લેપ લગાઓ------------- રોગ મટાડો
આયુર્વેદ નું આ મહાન આશ્ચર્ય હવે સૌ કોઈ અપનાવવા લાગ્યા છે. લેપ લગાઓ ને રોગ ભગાડો. ચામડી એ શરીર નું દર્પણ છે. શરીર માં થતા બધાજ ફેરફાર , ચામડી ના રોગો , માનસિક આવેગો , ચિંતા , ભય , ક્રોધ , હર્ષ , ઉત્સાહ , પ્રેમ , લાગણી.... આ બધું જ ચહેરા ને ચામડી , દેખાવ ને હિલચાલ થી પરખાઈ આવેછે. તેથી જ લોકો આજે સૌંદર્ય પ્રસાધનો , બ્યુટી પાર્લર ને પંચકર્મ પાછળ પાગલ થયાછે. તેમાં પંચકર્મ થી સાચી શરીર શુદ્ધી ને નીરોગીતા , સૌંદર્ય ને દીર્ઘાયુશ્ય મળતું હોવાથી તેના તરફ વિશેષ સૌની અમીભરી મીટ છે. પરંતુ સાચુ આત્મિક સૌંદર્ય તો આધ્યાત્મિક ભક્તિ ને સાધના થકી જ પ્રાપ્ત થાયછે. અને તે માટે સતત selfless love and selfless work કરતાં રહેવું જોઈએ. સૌંદર્ય સૌને ગમે અને સૌંદર્યવાન થી સૌ પ્રભાવિત થાયછે. શરીર ના સૌંદર્ય માં કાળા , ઘાટા , લાંબા , ભરાવદાર વાળ તથા સ્વસ્થ , ચમકતી ચામડી , દાડમ ના દાણા જેવા દાંત , તેજસ્વી આંખ ની જેમ શરીર ના બધાજ અંગો ને નીરોગી બનાવવા માટે લેપ થેરાપી નું આયુર્વેદ ના શારંગધર નામના ગ્રંથ માં વિસ્તાર થી વર્ણન છે. લેપ એ આયુર્વેદ ની એવી થેરાપી છે...