Posts

Showing posts from April, 2019

ઓ..હો...! આટલી બધી ઉપયોગી છે હળદર... !!!

હળદર , આંબા હળદર ને દારૂ હળદર એમ તેના મુખ્ય ત્રણ પ્રકાર છે. આપણે   ત્યાં ઘર વપરાશ માં પીળી હળદર ને સફેદ એટલે આંબા હળદર એમ બે જ વધુ વપરાય છે. દારૂ હળદર એ હિમાલય માં થાય છે. દારૂ હળદર ની છાલ નો માવો એટલે રસવંતી બજાર માં સહેલાઈ થી મળેછે. બધીજ હળદર ના ગુણ સરખા જ છે. પરંતુ વ્યવહાર માં વપરાતી આપણી પીળી હળદર ના જ આજે આપણે ગુણગાન ગાવા છે. ➖ હળદર તારા ગુણ છે અપાર , કેટલા ગુણ લખવા આ લેખમાં.   ➖ વજન ઘટાડે , ખંજવાળ મટાડે , સોજા મટાડે ને શીળસ પણ મટાડે. ➖ ઝેર ઉતારે , લોહી સુધારે , લોહી અટકાવે , ઘા રૂઝવે ને કેન્સર પણ મટાડે. ➖ વાળ ઉગાડે ને ઉંદરી પણ મટાડે , વાળ વધારે ને ખોડો પણ મટાડે. ➖ ખીલ , કરચલી હટાવે ને સુંદર બનાવે , યુવાની આપે ને કંચન વર્ણી કયા અર્પે. ➖ અસ્થિ સાંધે , દુઃખાવો મટાડે ને વળી મજબૂત પણ બનાવે છે. ➖ હળદર તારા ગુણ છે અપાર , કેટલા ગુણ લખવા આ લેખ માં.                     હળદર તીખી છે , કડવી છે , લુખી છે , ગરમ છે , વર્ણ ને સારો કરનાર છે , કફ , પિત્ત , ચામડીન...

નવજાત ની સંભાળ

વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુંદં મનસા સ્મરામિ. |   ઈશ્વર કેવો છે ?. નવજાત બાળક જેવો. ઉચ્ચ બુદ્ધિમતા અને તીવ્ર સ્મરણશક્તિ પ્રત્યેક નવજાત બાળક પાસે હોયછે. પરંતુ તે વ્યક્ત નથી કરી શકતો. જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ સમજણ વધતી જાય. બાળક ની આ શક્તિઓ ને સંભાળી રાખવાની જવાબદારી , તેના સંપૂર્ણ ને સર્વાંગી વિકાસ ની જવાબદારી માતા-પિતા ને સમાજ ની છે. જન્મ થી તો તે પ્રાયઃ સંપૂર્ણ તંદુરસ્ત હોયછે. તેનો આત્મા , મન અને ઇન્દ્રિયો પ્રસન્ન હોયછે. તેથી જ તેને ઈશ્વર નું સ્વરૂપ કહી શકાય......  પરંતુ કડવું સત્ય એ છે કે બાળક ના જન્મ થતાં જ આપણે અજાણતા જ તેના વિકાસ ના સૌથી મોટા અવરોધક બનીએ છીએ. સંતો એમ કહે છે કે , બાળક નો જન્મ થતાં જ ત્રણ દિવસ સુધી તો તેના કાન પાસે ટાંકણી પડે તેટલો ય અવાજ થવા દેશો નહિ. આવું ૪૫ દિવસ સાચવી શકાય તો તે બાળક ની બુદ્ધિક્ષમતા અને ધારણાશક્તિ , કલ્પનાશક્તિ અને નિરીક્ષણશક્તિ એટલી બધી સુક્ષ્મ ને બળવાન બનેછે કે જાણે તે જાણે સ્વામી વિવેકાનંદ નો અંશ જ હોય. બાળક ના જન્મ થી જ તેનું માથું ચંદનતેલ , ચંદનબલાતેલ , લાક્ષાદીતેલ જેવા બળ વધારનાર , સૌમ્ય , શીતલ ઔષધ યુક્ત...

