રાત્રી ભોજન દૂર થશે, શરદી, શ્વાસ મટી જશે.


જાણ્યું છતાં અજાણ્યું.  આપણે આજે  ઘણા કામ કરવા યોગ્ય હોવા છતાંય કરતા નથી. અને ના કરવાના ઘણા કામ કરીએ છીએ. આરોગ્યના અને ધર્મના વિષય માં આવું વિશેષ જોવા મળેછે. લગ્ન સમારંભ હોય કે મિત્રો ની પાર્ટી માં જાણતા હોવા છતાં ના ખાવા નું ખાઈએ છીએ ને બહાનું આપીએ કે મિત્રો ને ખરાબ લાગે, તેમનો આગ્રહ ખૂબ જ હતો. બધાજ પારકા છે, પેટ પોતાનું છે. અંદર ભગવાન બેઠો છે. તે ભૂલી જઈએ છીએ.

 ઉણોદરી અને ચૌવિહાર એ જૈન ધર્મ ના આયુર્વેદ માન્ય સિદ્ધાંતો સ્વાસ્થ્ય માટે ખૂબજ ઉપયોગી છે. ચૌવિહાર એટલે સૂર્યાસ્ત પછી પાણી કે ખોરાક નું સેવન કરવું નહિ. અને ઉણોદરી એટલે ભૂખ થી અડધું ભોજન કરવું.

 કમળ સમાન અંગ: આપણા શરીર માં હૃદય અને હોજરી આ બંને અંગો એવા છે કે જેને કમળ સાથે સરખાવી શકાય. કાદવ માં ઉગતું ને લક્ષ્મીજી નું આશ્રયસ્થાન એવું કમળ એ સુર્યમુખી છે. સૂર્યાસ્ત પછી તેનું પોયણું બંધ થઈ જાય ને સૂર્યોદય પછી જ તે ખીલે છે. તેવી જ સ્થિતિ આપણા આ બંને અંગો ની છે. સૂર્યાસ્ત પછી હોજરી ને નાના આંતરડા ખોરાક ને વલોવવા નું ને પચાવવાનું કામ ધીમું કરી દેછે. અને સૂર્યાસ્ત પછી હૃદય ની ગતિ એક્દમ મંદ કે ધીમી થઈ જાયછે.  આ વિષય નો આયુર્વેદ ના શારંગધર સંહિતા અને સુશ્રુત સંહિતા માં ઉલ્લેખ છે.   

 રાત્રી ભોજન થી: આજે દિવસે ને દિવસે અજીર્ણ- અપચો, કોલેસ્ટેરોલ, હૃદયરોગો, શરદી- શ્વાસના રોગો અને તેના આનુસંગિક રોગો વધતા જોવા મળે છે.  તેના ઘણા કારણો છે. તેમાં એક કારણ- આજનું રાત્રી ભોજન છે. રાત્રી ભોજન કરવાથી ખોરાક નું પાચન યોગ્ય રીતે થઈ શકતું નથી અને  ભોજન નું પાચન થાય તે પહેલા સૂઈ જવાથી ને પાચન નબળું પડવાથી ઉત્પન્ન થતા આમદોષ ની  હૃદય ને મગજ તરફ ગતિ થાયછે ને તેથી માનસિક રોગો,આંખ- નાક- કાન- ગળા ને દાંતના રોગો,  શરદી ને શ્વાસના રોગો, હૃદયના રોગો, પાચન ની નબળાઈ ના રોગો કાયમી ઘર કરી જાયછે.

 ઉણોદરી: પેટ ના ભરવું ચારે ખૂણ : સામાન્ય  કહેવત મુજબ ભોજન કરતી વખતે કોઠા ના ચાર ભાગ કરવા.
બે ભાગમાં ખોરાક,
એક ભાગમાં હવા ને
એક ભાગમાં પાણી રાખીને ભોજન કરવું.
પરંતુ આયુર્વેદ પ્રમાણે તો હવા, પાણી ને ખોરાક એમ સરખા ભાગે કોઠા માં જગ્યા રાખવી. એટલેકે કોઠા ના ત્રણ ભાગ કરવા. આ ઉણોદરી છે. આવી રીતે ભોજન કરવાથી કોઈ બીમારી પાસે આવે જ નહિ. બધા જ રોગો ના મૂળ કારણ જ અહી છે.... માણસ પોતાના આત્મા ઉપર કાબુ રાખ્યા વિના પશુ ની જેમ પ્રમાણ થી અધિક ભોજન કરેછે તેને રોગો ના સમુહ નું મૂળ તેવો અજીર્ણ નામનો રોગ થાયછે. આ રોગ થી બચવાનો એક માત્ર ઉપાય એટલે ઉણોદરી.

 ગરમ પાણી :  ગરમ પાણી પીવાથી આમદોષ નું પાચન થાય, વાયુ નું શમન થાય, મળ- વાયુ નું અનુલોમન- નીચે તરફ ગતિ થાય, કફ નું નિષ્કાસન થાય, અગ્નિ પ્રદિપ્ત થાયછે. કોઈપણ વ્યક્તિ સરળતા થી અપનાવી શકે તેવું ઔષધ એટલે ગરમ પાણી છે. લગભગ રોગો ની તે દવા છે. શરદી, ખાંસી ને શ્વાસ ના દર્દી માટે તો તે ઉત્તમ ઔષધ છે.

આમ, આ જૈન ધર્મ ના સિદ્ધાંતો સામાન્ય માનવી પણ અપનાવશે તો સરળતા થી તંદુરસ્તી પ્રાપ્ત કરશે તે ચોક્કસ છે.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)