પેશાબ ની પથરી ( Renal Stone ) ...... નું પથરાતું દુઃખ
આપણે સહુ સમય અને સંજોગો પ્રમાણે સતત
દોડતાં અને ભાગતાં રહેલા એકવીસમી સદી ના માનવીઓ છીએ.આવા સમય માં શરીર ને ભૂલી જઈએ એ
સ્વાભાવિક છે જ્યાં સુધી શરીર બુમ પાડી ને કહે નહિ કે ....જરા થોભો शरीरम् आद्य खलु साधनम
જેમ
બાઈક કે કાર માં એન્જીન ઓઈલ બદલાય છે અને સર્વિસ થાય છે એમ આ મશીન નું ઓઈલ નથી
બદલાતું પછી પરિણામ આવેછે..... પથરી સ્વરૂપે. ઘર નો જે હિસ્સો સાફ
ના થાય ત્યાં જાળા બાઝે એમ શરીર માં પણ થાય. સામાન્ય રીતે પથરી એટલે જે કીડની માં
કે પિત્તાશય માં થાય એ. પરંતુ હકીકત માં જ્યાં જ્યાં કચરો જામે એ બધા ને જ એક
પ્રકારે પથરી કહી શકાય જેમકે દાંત માં થતી ટાર્તર, લોહી ની નળી માં જામી જતો મેદ
એટલે કે કોલેસ્ટેરોલ અને આંતરડા માં પડ્યો રહેલો મળ પણ પથ્થર જેવો થઈને scabloid બને છે.એટલે કે શરીર ની સમયાંતરે દિવાળી ની જેમ સાફ સફાઈ થાય તો પથરી
ને રોકી શકાય.
આપણા
આ રેતાળ પ્રદેશ અને સુકા વિસ્તાર માં સતાવતો કોઈ રોગ હોય તો એ છે કીડની ની પથરી છે.
કારણ છે.. પરસેવો પાડી દેતી ગરમી અને ક્ષાર વાળું પાણી.પરંતુ આયુર્વેદ એમાં થોડું
ઉમેરી ને કહે છે કે જે વ્યક્તિ સમયાંતરે શોધન નથી કરતાં અને ખાવામાં પાછું વળી ને
જોતા નથી તેમના શરીર માં જે અધુરો પચેલો આમ છે તે મુત્ર માં જઈને
પથરી બનાવે છે. એટલે જ તો પથરી એ ચોવીસ કલાક એસી માં બેસી રહી ને કોલ્ડ ડ્રીંક અને
પાવ ખાનારા લોકો માં પણ એટલીજ જોવા મળે છે જેટલી સતત વરસાદ ની રાહ માં તડકે તપનારા
ખેડૂત ને જોવા મળે છે.અને પથરી નું ઓપરેશન કરાવ્યા પછી પણ ફરી પથરી બનવી એ એમની
કીડની નો સ્વભાવ બની જાય છે.
સુશ્રુતાચાર્ય એ બહુ સુંદર વર્ણન કર્યું છે આખી
આ urinary system નું. જેમ પાણી માં મૂકી રાખેલો માટી નો
ઘડો આપોઆપ ભરાયા કરે તેમ આપણા શરીર માં મુત્ર નું નિર્માણ થાય છે એટલે કે જો એ ઘડા
માં ક્યાંક લીલ વળે તો એ ફરી ફરી ને થવાની કારણ ઉપર- ઉપર થી સાફ થઇ જાય પણ જે
છીદ્ર બંધ થઇ ગયું છે ત્યાં અવરોધ તો
રહેવાનો જ. .મુખ્ય બે મુત્ર વાહિની ઓ હોયછે જેમાંથી લાખો બનેછે અને એક મુઠી કીડની માં સમાઈ જાય છે. (લગભગ
૧૦ લાખ નેફરોન એક કીડની માં હોય છે ) એમાંથી જો એકાદ માં પણ ક્ષાર જમા થવાનું શરું
થાય તો પથરી બનવા લાગે. અને જો એ વાતજ કે પિત્તજ હોય તો ખુબ દુઃખી કરે એટલે એનું
સમયસર નિદાન થઇને નિકળી જાય કે નિકાળી શકાય.
