૂધ- કેળા થી તે વધેછે. પરંતુ “તેથી તે સારું છે” .... આ સમજણ ખોટી છે.
આયુર્વેદ ની દ્રષ્ટીએ અને આજની જીવન
પદ્ધતિ ને કારણે અગ્નિ, આમદોષ ને રક્તદોષ નો પ્રથમ ને પછી વાયુ
નો સાંધા ના દર્દો માટે વિચાર કરવો જોઈએ. સાંધા દુઃખે એટલે
(૧) હાડકાં નો ઘસારો છે તેવું માનવું
અને
(૨) તે ઘસારા ની પૂર્તિ માટે કેલ્શિયમ –
દૂધ ને કેળા ખાવા .... આ બંને બાબત ભૂલ-ભરેલી છે, અર્ધ સત્ય છે.
જેમનું વજન વધુ હોય, વ્યાયામ નો અભાવ હોય, ભારે- ભરપેટ ખોરાક ખવાતો હોય તેમને
હાડકા નો ઘસારો નહિ પણ આમદોષ ની જમાવટ હોય. તમે ઘસારો માનશો તો દૂધ, કેળા ખાવાના ને સાંધા બદલવાના વિચારો કરવા પડે. પરંતુ તમે ત્યાં
આમદોષ એટલેકે આમવાત વિચારશો તો.... માત્ર આમ નું પાચન કરી દ્યો પછી માત્ર વાયુ ના
શમન માટે દૂધ, કેળા ને બસ્તિ કે વાતશમન ના ઔષધો નો ઉપયોગ કરશો.. તો રોગમુક્ત થશો.
આમદોષ એટલે ખાધેલો ખોરાક પચે નહિ તેથી કાચો રસ બને, આ કાચોરસ એ જ આમદોષ. આ આમદોષ ની સાથે વાયુ, પિત્ત કે કફ ભળે અને તેની સાંધા માં જમાવટ થાય તેને આમવાત કહેવાય.
સખત મહેનત કરવા વાળા સિવાયના અન્ય કોઈ ને
પણ આપણી ખાઓ- પીઓ ને મજા કરો, આરામ કરો ની જીવન પદ્ધતિ ના કારણે જોવા
મળતા સાંધા ના દુખાવા માં મુખ્યત: આમવાત જ જોવા મળેછે. જેના શરીર ના સ્થાન,
લક્ષણો
ના આધારે જૂદા- જૂદા નામ પાડવામાં આવેછે. આવા રોગો માં ક્યારેક દર્દી, દુઃખાવો દૂર કરનારી બૃફેન જેવી દવાઓ
વધુ દિવસો સુધી ખાયછે કે દર્દી ને ખવડાવવામાં આવેછે ત્યારે તેને કીડની ફેઇલ્યોર
અચૂક થાયછે.
આમવાત માં આમદોષ નું પાચન કરવા ને લોહી
ને શુદ્ધ કરવા માટે લંઘન, સૂંઠ, દિવેલ, એરંડા ના મૂળ, હરડે, અજમો, ગોમૂત્ર, ગળો, ગૂગલ જેવાં અનેક ઔષધો નો
ઉપયોગ વૈદ્ય ના માર્ગદર્શન થી કરવો જોઈએ. અન્યથા વિધિવત પંચકર્મ પદ્ધતિ થી વિરેચન
કર્મ કરાવવાથી આમ નું પાચન ને લોહી શુદ્ધ કરાવીને પછી અનુવાશન અને નિરૂહ બસ્તિ નો કોર્ષ કરાવવાથી વાયુ
નું શમન થાય એટલે રોગમુક્ત થવાય.
આમવાત ના દર્દી ને માટે ભાવપ્રકાશ ગ્રંથ માં સરસ ઘરેલું ઉપાય આપ્યા
છે જે ફેમીલી વૈદ્ય ને પૂછી ને કરી શકાય. (૧) સુંઠ ના ઉકાળા માં દીવેલ ઉમેરી ને
દરરોજ પીવો. (૨) નગોડ, સુંઠ ને લસણ નો ઉકાળો બનાવીને પીવો.
આ લેખ લખતી વખતે મારી દીકરી વૈદ્ય અપર્ણા અખાણી/
નંદાણી કે જે M.S.ayurved છે તેણે એક નાનકડું કાવ્ય લખી ને આપ્યું છે...
"આહ, નીકળી જાય જો ઉઠતાં જ પ્રભાતે.... ભાઈ,
ચતુર એને જાણજે આમવાત તું."
ભૂખ્યો રહી સૂંઠ ને હરડે ખાઈશ જો રોજે
.... ને ગરમ રેતી ના શેકે સોજો ય ઉતારજે .
"પણ જો બોલે કરરર કરરર
ઢીંચણીયા.... ઘી- દૂધ થી પોષજે તો એ સૂકા તન ને,
તેલ- માલીશ કરી ને પછી શેક મટાડે
દુખડા.... દોડતો થાય આવી રીતે માનવી એ જાણજો"
Comments
Post a Comment