નવજાત ની સંભાળ
વટસ્ય પત્રસ્ય પુટે શયાનં બાલં મુકુંદં
મનસા સ્મરામિ.| ઈશ્વર કેવો છે?. નવજાત બાળક જેવો. ઉચ્ચ બુદ્ધિમતા અને તીવ્ર સ્મરણશક્તિ પ્રત્યેક
નવજાત બાળક પાસે હોયછે. પરંતુ તે વ્યક્ત નથી કરી શકતો. જેમ જેમ બાળક મોટું થતું
જાય તેમ તેમ સમજણ વધતી જાય. બાળક ની આ શક્તિઓ ને સંભાળી રાખવાની જવાબદારી ,
તેના સંપૂર્ણ ને સર્વાંગી વિકાસ ની જવાબદારી
માતા-પિતા ને સમાજ ની છે. જન્મ થી તો તે પ્રાયઃ સંપૂર્ણ તંદુરસ્ત હોયછે. તેનો
આત્મા, મન અને ઇન્દ્રિયો પ્રસન્ન હોયછે. તેથી જ તેને
ઈશ્વર નું સ્વરૂપ કહી શકાય...... પરંતુ કડવું સત્ય એ છે કે બાળક ના જન્મ
થતાં જ આપણે અજાણતા જ તેના વિકાસ ના સૌથી મોટા અવરોધક બનીએ છીએ.
સંતો એમ કહે છે કે, બાળક નો જન્મ થતાં જ ત્રણ દિવસ સુધી તો તેના કાન પાસે ટાંકણી પડે
તેટલો ય અવાજ થવા દેશો નહિ. આવું ૪૫ દિવસ સાચવી શકાય તો તે બાળક ની બુદ્ધિક્ષમતા
અને ધારણાશક્તિ, કલ્પનાશક્તિ અને નિરીક્ષણશક્તિ એટલી
બધી સુક્ષ્મ ને બળવાન બનેછે કે જાણે તે જાણે સ્વામી વિવેકાનંદ નો અંશ જ હોય.
બાળક ના જન્મ થી જ તેનું માથું ચંદનતેલ,
ચંદનબલાતેલ, લાક્ષાદીતેલ જેવા બળ વધારનાર, સૌમ્ય, શીતલ ઔષધ યુક્ત તેલ વૈદ્ય ના માર્ગદર્શન
થી ભરવું. તેથી મન ને માથું મજબૂત બનેછે. તેના વાળ ને બુદ્ધિ નું સૌંદર્ય વિકસિત
થાયછે.
દરરોજ બાળક ને અશ્વગંધા કે અન્ય યોગ્ય
તેલ થી આખાય શરીર ઉપર માલીશ કરવું. સાબુ ના સ્થાને ચંદન, કપૂરકાચલી, ચણાના લોટ ને માખણ, ગાય ના ઘી કે ચંદન તેલ સાથે મિશ્ર કરી ને હળવે હળવે ચોળી ને હુફાળા પાણી
થી સ્નાન કરાવવું.
સુવર્ણપ્રાશ: બાળક ને જન્મ થતા ની સાથે
થી શરૂ કરી ને નિયમિત સુવર્ણપ્રાશ આપવું જોઈએ. દસ વર્ષ સુધી આપી શકાય. પરંતુ
જેટલું વહેલું આપવામાં આવે તેટલું વધુ ઉપયોગી. સુવર્ણભસ્મ, બળ-બુદ્ધિ વધારનાર ઔષધ યુક્ત ગાય નું ઘી અને મધ નું વિષમ ભાગે કરેલું
મિશ્રણ એટલે સુવર્ણપ્રાશન છે.
બાળક માં બળ, બુદ્ધિ, સ્મૃતિ અને રોગ પ્રતિકાર શક્તિ વધારનાર
સુવર્ણપ્રાશન વિષે કાશ્યપઋષિ કહે છે કે, તે મેધા નામની બુદ્ધિ ની ધારણાશક્તિ ને, જઠર ના અગ્નિને તથા બળ ને વધારનાર થાય છે. વળી તે સુવર્ણપ્રાશન
આયુષ્ય ને હિતકારી, મંગલકારક, પુણ્યવર્ધક, વીર્યવર્ધક, શરીર ના વર્ણ ને સારો કરનાર તથા ગ્રહો ની પીડા નો નાશ કરનાર એટલેકે
તમામ વાયરલ રોગો ની સામે પ્રતિકારશક્તિ આપનાર છે.
એક બાળક ને હૃદય માં જન્મ થી જ કાણું
હતું. જેનું નિદાન અમદાવાદ સિવિલ માં થયેલું ને ઓપરેશન ની સલાહ મળેલી,
તે બાળક ને ત્રણ વર્ષ નિયમિત સુવર્ણપ્રાશ આપ્યા
બાદ બધા જ રીપોર્ટ ત્યાં સિવિલ માં જ ફરી થી કરાવ્યા તો તે હૃદય માં નું કાણું
હતું નહિ.
ગર્ભ સંસ્કાર: આનંદ ને સુખદ વાત એ છે કે આજની નવી પેઢી જાગૃત બની છે. હજારો બહેનો
આયુર્વેદ પદ્ધતિ પ્રમાણે જ અગાઉ થી આયોજન કરી ને ગર્ભાધાન સંસ્કાર કરાવેછે ને
સગર્ભાવસ્થા ના નવે નવ મહિના વૈદ્ય નું માર્ગદર્શન ને આયુર્વેદ ઔષધો જ લ્યે છે.
તેથી તેઓને પ્રાયઃ નોર્મલ પ્રસુતિ થાયછે ને જન્મ બાદ બાળક ની બીમારી તો જાણે
સ્વપ્ન બનેછે અને ઉચ્ચ બુદ્ધિમતા, શ્રષ્ઠ સૌંદર્ય, તીવ્ર સ્મરણ શક્તિ ને બળવાન રોગ પ્રતિકાર શક્તિ ધરાવતા નીરોગી ભારત
નું ભાવી તૈયાર થાયછે.
Comments
Post a Comment