વાતજ પથરી ... (calcium
oxalate stone) એમાં ખુબ
દુઃખાવો થાય જયારે નીકળે ત્યારે માણસ ખુબ આળોટે એવો ભયંકર દુઃખાવો થાય પરંતુ જો
કફજ હોય તો ખબરેય ના પડેકે પથરી છે શરીરમાં અને કીડની ને ધીમે- ધીમે ખુબ નુકશાન
પહોચાડે (staghorn calculus). આવી આ દારુણ પથરીને થવા જ ના દેવી હોય તો ....
·
ભૂખ-
પાચનને ધ્યાનમાં રાખીને સ્નેહપાન કરવું
એટલેકે ભોજનના કલાક પહેલા ગાયનું ઘી પીવું. નિષ્ણાત વૈદ્ય ની સલાહથી શતાવરી કે
ગોખરું નું ઘી પીવામાં આવે તે ઉત્તમ. આ
રીતે પીધેલું ઘી અગ્નિ ને વધારે છે અને શરીર ના નાના માં નાના છિદ્ર સુધી પહોચે છે
અને ક્યાય આમ ને જમા નથી થવા દેતું.
·
ફાલસા, બોર,
જવ, ધાણા, વરીયાળી, શેરડીનો રસ, ચોખાના પાણીનું સેવન વધુ કરવું. જવ ને ધાણા થી ઉકાળેલું
પાણી સતત પીવાથી પેશાબ ની બળતરા દૂર થાય, પેશાબ છૂટથી થાયછે.
·
ટામેટા,
કાકડી, પાલક, ઈંડા, માછલી, માંસ, અથાણા આ બધાનો ત્યાગ કરવો. દૂધ-ચા પણ પથરી કરે
પરંતુ છાસ લઈ શકાય.
·
શતાવરી, ગોખરું, સરગવાના મૂળ, વરૂણની છાલ, ઉભી
ભોયરિંગણી, જવખાર, પાષાણભેદ, સાટોડી, ત્રિફળા જેવી અનેક ઔષધિઓ નો ભંડાર આપણી આ
આયુર્વેદ ની ધરતી ઉપર છે જે પથરી ને કાઢનાર છે, કીડની ને શુદ્ધ કરનાર છે અને
સંપૂર્ણ શરીર ને નીરોગી રાખનાર છે.
·
પથરી ૮ મી.મી સુધી ની હોય તો સરળતાથી નીકળી
શકેછે. સ્ત્રીઓના મૂત્ર માર્ગ ની લંબાઈ ઓછી હોવાથી પથરી સરળતાથી નીકળી જાયછે. પથરી
ક્યાં ને કેવીરીતે પડી છે તેના આધારે નિશ્ચિત કરી શકાય કે તે ઓપરેશન યોગ્ય છે કે
કેમ?. ક્યારેક અનુભવ માં ૧૨ થી ૧૩ મી.મી
સુધી ની પથરી દવાથી ને પાણી પીવાની કાળજી થી નીકળે છે. પરંતુ તેનો આધાર તે ક્યાં
ને કેવીરીતે છે તેના ઉપર છે જે સોનોગ્રાફી થી જ નક્કી થાય.
આ લેખ લખવામાં મારી દીકરી વૈદ્ય અપર્ણા અખાણી/
નંદાણી કે જે M.S આયુર્વેદ છે તેના સહયોગ લખાયો છે.
More Info
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
- Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (INDIA)
- Ayurved Sankul, Near temple of Hanuman, Hanuman tekari, palanpur, Gujarat (INDIA)
- Ayurved Sankul, Near temple of Hanuman, Hanuman tekari, palanpur, Gujarat (INDIA)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Comments
Post a Comment