તાવ એક – રૂપ અનેક...


જેમ ઈશ્વર એક છે પરંતુ તેને સૌ પોતપોતાની રૂચિ પ્રમાણે સ્વરૂપ આપીને પૂજા કરેછે. કહ્યું છે ને કે,” કબીરા કૂવા એક હૈ, પનિહારી અનેક. બરતન સબકે ભિન્ન હૈ, પાણી સબકા એક. .............. તેવીજ રીતે પ્રત્યેક વ્યક્તિ, ઋતુ, સ્થિતિ પ્રમાણે તાવ દેખાય આપણ ને જુદો જુદો પરંતુ કોઈપણ તાવ નું મુખ્ય કારણ તો એક જ છે. આયુર્વેદ માં તાવ ના ૬૪ પ્રકાર બતાવ્યા છે. તાવ ને તમામ રોગો નો પર્યાય બતાવ્યો છે. તાવ વિષયે 

આયુર્વેદ માં ઘણું જ ખેડાણ થયું છે. છતાં પણ હજુ તે વિષય માં કૈક ખૂટતું હોય તેવો ભાસ આયુર્વેદ અને તમામ પેથી ના તમામ તબીબો ને થઈ રહ્યો છે. આજે આપણે તેના મૂળભૂત સિદ્ધાંત ને સમજવા નો પ્રયત્ન કરીએ.

તાવ ની વ્યાખ્યા:..... પાચનશક્તિ, ઋતુ, ઉંમર, સ્વભાવ થી વિરુદ્ધ જઈ જયારે માણસ અયોગ્ય આહાર કે વિહાર અપનાવે છે ત્યારે પાચન શક્તિ નબળી પડેછે. ત્યારે વાયુ, પિત્ત, કફ માંથી કોઈપણ એક, બે કે ત્રણેય દોષો નો એકસાથે કે અલગ- અલગ રીતે જયારે પ્રકોપ થાયછે. તે પ્રકુપિત થયેલા દોષો કોઠા માં રહેલા અગ્નિ ને બહાર ફેંકી દે છે. તે અગ્નિ ચામડી ને રસ, લોહી વિગેરે સાત ધાતુઓ માં આવી ને ફરેછે જેને આપણે  તાવ કહીએ છીએ. તાવ ના દર્દી નો પાચક અગ્નિ કોઠા માં નહિ હોવાથી ....  તે તે દર્દી નો અગ્નિ દવા ને ખોરાક તો જવા દ્યો.... પાણી પણ પચાવવા ને યોગ્ય હોતો નથી......... આ હકીકત છે સામાન્યતઃ તમામ તાવ ની..... 

હા... ક્યારેક કોઈ માનસિક આઘાત, ચિંતા, ચેપ, પાક- પરુ થી આવતા તાવ માટે અલગ થી તે- તે કારણ અનુસંધાને વિચારવું જોઈએ.

આવા સામાન્ય તાવ ને મટાડવા માટે આજે માત્ર પરસેવો લાવી ને શરીર ને ઠંડુ કરનારી આપવામાં આવતી સારવાર અને તેના પેરાસીટામોલ જેવા ઔષધો થી તત્કાળ ફાયદો થાયછે ને પછી તે દર્દી પોતાના શરીર ને આત્મ શક્તિ ના બળ થી સાજો થાયછે. પરંતુ જયારે ને જો તે- તે દર્દી નું શરીર કે મનો બળ ઓછું હોય તો તે દવાઓ ની આડઅસર થી ફરી ફરી ને તાવ આવેછે ત્યારે ટાઈફોઈડ, મલેરિયા, જીર્ણજવર, ક્ષય, પાંડુ, કમળો, મરડો ને કેન્સર જેવા રોગો થાયછે.

મલેરિયા ને આયુર્વેદ માં વિષમજવર કહેછે. તેની વ્યાખ્યા માં જ લખ્યું છે કે,..એક વખત આવેલો તાવ ને જો અગ્નિ પ્રદિપ્ત કર્યા વિના એટલેકે ભૂખ ને યોગ્ય પાચન શક્તિ ઉઘાડ્યા વિના દબાવી દેવામાં આવેતો ફરીથી જે તાવ આવેછે તેને વિષમજવર કહેછે. આ સ્થિતિ માં ત્રણેય દોષ- વાયુ, પિત્ત ને કફ નો પરંતુ વિશેષ વાયુ નો પ્રકોપ થાયછે. તેમાં વાયુ શમન, ધાતુ પુષ્ટિ ને અગ્નિ પ્રદિપ્ત કરનારા ઔષધો  આપવા જોઈએ.  

એડીસ નામના મચ્છર થી થતો ડેન્ગ્યું તાવ પણ શરીર માં પુષ્કળ ગરમી ઉત્પન્ન કરીને પ્લેટલેટ ને તોડી નાખેછે. શ્વેતકણ ઘટાડી દેછે. જે લક્ષણો પિત્તપ્રકોપ થી આવતા તાવ ના છે. જેમાં તરતજ પિત્ત ને શમન કરનારા ઔષધો.. ગળોસત્વ, પ્રવાલ, ચંદન, ધાણા, ઉશીર જેવા ઔષધો નિષ્ણાત વૈદ્ય આપેછે ને ઝડપથી દર્દ દૂર કરેછે.                

ટાઈફોઈડ એટલે આંતરડાનો તાવ. આંતરડાનું કામ છે પાચન નું. ઝડપથી પચી જાય તેવો .. મગ નું પાણી, ભાત નું ઓસામણ જેવો ખોરાક ને સૂંઠ, ધાણા થી ઉકાળેલું પાણી સતત પીવાથી ને ગોરોચન, સંજીવની જેવા વૈદ્ય દ્વારા અપાયેલાં ઔષધો થી દર્દ કાયમી મટેછે. અન્યથા આવા રોગો વારંવાર થઈ આવેછે.

કફ નો તાવ: શરદી, ખાંસી ને ઠંડી સાથે આવતો તાવ. આવા તાવ માં લંઘન એ એક ઉત્તમ ઉપાય છે. લંઘન એટલે લઘુ ભોજન. ઝડપ થી પચી જાય તેવું ભોજન. જેમાં શરીર હલકું- ફૂલ જેવું રહે. સુંઠ, ધાણા, ચંદન, વાળો થી ઉકાળેલું પાણી પીવું. મગ કે મગ નું પાણી પીવું. તુલસી, મરી ને મધ લેવું. તુંલસી નો ઉકાળો પીવો. સાથે સુદર્શન, ત્રિભુવનકીર્તિરસ જેવા ઔષધો વૈદ્ય ની સલાહ થી લેવા.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)