કાનની સંભાળ
આપણો આરોગ્યનો વારસો – આયુર્વેદ , તેના આઠેય અંગોથી વિભૂષિત છે. ..તેના આઠ અંગોમાં ઉર્ધ્વાંગ એટલેકે શાલાક્ય તંત્ર એટલેકે આંખ , નાક , કાન , ગળું , દાંત , મગજ અને માથા ને લગતાં તમામ રોગોને સમાવતો વિભાગ. અહી આટલા બધા અંગોના રોગો એકજ વિભાગ માં શા માટે ઋષીએ મુક્યા હશે ? ૧ , આંખ , કાન વિગેરે બધાજ અંગોના રોગ અને આરોગ્ય એકબીજા સાથે સંકળાયેલા છે. ૨ , આ બધાજ અંગોના રોગોમાં મુખ્ય કારણ કફ છે. ૩ , આ બધાજ અંગો ની સારવાર માં સાધન તરીકે નાના સળી જેવા યંત્ર નો ઉપયોગ વિશેષ થાયછે અને તે યંત્ર ને સંસ્કૃતમાં શલાકા કહેવાય તેથી આ વિભાગ ને શાલાક્ય તંત્ર કહેછે અને આ બધાજ અંગો શરીરમાં ઉપરની તરફ હોવાથી તથા ગાડીમાં એન્જીન જેટલા મહત્વના હોવાથી તેને ઉર્ધ્વાંગ કહેછે. તત્વજ્ઞાનની ની ભાષામાં કહેવું હોયતો , “ માથાથી ચાલે તે માણસ અને પગથી ચાલે તે પશુ.” તેથી ઉર્ધ્વાંગ નું વિશેષ મહત્વ છે. ઉર્ધ્વાંગ ના અંગોમાં... તેજ મહાભૂત નું સ્થાન આંખમાં , જલ મહાભૂતનું સ્થાન કંઠમાં , વાયુ ને આકાશ મહાભૂતનું સ્થાન કાનમાં છે. એટલેકે મહાભૂતની દ્રષ્ટીએ પણ કાનનું વિશેષ મહત્વ છે. વાયુ બધામાં બળવાન છે ને આકાશ ની સારવાર કરવ...