ગરમી માં ઉપયોગી----- ફટકડી
સૌરાષ્ટ્રી નામથી જે જાણીતી છે તે ફટકડી પરંતુ હેરકટિંગ સલુન સિવાય ભાગ્યે જ વપરાતી ફટકડીની સ્થિતિ જાણે કાખમાં છોકરું ને ગામમાં શોધવા જેવી છે. જો કે મિનરલ પાણી પાછળ પાગલ પ્રજા હવે પસ્તાઈ ને પારોઠના પગલા ભરીને સાદું પાણી માં ફટકડી નાંખી , પાણી શુદ્ધ કરી ને પીવા લાગી છે ને તેથી ફટકડી સાથે તેનો સંબંધ બાંધવા લાગ્યો છે. હેર કટિંગ સલૂન માં તમે જાઓ ને ભૂલતા જો લોહી નીકળે તો નાયી તરતજ ફટકડી ને પાણી માં પલાળી ને ઘા ના સ્થાને લગાવી દે છે અને તાત્કાલિક લોહી નીકળતું બંધ થઈ જશે. ફટકડી સ્વાદમાં તુરી છે. ગુણ માં ઠંડી છે. વહેતું લોહી અટકાવનાર છે. સોજો મટાડનાર ને સંકોચ કરનાર છે. તત્કાલ પરિણામદાયી છે છતાં ખૂબજ સસ્તી છે. આપણે જો તેનો ઉપયોગ નહિ કર્યો તો લીંબડા જેવી સ્થિતિ થશે. આપણા જ ઘર આંગણે ઉગતા લીમડામાં થી ઔષધી બનાવીને કંપનીઓ આપણ ને જેમ ખવડાવે છે તેમ એક દિવસ ફટકડી આપશે. ...