લેપ લગાઓ------------- રોગ મટાડો
આયુર્વેદ નું આ મહાન આશ્ચર્ય હવે સૌ
કોઈ અપનાવવા લાગ્યા છે. લેપ લગાઓ ને રોગ ભગાડો. ચામડી એ શરીર નું દર્પણ છે. શરીર માં થતા બધાજ ફેરફાર, ચામડી ના રોગો, માનસિક આવેગો, ચિંતા, ભય, ક્રોધ, હર્ષ, ઉત્સાહ, પ્રેમ, લાગણી.... આ બધું જ ચહેરા ને ચામડી, દેખાવ ને હિલચાલ થી પરખાઈ આવેછે. તેથી જ લોકો આજે સૌંદર્ય પ્રસાધનો,
બ્યુટી પાર્લર ને પંચકર્મ પાછળ પાગલ થયાછે.
તેમાં પંચકર્મ થી સાચી શરીર શુદ્ધી ને નીરોગીતા, સૌંદર્ય ને દીર્ઘાયુશ્ય મળતું
હોવાથી તેના તરફ વિશેષ સૌની અમીભરી
મીટ છે. પરંતુ સાચુ આત્મિક સૌંદર્ય તો આધ્યાત્મિક
ભક્તિ ને સાધના થકી જ પ્રાપ્ત થાયછે. અને
તે માટે સતત selfless love and selfless work કરતાં રહેવું જોઈએ.
સૌંદર્ય સૌને ગમે અને સૌંદર્યવાન થી સૌ પ્રભાવિત થાયછે. શરીર ના સૌંદર્ય
માં કાળા, ઘાટા, લાંબા, ભરાવદાર વાળ તથા સ્વસ્થ, ચમકતી ચામડી, દાડમ ના દાણા જેવા દાંત, તેજસ્વી આંખ ની જેમ શરીર ના બધાજ અંગો ને નીરોગી બનાવવા માટે લેપ થેરાપી નું
આયુર્વેદ ના શારંગધર નામના ગ્રંથ માં વિસ્તાર થી વર્ણન છે.
લેપ એ આયુર્વેદ ની એવી થેરાપી છે કે જે
ચામડી ના સાતેય પડ સુધી અસરકર્તા બનેછે. ચામડીમાં ભ્રાજક પિત્ત રહેલું છે જે
સૌદર્ય ને રોગ નું મુખ્ય કારણ છે. ભ્રાજક પિત્ત ને લોહી નું ઉત્પતિ સ્થાન એકજ છે.
તેથી જયારે- જયારે જંક ફૂડ થી કે વધુ નમક ખાવાથી, આળસ થી કે અપચાથી લોહી બગડે છે ત્યારે ચામડી ના રોગો થાયછે. ત્યારે તે- તે કારણ ને દૂર કરીને લોહી
શુદ્ધ કરનાર આયુર્વેદ ના ઔષધો ની સાથે લેપ ચિકિત્સા કરવાથી દર્દ દૂર થાયછે.
સાંધા ના સોજા, કંઠમાળ, અર્બુદ ની ગાંઠ, માથા નો દુઃખાવો, આધાશીશી માં પણ લેપ ખૂબજ ઉપયોગી છે. આંખ, સ્તન, વૃષણ જેવા નાજુક અવયવો ના રોગો ને સોજા
માં લેપ કરવાથી જ સારું પરિણામ મેળવી શકાય. સ્તન ને લિંગ ની વૃદ્ધિ પણ લેપ થી શક્ય
બનેછે.
લેપ ના મુખ્ય ત્રણ પ્રકાર પડી શકાય. ભીનો લેપ રોગ ને દૂર કરેછે. સુકાઈ ગયેલ લેપ શરીર ની કાંતિ,
તેજ નો નાશ કરેછે. કેટલાક લેપ દિવસે જ લગાવવવા ના હોયછે જે રાત્રે લગાવવા થી
નુકશાન થાયછે.
૧, દોષઘ્ન લેપ: જે સોજા અને લાલાશ ને દૂર કરેછે આ લેપ એક આંગળ- લગભગ બે સે.મી જેટલો
જાડો કરવો જોઈએ. .
૨, વિષઘ્ન લેપ: જે ઝેર નો નાશ કરેછે. તે પોણો આંગળ જાડો લેપ કરવો જોઈએ.
૩, વર્ણ્ય લેપ:
જે ચામડી નો વર્ણ સારો કરનાર છે તે અર્ધા આંગળ
જાડો લેપ કરવો જોઈએ.
• સૂંઠ, સરસવ ને સરગવાની છાલ નો સોજાવાળા
સાંધાના દુખાવા ઉપર લેપ કરવાથી આમવાત માં લાભ થાયછે.
• ગરમીથી થયેલા રોગમાં – બકરી ના દૂધ માં તલ ને લસોટી ને માખણ સાથે લેપ કરવો. .. કળી માટી ને તલ ભેગા
કરીને માખણ સાથે લેપ કરવો. સો વખત ધોયેલા ઘી નો લેપ કરવાથી ગરમીના રોગો દૂર થાયછે.
• મોઢાની કાંતિ- તેજ વધારવા: ચંદન, મજીઠ, લોધર, વડ ના અંકુર, મસૂર ની દાળ નો પાવડર નો દૂધ કે પાણી
સાથે લસોટી ને લેપ કરવાથી ખીલ દૂર થાયછે
ને મોઢાની કાંતિ વધેછે.
• ખીલ મટાડવા: લોધર, ધાણા ને ઘોડાવજ ને સરખા ભાગે લઈ
પાણીમાં લસોટીને લેપ કરવાથી યુવાનીના ખીલ મટેછે.
• મોઢાની કાળાશ દૂર કરવા:
આકડાના દૂધમાં હળદર લસોટીને તેનો લેપ કરવો.
• વારંવાર થતા ગૂમડા મટાડવા: કૂકડાની વિષ્ઠા માં તલનો ખોળ ને
ગોમૂત્રમાં લસોટીને લેપ કરવાથી ખૂબ દુઃખાનારા ગૂમડા મટેછે. ગાંધી ની દુકાને થી
રસવંતી લાવી ને તેને પથ્થર ઉપર પાણી સાથે ઘસીને લેપ કરવાથી ગડ-ગુમડ, પાકતા ખીલ મટેછે.
• વાળ ને ખરતા અટકાવવા માટે:
આંબા ના કોમલ પણ ને બારીક પીસીને તેનો એક ઇંચ જાડો લેપ કરવો. આમળાં ચૂર્ણ નો પાણી
કે છાસ સાથે લેપ કર્યા બાદ અરેંડા કે બાદમ ના પણ બાંધી દેવા, ત્યારબાદ છ કલાક બાદ માથું ધોવું. ......... આ ઉપરાંત વાળ ને કાળા
કરવાના પણ ઘણા લેપ શાસ્ત્ર માં બતાવ્યા છે.
Comments
Post a Comment