ઓ..હો...! આટલી બધી ઉપયોગી છે હળદર... !!!


હળદર, આંબા હળદર ને દારૂ હળદર એમ તેના મુખ્ય ત્રણ પ્રકાર છે. આપણે  ત્યાં ઘર વપરાશ માં પીળી હળદર ને સફેદ એટલે આંબા હળદર એમ બે જ વધુ વપરાય છે. દારૂ હળદર એ હિમાલય માં થાય છે. દારૂ હળદર ની છાલ નો માવો એટલે રસવંતી બજાર માં સહેલાઈ થી મળેછે. બધીજ હળદર ના ગુણ સરખા જ છે. પરંતુ વ્યવહાર માં વપરાતી આપણી પીળી હળદર ના જ આજે આપણે ગુણગાન ગાવા છે.

હળદર તારા ગુણ છે અપાર, કેટલા ગુણ લખવા આ લેખમાં.

  વજન ઘટાડે, ખંજવાળ મટાડે, સોજા મટાડે ને શીળસ પણ મટાડે.

ઝેર ઉતારે, લોહી સુધારે, લોહી અટકાવે, ઘા રૂઝવે ને કેન્સર પણ મટાડે.

વાળ ઉગાડે ને ઉંદરી પણ મટાડે, વાળ વધારે ને ખોડો પણ મટાડે.

ખીલ, કરચલી હટાવે ને સુંદર બનાવે, યુવાની આપે ને કંચન વર્ણી કયા અર્પે.

અસ્થિ સાંધે, દુઃખાવો મટાડે ને વળી મજબૂત પણ બનાવે છે.

હળદર તારા ગુણ છે અપાર, કેટલા ગુણ લખવા આ લેખ માં. 
               
 હળદર તીખી છે, કડવી છે, લુખી છે, ગરમ છે, વર્ણ ને સારો કરનાર છે, કફ, પિત્ત, ચામડીના રોગો, પ્રમેહ, લોહી વિકાર, સોજા, પાંડુ ને વ્રણ મટાડે છે. ગળાનો દુઃખાવો, કાકડાનો સોજો, પાક, કેન્સર ની ગાંઠ, મોઢામાં થી ગળા ના કારણથી લોહી પડતું હોય, તાળવાનો સોજો, દાઢનો સોજો મટાડે છે. ગળાના રોગોમાં મુખ્યત: કફ નો વધારો, લોહી નો બગાડ, આમદોષ, અપચો ને કબજિયાત મુખ્ય છે આ બધા જ કારણો નો છેદ હળદર ઉડાડે છે. હા... હળદર ગરમ છે તેથી વૈદ્ય ના માર્ગદર્શન થી જરૂર જણાયે જેઠીમધ જેવા ઠંડા દ્રવ્યો સાથે ઉપયોગ કરવો જોઈએ.

 સુંદર વર્ણ આપેછે તેથી તેનું નામ સુવર્ણા. તેના વર્ણ સુધારનાર પ્રયોગો:
૧. હળદરની ગાંઠ ને પાણી કે ગુલાબ જળ માં ઘસી તેમાં ચપટી મજીઠ ને ચંદન ઉમેરી ને તેનો જાડો લેપ કરવાથી ચામડી ગોરી ને કાંતિવાળી થાયછે. ( કોઈપણ લેપ સુકાઈ જાય એટલે કાઢી નાખવો જોઈએ.)

૨. ખીલ, કાળા ડાઘ, કાળા કુંડાળા હોય તેમાં હળદર તથા જાયફળ ને દૂધ માં ઘસીને લગાવવાથી ડાઘ દૂર થાયછે. ચામડી સુંદર બનેછે.

૩. હળદર, મજીઠ, લોધ્ર, ધાણા, સરસવ, કપૂર કાચલી નો લેપ ખીલ મટાડે છે.

૪. એક ચમચી દૂધ ના પાવડરમાં અડધી ચમચી હળદર તથા બે ચમચી મુલતાની માટી મેળવી ગુલાબજળ માં પલાળી, તે લેપ ચહેરા ઉપર લગાવી અડધા કલાક બાદ ધોવો. . .. સૂકી, બરછટ, કરચલી યુક્ત, નિસ્તેજ તથા કાળી ચામડી સુંદર ને સુવાળી બનેછે.

૫. હળદર ને અડદ ના લોટ માં તલતેલ ભેગુ કરીને  રૂંવાટી ની ઉલટી દિશામાં ઘસવાથી ધીરે ધીરે રૂંવાટી ઘસાઇ ને નીકળી જાય છે. 
૬. ચહેરાના કાળા ડાઘ દૂર કરવા માટે મગ, મસૂર, હળદર ને લીંબુ છાલ નો પાવડર ની દૂધ સાથે પેસ્ટ બનાવી ને લગાવવી. સુકાઈ જાય ત્યારે ધોઈ ને આમળાના રસ થી માલીશ કરવું. દાગ- ફોલ્લી દૂર થશે.

 કાકડા ને મોઢાના ચાંદામાં- હળદર, જેઠીમધ ને ત્રિફળાચૂર્ણ ને મધ સાથે ચાટવું. હળદર ને ટંકણ ના કોગળા કરવા. છતાં રક્ત દોષ થી થયેલ ચાંદા કે કાકડા માટે અનુભવી વૈદ્ય નું માર્ગદર્શન લેવું.

 ગળામાં દુઃખાવો: હળદર ને નમક સાથે ગરમ પાણી નો કોગળો કરવો. અને ગળાની બહારની બાજુ હળદર કે રસવંતી નો લેપ કરવો. લેપ કરવાથી સોજો ને કાકડા પણ મટે છે.

 સ્વર ને સુંદર બનાવવા હળદર ને જેઠીમધ ને મધ સાથે ચાટવું.

 હાડકું સાંધવા ને મજબૂત બનાવવા : દૂધ સાથે હળદર દિવસ માં બે થી ત્રણ વખત લેવી.

 તમામ ચામડીના રોગો મટાડવા : યોગ્ય પથ્યાપથ્ય ના પાલન ને વૈદ્ય ના માર્ગદર્શન સાથે છ મહિના સુધી હળદર લેવાથી ચામડીના રોગો મટેછે.    

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)