મરડો માઠો રોગ (Irritable bowel syndrome (IBS))
👉🏻 ગરમી કે વરસાદી વાતાવરણ માં
પાચન બગડે. તરસ થી અધિક કે પાચન શક્તિ થી અધિક પાણી કે પ્રવાહી લેવામાં આવે ત્યારે
અતિસાર એટલેકે ઝાડા થાય. પાચન બગડ્યું તેથી ઝાડા થયા હોય, તે અતિશય વધુ પ્રમાણ હોય તો તાત્કાલિક ઝાડા બંધ થાય ને સૂંઠ ની જેમ
પાચન સુધારે, ભૂખ ઉઘાડે તેવી સારવાર
થવી જ જોઈએ. અને જ્યાં સુધી પાચન સુધરે નહિ ત્યાં સુધી ખોરાક કે બાટલા
ચડાવવા જોઈએ નહિ અન્યથા પાચન બગડે ને મરડો થાય જેને સંસ્કૃત માં પ્રવાહિકા કે
ગ્રહણી કહેવાય.
👉🏻આયુર્વેદ ના આચાર્ય ચરક કહેછે કે
अतिसारे निवृते अपि, मंदाग्ने अहितासन
| भूयः संदुसितो वह्निं:, गृहणीम अभी दूषयेत ||
• અતિસાર : જેમાં અધિક માત્રા
માં પ્રવાહી મળ પ્રવૃત્તિ થાય તેને અતિસાર એટલેકે ઝાડા કહેછે.
• પ્રવાહિકા : જેમાં પેટ માં
ચૂંક વધારે આવે, સંડાસ જતી વખતે જોર ઘણું કરવું પડે ને
તોય મળ બકરી ની લીંડી જેવો, ચિકાશ યુક્ત આવે ને વારંવાર સંડાસ જવા
ની ઈચ્છા થાય તેને પ્રવાહિકા – મરડો કહેછે.
• ગ્રહણી : આપણા શરીર માં મોઢા નું કામ ખોરાક ને ચાવવાનું છે,
હોજરી નું કામ ખોરાક ને વલોવવાનું છે ને તે પછી
ગ્રહણી નું કામ ખોરાક ને પચાવવાનું છે, નાના આંતરડા નું
કામ તે પચેલા ખોરાક માંથી ધાતુઓ નું શોષણ કરવાનું છે અને મોટા આંતરડા નું કામ
પ્રવાહી નું શોષણ કરવાનું છે. અહી ગ્રહણી
જયારે તેનું પચાવવાનું કામ કરતુ નથી તેથી
જે કંઇ ખોરાક ખાવામાં આવે તે પચ્યા વિના મળ માર્ગ થી બહાર નીકળે છે તેને
આપણે ગ્રહણી રોગ કે મરડો કહીએ છીએ.
👉🏻ગ્રહણી રોગ માં દર્દી ને ભૂખ
ઘણી લાગે, ખોરાક પણ ખાય પરંતુ ખાધા પછી તરત સંડાશ
જાય ને પછી તેને અશક્તિ લાગે. શરીર કમજોર બની જાય, મળ માં દુર્ગંધ આવે. પાણી માં ડૂબી જાય તેવો કાચો- પાકો મળ આવે.
આયુર્વેદ કહે છે કે ગ્રહણી રોગ બાળક ને
થાય તો સરળતા થી મટી શકે છે, યુવાન ને થાય તો મુશ્કેલી થી મટેછે
ને વૃદ્ધ ને થાય તો તે મટતો નથી.
