વન- વન માં ફાગુન – "કેસુડો"


આજે વહાલ માં જેને સૌ કેસુડો કહીને પોકારે છે, અંબાજી દર્શને જતા કે આસપાસના વનવાસી વિસ્તારમાં સાથે સ્વાર્થ વિનાના સંબંધો બાંધવા જતા
( સ્વાર્થવગર ના સંબંધો માં જ પ્રભુ કે પ્રકૃતિ ના દર્શન થાય. ) દૂર થી જ કેસુડાના ફૂલ જોઇને કહીએ કે,"એ ય કેસુડો..., તમે જોયો કેસુડો... જુઓ પેલો રહ્યો...”. આવા મનભાવન કેસુડાં નું અસ્સલ નામ તો ખાખરો છે અને સંસ્કૃત માં તેને પલાશ કહેછે. પરંતુ તેના ફૂલ ને આપણે સૌ વ્હાલ માં કેસુડો કહીએ છે. કારણકે તેના ફૂલ નો રંગ કેસરી છે. તેના ફૂલ જાણે પોપટ ની ચાંચ જેવા છે તેથી તેને કિન્શુક કહેછે. પોપટ ને જેમ ગળામાં કાળો કાઠલો હોયછે તેમ આ કેસૂડાને પણ કાળો કાઠલો હોયછે.
                               
એક સમયે એટલેકે આજથી પાંત્રીસ વર્ષ પહેલા પાલનપુર ના હાઇવે ચેક પોસ્ટ થી માંડી છેક બાલારામ સુધી સળંગ ૧૫ કી.મી સુધી કેસુડાં ને શિરીષ ના વૃક્ષો અમે જોયા છે. આજે ત્યાં લીમડા ય જલ્દી દેખાતા નથી ને કેસુડાં તો અહીંથી વીસ કી.મી પછી વનવાસી વિસ્તારમાં દેખાય છે. આપણે કોન્ક્રીટના જંગલો બનાવવામાં ને રસ્તાઓ પહોળા કરવામાં જંગલના વૃક્ષો- ખાખરો, શિરીષ, કુટજ, શીમળો, મહુડો, બકાન લીમડો, ઉંબરો.... આવા આ વૃક્ષોના હવે તો જાણે તેના દર્શન પણ દુર્લભ થઈ ગયા છે.
                               
 જ્યાં- જ્યાં ખાખરો ત્યાં- ત્યાં પાણી. આવો અમારો અનુભવ છે. ખેડૂતોને બોર કરતી વખતે પ્રશ્ન હોય છે ક્યાં બોર કરવો ?. પરંતુ જ્યાં  તમને ખાખરા નું વૃક્ષ દેખાય ત્યાં તળ માં અચૂક પાણી હશે. તેથી ખરેખર તો જંગલો માં વરસાદ ના અભાવે આજે વનવાસી એટલા બધા દુઃખી છે ત્યારે સૌ સાથે મળીને ઠેર – ઠેર ખાખરો વાવવામાં આવે તો જમીન માં પાણી ના તળ જરૂર થી ઊંચા આવે.  

             દીર્ઘાયુષ્ય નો દાતા કેસુડો : જેમને એક હજાર વર્ષ સુધી તંદુરસ્ત રહેવું હોય તેમને કેસુડાં ના થડમાં આમળાં ભરી, બાફીને તેનો રસ પીવો. આમ કરવાથી તે વૃક્ષ નાશ પામે, તેથી તેવા એકસો વૃક્ષ વાવીને ઉછેરવાની તૈયારી હોય તેમણે તે પ્રયોગ કરવો.

             ઠંડક માટે : કેસૂડાને પાણીમાં ઉકાળી રાતભર પાણીમાં પલાળી રાખી, તે પાણી થી સ્નાન કરવામાં આવે કે તે પાણી એક- બીજા ઉપર છાંટવા માં આવે તો સરસ ઠંડક નો અનુભવ થશે ને ગરમી થી થતા ચામડીના રોગો દૂર થશે. ખંજવાળ માં રાહત થશે.  કેસુડાના ફૂલ નો રસ સવારે અર્ધો કપ પીવાથી ઠંડક થશે.

             આંખની બળતરા- સોજા મટાડવા : કેસુડાના ફૂલ નો રસ મધ નાખીને આંખમાં આંજવો.

             પેટમાં બરોળ વધી ગઈ હોય તો : ખાખરા ના ક્ષારના પાણી માં લીંડીપીપર ને પલાળી રાખવી. આ પીપર ને ખાવાથી બરોળ નો સોજો મટે છે.

             પેસાબ ની પથરી : ખાખરા નો ક્ષાર ગોખરું ને જવ ના પાણી સાથે પીવાથી નાની પથરી હોય તો નીકળે છે.

             કૃમિ માં : ખાખરા ના બીજ નું ચૂર્ણ પાણી અથવા ચોખાના પાણી સાથે બે થી ચાર ગ્રામ વૈદ્ય માર્ગદર્શન થી એક થી ત્રણ મહિના સુધી લેવાથી કૃમિ ને કૃમિ ના બધાજ ઉપદ્રવો મૂળ થી મટી જાયછે.

             વીર્યવાન, બળવાન પુત્ર જોઈતો હોય તો : દુધની સાથે ખાખરાનું એક કોમળપાન વાટીને ગર્ભીણી સ્ત્રી ત્રીજા મહિનાથી છઠ્ઠા મહિના સુધી પીએ છે તો તે બળવાન પુત્ર ને જન્મ આપેછે આમાં સંશય જેવું નથી તેમ ભાવમિશ્ર ઋષિ ભાવપ્રકાશ નામના ગ્રંથ માં કહેછે.
 આ પ્રયોગ કરતાં પહેલાં અનુભવી ફેમીલી વૈદ્ય નું માર્ગદર્શન લેવું જરૂરી છે

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)