અમ્લપિત્ત ? ? ? Acidity


એસીડીટી  નામ થી પ્રચલિત, સાચો કે ખોટો છતાં ઘર- ઘર માં દરેક ને પજવતો વ્યાધી, સામાન્ય પાણી, દૂધ, સાકર કે આદુ, મરી, લીંબુ થી કાબુ માં આવતો છતાં ભલ ભલા તબીબો થી ય નહિ મટતો ને ક્યારેક હાર્ટ એટેક નું પૂર્વરૂપ બતાવતો અમ્લપિત્ત- એસીડીટી એક સામાન્ય છતાં મહારોગ પણ છે.
               
 છાતી માં બળતરા થવી, તરસ વધુ લાગવી, ચક્કર આવવા, ઉબકા- ઉલટી થવી, ગભરામણ થવી ...... આ બધા જ લક્ષણો વિદગ્ધાજીર્ણ, અમ્લપિત્ત, સગર્ભાવસ્થા, હાઈ બી.પી ને હૃદયરોગ માં જોવા મળેછે. જેને અનુભવી ને અભ્યાસુ વૈદ્ય જ પારખી શકેછે. સામાન્ય લોકો તો આ બધું જ એસીડીટી સમજી ને ચૂસવા ની એન્ટાસીડ થી શરૂ કરી ને પેન્ટાપ્રાઝોલ સુધી ની દવાઓ કાયમી ચણા- મમરા ની જેમ ખાતા થઈ ને બીજા અનેક ઉપદ્રવો ના શિકાર થાયછે. અને આજની દવાઓ પણ એવી ગરમ હોય છે કે મોટા ભાગ ની દવાઓ ની સાથે તે ગરમ પડે નહિ તે માટે સાથે એન્ટાસીડ આપવી પડતી હોયછે.
 
 આખરે તો.... માણસ ની પાચન શક્તિ નબળી પડી તેથી તો તે બીમાર થયો હોયછે ને તેમાં વણ જોઈતી દવાઓ નો મારો... પછી શું થાય અગ્નિ નું?.. દવાઓ પણ પચે નહિ ને તેમાં થી થાય એસીડીટી. અને આમ વિષચક્ર ચાલ્યા કરે.

 આયુર્વેદ કહેછે કે.... બધા જ રોગો પાચન ની નબળાઈ માં થી જ ઉત્પન્ન થાય છે. તેથી ક્યારેક તો માણસ આ દવાઓ ના કારણે જ અનેક દર્દો નો શિકાર થાયછે. પાચન ની નબળાઈ એટલેકે અજીર્ણ ના મુખ્ય ત્રણ પ્રકાર છે. ...

૧) આમાંજીર્ણ... જેમાં પેટ ભારે થઈ જાય, ભુખ ઓછી થાય, શરીર માં ચિકાશ રહે, આંખ ની નીચે થેથર કે સોજા ચડી જાય. ... આવા લક્ષણો.... વધુ પ્રમાણ માં સ્ટેરોઇડ ખાધી હોય કે કીડની ખરાબ થઈ હોય તો પણ જોવા મળેછે. એટલેકે અપચા થી કીડની પણ ખરાબ થઈ શકેછે.

૨) વિદગ્ધાજીર્ણ .... ઉપર જણાવેલ એસીડીટી ના અને  અપચા ના બધાજ લક્ષણો સરખા જોવા મળેછે. તેમાં જ ભલ ભલા તબીબો ની ભૂલ થાયછે. અને દવા બંને ની ઉલટી જ થાયછે. તેથી તેનું નિદાન માટે... એમ પૂછવું જોઈએ કે દૂધ પીવાથી બળતરા વધે કે ઘટે ?, આદુ ખાવા થી બળતરા વધે કે ઘટે ? આ ઉપરાંત માં અનુભવી વૈદ્ય જાણે કે તેનામાં આમદોષ ના, અજીર્ણ ના લક્ષણો કેટલા છે ? તેના આધારે નિદાન થાય.

૩) વિષ્ટબ્ધાજીર્ણ .... પેટ માં ગેસ, વાયુ, દુઃખાવો, આફરો જોવા મળે તો તે પણ અપચો છે.

 ટૂંકમાં ..... વાઘ આવ્યો... વાઘ આવ્યો...  ની જેમ ક્યારેક સાચા અમ્લપિત ના દર્દી ની સારવાર ખોટી થઈ જાયછે ને મોટાભાગ ના કહેવાતા અમ્લપિત્ત ના દર્દી  અપચા ના હોવાથી તેની ખોટી સારવાર થાયછે. તેથી આવા દર્દીઓ માટે આયુર્વેદ શ્રષ્ઠ છે કારણકે વૈદ્ય ની કોઇપણ સારવાર માં અગ્નિ નું ધ્યાન પ્રથમ રાખવામાં આવેછે. પાચન બગડવું જોઈ નહિ.

 હા... ક્યારેક છાતી માં બળતરા.... એ હાર્ટ એટેક નું પણ એક લક્ષણ હોવાથી દર્દી ગભરાઈ ને તત્કાલ દર્દ દબાવનારી સારવાર  લેવા દોડી જાયછે. ત્યારે હાથવગું  હથિયાર એટલે સાકર ને બે-ત્રણ કાળામરી મોઢાં માં  રાખવાથી તત્કાલ રાહત થઈ જાય પછી નિષ્ણાત વૈદ્ય પાસે તપાસ કરાવી ને સારવાર લેવી.          
          
 અલ્સરેટીવ કોલાઇટીસ કે જેમાં મોટા આંતરડા ના છેવાડા ના ભાગે ચાંદા પડી જાયછે આ અને આવા ઘણા રોગો ના  દરદીઓ તેની દવાઓ ગરમ પડે નહિ તે માટે  કાયમી ઠંડક ની દવાઓ ખાતા થાય છે ને  તેથી અગ્નિ બગડે તેથી રોગ પણ કાયમી નો બની જાયછે. દર્દ માટે નહિ ને દવા બંધ થાય નહિ ને છેવટે ઓપરેશન જ એક ઉપાય બનેછે.
               
 તેથી પ્રત્યેક  વ્યક્તિ એ છાતી ની બળતરા કે એસીડીટી ની દવા ખાતા પહેલાં અગ્નિ – પાચન શક્તિ નો પ્રથમ વિચાર કરવો જોઈએ. અને આટલું તો પોતે પોતાના માટે વૈદ્ય...  બનવું જોઈએ.

છમકલું : દેશી ગાય ભૂખ હશે તો જ ભોજન કરશે. ગાય કોઈ દિવસ માંસ નહિ ખાય ને  સિંહ ક્યારેય તણખલું નહિ ખાય. માણસ એક એવું પ્રાણી છે કે, ભૂખ હોય તોય ના પણ ખાય. અને ભૂખ નહિ હોય તોય ખાશે. તે રોટલી પણ ખાશે ને માંસ પણ ખાશે. 

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)