👉🏻ચિંતા, ભય, શોક, ગભરામણ થી કે વધુ પડતા તીખા, તળેલા, ગરમ
ખોરાક ખાવા થી, ગરમી થી પિત્તજ કે રક્તજ ગ્રહણી કે જેમાં
મળ ની સાથે લોહી આવે છે જેને અલ્સરેટીવ કોલાઇટીસ નામનો ખૂબજ માઠો રોગ થાય છે. જેમાં આજના કહેવાતા આધુનિક વિજ્ઞાન- એલોપેથી
માં સ્ટીરોઇડ, એન્ટીબાઓટીક ને તે દવાઓ ની આડઅસર દૂર કરવા એસીડીટી ની દવા આપી ને
દર્દ ને કંટ્રોલ માં લીધા નો સંતોષ લેવામાં આવે છે. હકીકત માં તેનાથી નથી તો પાચન
સુધરતું, નથી આંતરડા માં હિલીંગ થતું કે નથી
માનસિક સ્ટ્રેસ દૂર થતો તેથી રોગ તો ઠેર નો
ઠેર જ..... એટલું જ નહિ આગળ જતા દર્દી ને તેનું મળ માર્ગ નું આંતરડું કપાવવાનો
પણ સમય આવેછે. .
👉🏻 અહી આચાર્ય ચરક .. દર્દી ને ધ્યાન નો આગ્રહ કરેછે, પિત્ત શામક ને પાચન સુધારે તેવા ઔષધ આપવાથી તથા શ્રેષ્ઠ ચિકિત્સા – પિસ્છા બસ્તિ આપવાથી આંતરડા નું હિલીંગ ને શોષણ, પાચન ની ક્રિયા એટલી અદભૂત બનેછે કે શક્યત: દર્દ નું કાયમી નિવારણ
થાય.
👉🏻એક નિષ્ણાત તબીબ કે જે આ દર્દ ના દર્દી છે, તેમના
કહેવા મુજબ ડોક્ટર, કલેકટર જેવા લોકો કે જે પોતાના વ્યવસાય
માં સંવેદનશિલતા અનુભવે છે તેમને આ દર્દ વિશેષ થાયછે. તેથી આવા લોકો એ INSTRUMENTAL
DEVOTION ની ભાવના થી પોતાનું કામ કરે તો સ્વસ્થ રહી શકે.
👉🏻મળ માર્ગ થી લોહી પડવાની છેલ્લી સ્થિતિ આવે ત્યારે જ દરદી જાગે છે. ત્યાં
સુધી આ..તો સામાન્ય છે તેમ સમજી ને દર્દ ને ચલાવ્યે જાયછે તેથી દર્દ ગંભીર બને છે
ને શરીર દિવસે ને દિવસે કમજોર બનતું જાયછે.
👉🏻એક દિવસ એક ખેડૂત ને તેના ખેતર માં મળવાનું થયું. તે કહે... આ મારો
દીકરો ખાય ઘણું તોય શરીર બનતું નથી. તેનું ખાધેલું ક્યાં જાય છે ખબર જ પડતી નથી.
ત્યારે પૂછ્યું કે સંડાસ કેટલી વખત જાય છે.. તો કહે જેટલી વખત ખાય તેટલી વખત તે
જાય. ... આ તમને સામાન્ય લાગેછે પરંતુ આ ગંભીર રોગ - મરડો એટલે કે ગ્રહણી છે,,
👉🏻તરતજ આદુ, લીંબુ ના રસ સાથે તેને સંજીવની વટી ને
ચિત્રકાદિ વટી આપવાનું શરુ કરી દ્યો અન્યથા કાયમી નું દર્દ બની જશે.
👉🏻મારા ગુરુ વૈદ્ય સી.પી.શુક્લ સાહેબે એક વખત હૃદય પહોળું થયેલ- CARDIOMEGALY રોગ ના દર્દી ને વાતજ ગ્રહણી નું નિદાન
ને સારવાર કરીને હૃદય રોગ સંપૂર્ણ મટાડેલો જેનો હું ને એમ.પી શાહ મેડીકલ કોલેજ ના
પ્રો. સાક્ષી હતા.=
આ વિષયે ઘણી વખત કહું છુ કે .... “અતિસાર,
પ્રવાહિકા ને ગ્રહણી, સારવાર સહેલી પણ ઓળખાણ અઘરી.” તેથી અનુભવી ને અભ્યાસુ વૈદ્ય
પાસે થી દર્દી એ માર્ગદર્શન લેવું જોઈએ.
Comments
Post a Comment