કાનની સંભાળ

આપણો આરોગ્યનો વારસો – આયુર્વેદ, તેના આઠેય અંગોથી વિભૂષિત છે. ..તેના આઠ અંગોમાં ઉર્ધ્વાંગ એટલેકે શાલાક્ય તંત્ર એટલેકે આંખ, નાક, કાન, ગળું, દાંત, મગજ અને માથા ને લગતાં તમામ રોગોને સમાવતો વિભાગ. અહી આટલા બધા અંગોના રોગો એકજ વિભાગ માં શા માટે ઋષીએ મુક્યા હશે
, આંખ, કાન વિગેરે બધાજ અંગોના રોગ અને આરોગ્ય એકબીજા સાથે સંકળાયેલા છે.
, આ બધાજ અંગોના રોગોમાં મુખ્ય કારણ કફ છે.
, આ બધાજ અંગો ની સારવાર માં સાધન તરીકે નાના સળી જેવા યંત્ર નો ઉપયોગ વિશેષ થાયછે અને તે યંત્ર ને સંસ્કૃતમાં શલાકા કહેવાય તેથી આ વિભાગ ને શાલાક્ય તંત્ર કહેછે અને આ બધાજ અંગો શરીરમાં ઉપરની તરફ હોવાથી તથા ગાડીમાં એન્જીન જેટલા મહત્વના હોવાથી તેને ઉર્ધ્વાંગ કહેછે.

 તત્વજ્ઞાનની ની ભાષામાં કહેવું હોયતો, “ માથાથી ચાલે તે માણસ અને પગથી ચાલે તે પશુ.” તેથી ઉર્ધ્વાંગ નું વિશેષ મહત્વ છે. ઉર્ધ્વાંગ ના અંગોમાં... તેજ મહાભૂત નું સ્થાન આંખમાં, જલ મહાભૂતનું સ્થાન કંઠમાં, વાયુ ને આકાશ મહાભૂતનું સ્થાન કાનમાં છે. એટલેકે મહાભૂતની દ્રષ્ટીએ પણ કાનનું વિશેષ મહત્વ છે. વાયુ બધામાં બળવાન છે ને આકાશ ની સારવાર કરવી અઘરી હોવાથી સંપૂર્ણ શરીરમાં કાનના દર્દો દવાથી કે ઓપરેશનથી મટાડવા અઘરા છે. કાનના દર્દ દૂર કરવા માટે જરૂરી છે..  ...............
વાણી નો સંયમ- મૌન અને બ્રહ્મચર્ય, કફની સારવાર ને વાયુ- પવનથી સાચવવું,
કાનની અંદર ને બહાર માલીશ ને નાકમાં ટીંપા પાડવા- નસ્ય દ્વારા કાનની સંભાળ સારીરીતે રાખી શકાયછે.
  
 જેમ આંખ કે જીભ ના કર્મો ઉપર આપણે કાબુ રાખી શકીએ છીએ તેમ કાનના કર્મો ઉપર સહજતાથી કાબુ રાખી શકતા નથી અને બચપણથી બુઢાપા સુધી વાળ ને ચામડીના સૌંદર્ય ને સજાવવામાં આપણે કાનની રાખવાનું ભૂલી જઈએ છીએ.  ભક્તિ શાસ્ત્ર ની દ્રષ્ટીએ પણ નવધા ભક્તિ માં સૌથી શિરમોર સ્થાન શ્રવણ ભક્તિનું છે.

 સાંભળવાથી ધર્મ ની સમજણ આવે, પાપનો નાશ થાય, મોહ દૂર થાય અને જ્ઞાન સ્વરૂપ અમૃત ની પ્રાપ્તિ પણ સાંભળવાથી જ થાયછે. ..... શું સંભાળવું, કોનું સંભાળવું, કેવું સંભાળવું એ બધું સૌની સમજણ ને વિવેક ઉપર આધારીત છે.

 માલીશ: પ્રત્યેક વ્યક્તિએ સંપૂર્ણ શરીર ઉપર દરરોજ માલીશ કરવું જોઈએ પરંતુ આ નિયમિત શક્ય ના બનેતો માથું, પગ અને કાનમાં દરરોજ માલીશ કરવું જોઈએ તેવું આયુર્વેદ નું વિધાન છે. હા... કાનના પડદામાં કાણું હોયતો કાનમાં તેલ ભરવું જોઈએ નહિ. કાનની અંદર પાણી ક્યારેય પણ  જવું જોઈએ નહિ કારણકે કાનમાં રહેલા મેલ સાથે પાણી ભળવાથી મેલ ફૂલી જાયછે ને ફૂગ પણ ઉત્પન્ન થાયછે.

 કાનમાં તલતેલ કે સરસવતેલ ને ગરમ પાણી માં મુકીને ગરમ કરીને કાનમાં અને કાનની આસપાસ માલીશ કરીને કપડાના ગોટાનો સૂકો સેક કરવો જોઈએ. જેથી કાનમાં નો પાણી નો ભેજ, પરુ, મેલ, વાયુ, ધાક દૂર થઈ જાયછે.

 કાન ઉપર વાગવાથી કે પડી જવાથી કે અન્ય કારણથી પડદામાં કાણું થઇ જાય ત્યારે કુદરત  તેને સાંધવા માટે તૈયાર હોય જ છે. આપણું કામ માત્ર કાન ને આરામ આપવાનું છે. કાન માં પવન, પાણી કે કોઈપણ અવાજ જવો જોઈએ નહિ.
મૌન, સંયમ અને કાન માં ચોવીસેય કલાક રૂ રાખવાથી કાનના પડદાનું કાણું રુઝાઈ જાયછે. જો ત્યાં પાક, પરુ, શરદી કે હાડકામાં સોજાનો રોગ ના હોયતો!!! અને કાણું મોટું ના હોયતો.

 કાનમાં થી આવતી રસી: આ રોગ ને માત્ર કાનનો રોગ ના સમજતા શરદી, અપચો, દિવસની ઊંઘ અને કફ જન્ય રોગ સમજીને સારવાર થશે તો તે સરળતા થી મટશે.

 શરદીની સારવાર ની જેમ સૂંઠથી ઉકાળેલ પાણી, લંઘન, કફનાશક આહાર ને ઔષધ અપનાવીને ઠંડુપાણી, ઠંડાપીણા, દહીં, અડદ, મીઠાઇ, દિવસની ઊંઘ બંધ કરવાથી દર્દ દૂર થાયછે.    

કાનની સારવાર માં તેની સ્વચ્છતા ખૂબજ અગત્યની છે. બાકસ ની સળી ઉપર રૂ મૂકી હળવે- હળવે કાન સાફ કરીને કાનમાં અગરબત્તી કે ગુગળનો ધુમાડો જવા દેવાથી, કાનનો ચેપ દૂર થાયછે. સાથે વૈદ્ય ના માર્ગદર્શન થી યોગ્ય સારવાર લેવી જરૂરી છે. . કાન માંથી મેલ કાઢવા સળી નહિ પરંતુ તલતેલ કે સરસવ તેલ નો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. તેના ટીંપા નાખવાથી પોતમેળે મેલ બહાર આવશે 

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)