હૃદય ની સારવાર, શરીર નો સાર.... ઓજસ


 સંતો, ભગવંતો ના શિર ની પાછળ બતાવાતું વલય- એ ઓજ નું પ્રતિક. પ્રત્યેક વ્યક્તિ માં ઓછા- વત્તા અંશે અન્યને ખેંચવાની શક્તિ રહેલીછે તે ઓજ છે. શરીર ની સાતેય ધાતુઓ નો સાર એટલે ઓજસ. જેમ શેરડી ના કણ-કણ માં રસ ભર્યો છે તેમ શરીર નો પ્રત્યેક અંશ ઓજ થી સમાયેલો છે. જેમ ભમરાઓ બધાજ પુષ્પોમાં થી સારરૂપ મધ એકત્ર કરેછે તેમ માણસ ના ગુણ, કર્મ, આહાર, આચાર માંથી ઓજ વિકસીત થાયછે.

 સગર્ભાવસ્થા ના આઠમા મહિના માં ગર્ભ અને માતા માં ઓજ નું આદાન- પ્રદાન થાયછે. ત્યારે જો પ્રસુતિ થાય અને ઓજ બાળક માં હોય તો માતા નું મૃત્યુ થાય ને ઓજ જો માતામાં હોય તો બાળક નું મૃત્યુ થાયછે. તેથી એક વાત ચોક્કસ છે કે ઓજ છે તો જ જીવન છે ને ઓજ નથી તો મૃત્યુ છે. સગર્ભા ના સાતમાં માસ માં પ્રસુતિ થાય તો માતા ને બાળક બંને જીવેછે પરંતુ આઠમા માસ માં એક નું મૃત્યુ થાય આ હકીકત હોવાથી આજના પ્રત્યક્ષવાદી વિજ્ઞાનને આયુર્વેદ ની આ ઓજ ની વાત માન્ય વિના છૂટકો નથી. 

 આ ઓજસ શરીર માં સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં તેનું મુખ્ય સ્થાન હૃદય હોવાથી હૃદય ની તંદુરસ્તી એ ઓજસ ને આધારિત છે  એટલેકે  સત્ય, સંતોષ, સેવા, જ્ઞાન, દાન, તપ, બ્રહ્મચર્ય ને શરીર ની રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર એ સાતેય ધાતુઓ ની શુદ્ધતા ઉપર આધારિત છે. સાતેય ધાતુઓ નું તેજ એટલે ઓજ.

 ઓજ એટલેજ બળ, રોગ અને આરોગ્ય નું કારણ પણ. ધ્યાન અને સાધના માં મદદગાર પણ ઓજ.

 ઓજસ નો અભાવ એટલે :
મૃત્યુ. વાગવાથી, ભાગવાથી, ક્ષયથી, ક્રોધથી, ચિંતા- વિચારોથી, શક્તિ થી અધિક શ્રમથી,  અધિક ઉપવાસ-ભૂખથી ઓજસ ઘટેછે. આયુર્વેદે ઓજસ ઓછું થવાના ત્રણ પ્રકાર કહ્યાછે.
1ઓજો વિસ્રંસ,
2ઓજો વ્યાપદ અને
3ઓજો ક્ષય.

 ઓજસ ઓછું થવાથી :
માણસ દુર્બળ બનેછે, કારણ વિના વારંવાર ભય પામેછે, નબળા કે ખોટા વિચારો કર્યા કરેછે, તેની જ્ઞાનેદ્રિયો વ્યાકુળ કે ગભરાયેલી બનેછે, તેના શરીર ની કાંતિ- તેજ ઝાંખું પડેછે, તેનું મન ઉદાસ કે દુર્બળ થાયછે, શરીર રૂક્ષ અને ક્ષીણ થાયછે, વજન ઘટેછે. 

 ઓજસ નું રક્ષણ કરવું તે પ્રાથમિકતા :
આજે જોવા મળતો એઈડ્ઝ રોગ માં ઓજ ક્ષય ના લક્ષણો વિશેષ જોવા મળેછે. તેથી તેવા દરદી ને અમે ખાસ સલાહ આપીએ છીએ કે તમને તાવ, ઝાડા, થાક કે બ્લીડીંગ જેવી કોઇપણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે ઘરમાં લાગેલી આગ ને જેટલી ઝડપથી શાંત કરીએ તેટલી ઝડપથી તે- તે દર્દ આયુર્વેદ ઔષધો થી મટાડવા માટે સંપર્ક કરવો.

 તંદુરસ્તી માટે કોઇપણ રીતે પ્રયત્નપૂર્વક સૌ કોઈએ ઓજસ નું રક્ષણ કરવું જોઈએ. તે માટે મનના દોષો દૂર કરવા.  તેમજ જે દ્રવ્ય હૃદય ને હિતકારી હોય તે ઓજસ ને હિતકારી હોય તેમજ જે દ્રવ્ય શરીર ના સ્રોતસ { રક્તવાહીની, રસવાહિની, બધાજ કોષો} ને જે શુદ્ધ કરે, બ્લોકેજ દૂર કરે, નિર્મળ કરે તેનું પ્રયત્ન પૂર્વક સેવન કરવું જોઈએ તેનાથી જ ઓજસ માં વધારો થાય. ઉપરાંત માં અતિશય મન ની શાંતિ તથા જ્ઞાન નું સેવન કરવું જોઈએ.

મન ને શાંતિ મળે, ચિંતા દૂર થાય અને સતત દૈવી- તેજસ્વી- ઈશ્વર ના વિચારો નું શ્રવણ, મનન, કીર્તન, અધ્યયન અને ઘર- ઘર માં જઈને તે-તે વિચારો નો સ્વાધ્યાય થાય તો ઓજસ ની વૃદ્ધિ થાય ને ઓજ નું સ્થાન એવું હૃદય પણ તંદુરસ્ત થાય.

 સ્રોતસ પ્રસન્ન કરનાર ઔષધ: એટલેકે બ્લોકેજ દૂર કરનારા ઔષધો –
કુંવારપાઠું, તુલસી, મરી, ગાય નું દૂધ, ઘી, મગ, મધ, દૂધી નો રસ, આમળાં નો રસ, મોસંબી- સંતરા નો રસ, દ્રાક્ષ નો રસ.
વહેલી સવારે ચાલવા જવું- પ્રકૃતિ માણવી, સાંજે ફરવા જવું, ઉકાળેલું પાણી પીવું,
અનુલોમ-વિલોમ પ્રાણાયામ ૧૫ મિનીટ કરવા,
મરી ને મધ, સુવર્ણભસ્મ ને મધ, લીંડીપીપર ને મધ ના પ્રયોગો નિષ્ણાત વૈદ્ય ના માર્ગદર્શન થી ત્રણ મહિના જેટલા સમય સુધી કરવા.
આવા ઔષધો ને પ્રયોગો થી આમદોષ નું પાચન થઈને સ્રોતસ શુદ્ધ થાયછે.
આ સિવાય પણ અર્જુન, બ્રાહ્મી, મોતી પિષ્ટિ, ત્રિફળા અને સુવર્ણ ભસ્મ માંથી બનતી અનેક ઔષધિઓ છે જે ઓજસ વધારનાર ને સ્રોતસ શુદ્ધ કરનાર ને હાર્ટ બ્લોકેજ દૂર કરનાર છે. જે બધીજ  ઓજસ વધારનારછે.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)