કફ નાશક – મરી

મરી- મસાલા થી જ ભોજન માં ટેસ્ટ આવે ને ભોજન પચે. પરંતુ ખરેખર દાળ - શાક બનાવવા ના મસાલાના ડબા માં મરી નું સ્થાન છે ખરું ?.   મરચું , મીઠું , હળદર , જીરું , રાઈ ને સ્થાન આપ્યું છે. આ બધા જ   સારા ઔષધો છે. બધાજ ગરમ દ્રવ્યો છે. મરી પણ ગરમ છે. છતાં ગરમી ના કેટલાક દર્દો તે સારી રીતે દૂર કરેછે. તેથી   આ બધામાં કોઈ મસાલા ને અગ્ર સ્થાન આપવું હોય તો મરી ને આપી શકાય ને બીજા સ્થાને હળદર આવે. અરે ! મરચા ના સ્થાને પણ મરી ને સ્થાન આપી શકાય. પરંતુ આપણે મરચા થી એવા તો ટેવાઈ ગયા છીએ કે મરી ના ગુણ ની ખબર જ નથી.                   મરી બે પ્રકારના છે. ૧. કાળા મરી. ૨. સફેદ મરી. આપણે ત્યાં વ્યવહાર માં વધુ કાળામરી જ વપરાય છે. બંને ના ગુણ સરખા છે.                   જયારે – જયારે બે ઋતુ ભેગી થાય ત્યારે માણસની રોગ પ્રતિકાર શક્તિ નબળી પડેછે. ત્યારે તે – તે ઋતુ ના રોગો થાયછે. ➖ શિયાળો ઉતરીને ઉનાળો આવે ત્યારે વસંતના કફના રોગો થાયછે....

લીમડે આવ્યો મોર

  નવ યૌવન સાહસ નું અંજન આંખોમાં આંજીને આકાશ ને આંબવા , ઉડવા થનગની રહ્યુંછે. પરીક્ષાઓ પૂરી થઈ રહીછે. પુસ્તકો વાંચતા- વાંચતા વેકેશન નું આયોજન વિચારાય છે.   અત્યારે લીમડે- લીમડે મોર આવવા લાગ્યો છે , આંબા ઉપરનો મોર હવે જતો રહ્યો ને તેના સ્થાને  નાની- નાની કેરીઓ દેખાવા લાગી છે. આંબળાના વૃક્ષ ઉપર તો નવા પાન ફૂટવા લાગ્યા છે , નવો મોર પણ આવવા લાગ્યો છે પરંતુ હજુ જુના આમળાં તો પોતાની ડાળી છોડીને નીચે પડવાનું નામ લેતા નથી.  આ બધું નિયમિત જોનારા બાળકો હસતા- હસતાં આમળાં ના વૃક્ષ સાથે વાતો કરતાં કહે કે ભાઈ આમળાં , તને કેમ કઈ સમજાતું નથી. તું હવે ક્યાં સુધી તારા આ ફળોને પકડી રાખીશ ? .. આવી વાતો સાંભળી ને પેલા મેના , પોપટ , ચકલી , કાબર સાદ કરીને કહી દેછે , “ હમ હૈ ,... હમ હૈ ". આવી મજા ને આવી વસંત ની વાતો સમજવા નાના બાળક સમાન થવું પડે. જેમ ઉંમર વધે તેમ માણસ માંથી ભાવજીવન ઘટવા લાગેછે. ભાવજીવન ઘટવું જોઈએ નહિ. પ્રકૃતિ તો સૌને એક સરખો જ પ્રેમ કરેછે. નાના પ્રકૃતિ ની મજા માણે ને મોટા સાજા રહેવાની મથામણ કરેછે ત્યારે તેનો પણ આપણે અહી વિચાર કરીએ.   આપણા દીર્ઘદ્રષ્ટા ઋષીઓએ સ્...

વન- વન માં ફાગુન – "કેસુડો"

આજે વહાલ માં જેને સૌ કેસુડો કહીને પોકારે છે , અંબાજી દર્શને જતા કે આસપાસના વનવાસી વિસ્તારમાં સાથે સ્વાર્થ વિનાના સંબંધો બાંધવા જતા ( સ્વાર્થવગર ના સંબંધો માં જ પ્રભુ કે પ્રકૃતિ ના દર્શન થાય. ) દૂર થી જ કેસુડાના ફૂલ જોઇને કહીએ કે ," એ ય કેસુડો... , તમે જોયો કેસુડો... જુઓ પેલો રહ્યો...”. આવા મનભાવન કેસુડાં નું અસ્સલ નામ તો ખાખરો છે અને સંસ્કૃત માં તેને પલાશ કહેછે. પરંતુ તેના ફૂલ ને આપણે સૌ વ્હાલ માં કેસુડો કહીએ છે. કારણકે તેના ફૂલ નો રંગ કેસરી છે. તેના ફૂલ જાણે પોપટ ની ચાંચ જેવા છે તેથી તેને કિન્શુક કહેછે. પોપટ ને જેમ ગળામાં કાળો કાઠલો હોયછે તેમ આ કેસૂડાને પણ કાળો કાઠલો હોયછે.                                 એક સમયે એટલેકે આજથી પાંત્રીસ વર્ષ પહેલા પાલનપુર ના હાઇવે ચેક પોસ્ટ થી માંડી છેક બાલારામ સુધી સળંગ ૧૫ કી.મી સુધી કેસુડાં ને શિરીષ ના વૃક્ષો અમે જોયા છે. આજે ત્યાં લીમડા ય જલ્દી દેખાતા નથી ને કેસુડાં તો અહીંથી વીસ કી.મી પછી ...