લીમડે આવ્યો મોર

 નવ યૌવન સાહસ નું અંજન આંખોમાં આંજીને આકાશ ને આંબવા, ઉડવા થનગની રહ્યુંછે. પરીક્ષાઓ પૂરી થઈ રહીછે. પુસ્તકો વાંચતા- વાંચતા વેકેશન નું આયોજન વિચારાય છે.

 અત્યારે લીમડે- લીમડે મોર આવવા લાગ્યો છે, આંબા ઉપરનો મોર હવે જતો રહ્યો ને તેના સ્થાને  નાની- નાની કેરીઓ દેખાવા લાગી છે. આંબળાના વૃક્ષ ઉપર તો નવા પાન ફૂટવા લાગ્યા છે, નવો મોર પણ આવવા લાગ્યો છે પરંતુ હજુ જુના આમળાં તો પોતાની ડાળી છોડીને નીચે પડવાનું નામ લેતા નથી.  આ બધું નિયમિત જોનારા બાળકો હસતા- હસતાં આમળાં ના વૃક્ષ સાથે વાતો કરતાં કહે કે ભાઈ આમળાં, તને કેમ કઈ સમજાતું નથી. તું હવે ક્યાં સુધી તારા આ ફળોને પકડી રાખીશ ? .. આવી વાતો સાંભળી ને પેલા મેના, પોપટ, ચકલી, કાબર સાદ કરીને કહી દેછે, “ હમ હૈ,... હમ હૈ ". આવી મજા ને આવી વસંત ની વાતો સમજવા નાના બાળક સમાન થવું પડે. જેમ ઉંમર વધે તેમ માણસ માંથી ભાવજીવન ઘટવા લાગેછે. ભાવજીવન ઘટવું જોઈએ નહિ. પ્રકૃતિ તો સૌને એક સરખો જ પ્રેમ કરેછે. નાના પ્રકૃતિ ની મજા માણે ને મોટા સાજા રહેવાની મથામણ કરેછે ત્યારે તેનો પણ આપણે અહી વિચાર કરીએ.

 આપણા દીર્ઘદ્રષ્ટા ઋષીઓએ સ્વાસ્થ્ય અને શૌર્ય સહજતાથી આવે તે માટે હિંદુધર્મ ની સ્થાપનાનું, પરાક્રમ નું પ્રતિક એવો ઉત્સવ- ગુડીપડવો- ચૈત્ર સુદ એકમના દિવસથી રામનવમી સુધી દરરોજ ઘરમાં ગુડી- શૌર્ય, ક્રાંતિધ્વજનું પૂજન થાય અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ હેતુ પ્રસાદ માં લીમડાના પાન, સૂંઠ અને સાકરનો પ્રસાદ સૌને વહેંચવાનું  સૂચન કરીને ઉત્સવનું સ્વરૂપ આપ્યું.
                               
    ~ કડવો પણ કલ્યાણકારી છે લીંબડો, બાંધવ સમો ઉપયોગી છે લીંબડો.
                                ~શીતળ છાયામાં આરોગ્ય અર્પે લીંબડો, ખુજલી મટાડે, વર્ણ ને લોહી સુધારે લીંબડો.
                                તાવ મટાડે, થાક ઉતારે, કલ્યાણકારી છે લીંબડો. અબોલડો બાંધવ સમો છે લીંબડો.
                                દર્દ દૂર કરનાર ને સ્વાસ્થ્ય આપનાર અબોલડો બંધાવ સમાન આપણો લીંબડો એ ખેડૂતનો મિત્ર છે, કલ્પ વૃક્ષ સમાન છે. સામાન્ય માણસ ને માટે પણ સવારના તેનું દાતણ કરવાથી માંડી બપોરના તેની છાયા માં આરામ કરવા માટે સૌનો નિર્મળ સાથી છે. તેના દ્વારા અનેક રોગો સરળતાથી દૂર કરી શકાય છે પરંતુ તેનો ઉપયોગ કરવા માટે નજીક ના વૈદ્ય નું માર્ગદર્શન લેવુંજોઈએ.

•             વાળ કાળા કરવા હોય તો : લીમડાની મીંજ નું તેલ ના નાકમાં બે થી ત્રણ ટીંપા પાડવા.

•             ખંજવાળ મટાડવા માટે: લીમડાના પાન  ખાવા, લીમડાના મોર નો રસ પીવો. લીમડાના પાન થી ઉકાળેલા પાણી થી સ્નાન કરવું.

•             મધુમેહ માટે : લીમડાની અંતરછાલ નો ઉકાળો પીવો.

•             મસા મટાડવા : લીમડાની લીંબોળી ની મીંજ ના દસ દાણા દરરોજ ચાવી ને ખાઈ જવા.

•             દાંતના રોગો ની સારવાર માં : લીમડાના પાનનો રસ મોઢામાં રાખવો.

•             ઘા, વ્રણ, ગડ- ગુમડ સાફ કરવા માટે : લીમડાના પાનને કુટી, ઉકાળી ને તે પાણી થી ઘા ધોવો.

•             ખોડો- ખંજવાળ મટાડવા માટે : લીમડાના પાનનું પાણી થી માથું ધોવું. લીંબોળી નું તેલ ને કણજી નું તેલ માથામાં ઘસવું.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)