કફ નાશક – મરી
મરી- મસાલા થી જ ભોજન માં ટેસ્ટ આવે ને ભોજન પચે. પરંતુ ખરેખર દાળ - શાક બનાવવા ના મસાલાના ડબા માં મરી નું સ્થાન છે ખરું ?. મરચું, મીઠું, હળદર, જીરું, રાઈ ને સ્થાન આપ્યું છે. આ બધા જ સારા ઔષધો છે. બધાજ ગરમ દ્રવ્યો છે. મરી પણ ગરમ છે. છતાં ગરમી ના કેટલાક દર્દો તે સારી રીતે દૂર કરેછે. તેથી આ બધામાં કોઈ મસાલા ને અગ્ર સ્થાન આપવું હોય તો મરી ને આપી શકાય ને બીજા સ્થાને હળદર આવે. અરે ! મરચા ના સ્થાને પણ મરી ને સ્થાન આપી શકાય. પરંતુ આપણે મરચા થી એવા તો ટેવાઈ ગયા છીએ કે મરી ના ગુણ ની ખબર જ નથી.
મરી બે પ્રકારના છે. ૧. કાળા મરી. ૨. સફેદ મરી. આપણે ત્યાં વ્યવહાર માં વધુ કાળામરી જ વપરાય છે. બંને ના ગુણ સરખા છે.
જયારે – જયારે બે ઋતુ ભેગી થાય ત્યારે માણસની રોગ પ્રતિકાર શક્તિ નબળી પડેછે. ત્યારે તે – તે ઋતુ ના રોગો થાયછે. શિયાળો ઉતરીને ઉનાળો આવે ત્યારે વસંતના કફના રોગો થાયછે. ઉનાળો ઉતરીને ચોમાસું આવે ત્યારે વાયુ – વા ના રોગો થાયછે. ને ચોમાસું ઉતરી શિયાળો આવે ત્યારે શરદ ઋતુ માં તાવના- ગરમીના રોગો થાયછે.
આ ઋતુ સંધીના રોગોને તબીબો એલર્જી નામ આપીને તમને avil, cetrazin, livocetrazin દવાઓ ખવડાવે જેનાથી તમારી માનસિક શક્તિ નબળી પડે, ઊંઘ વધુ આવે. જયારે હળદર, કાળામરી, ઘી, સાકર, એલાયચી નો યોગ્ય ઉપયોગ કરીએ તો આ એલર્જીના દર્દો ક્યાં ને ક્યારે ચાલ્યા જશે તે ખબર પણ નહિ પડે.
આપણું રસોડું આપણા ઋષિઓએ દવાઓથી ભરપૂર બનાવ્યું છે. તેમાંનું એક ઔષધ કાળામરી વિષે આજે સમજીએ.
• શરદી, તાવ નું શ્રેષ્ઠ ઔષધ છે: તુલસી, મરી ને મધ લસોટીને ખાઈ જવું.
• હિસ્ટીરિયા માં આપે આરામ : નરણા કોઠે લઈ લ્યો મરી, દહીં, વજ ની સાથે.
• ઝાડા મટાડવા માટે મરી લ્યો. દહીં સાથે મરી લ્યો. સુંઠ ને મરી પાણી કે છાસ સાથે લ્યો.
• હૃદયના ધબકારા વધારે હોય તો : તે રસ ધાતુનો ક્ષય કહેવાય. મરી ને દૂધ સાથે દરરોજ રાત્રે લેવું.
• ખસ- ચામડીનો રોગ મટાડવા: કાળામરી ને લસોટીને ગાયના ઘી સાથે લેપ કરવો.
• આંખની વેલ દૂર કરવા : કાળામરી ના ચૂર્ણ ને ભાંગરા ના રસ સાથે ઘૂંટીને આંખમાં વેલ પર લેપ કરવો. આ માટે શાલાક્ય વૈદ્ય નો સંપર્ક કરવો.
• ખોરાક નું પાચન કરવા : ભોજન પછી નાગરવેલના પાન માં કાળામરી નું ચૂર્ણ મૂકી ખાઈ જવું. ખાધું પચેછે, વજન વધેછે. આ પ્રયોગ નરણા કોઠે કરવાથી વજન ઘટેછે.
• એલર્જી થી આવતી ખંજવાળ કે જેને શીળસ કે કોઠ કહેછે તેમાં કાળામરી, અજમો ને ગોળ સાથે લેવાથી તાત્કાલીક લાભ આપેછે. હળદર ને ઘી માં શેકીને તેમાં સાકર ને મરી નું ચૂર્ણ ઉમેરીને લેવાથી પણ સારો લાભ થાયછે.
• લીમડાનો મોર ના રસ ને કાળામરી સાથે પીવો જોઈએ. તેથી ચામડીના રોગો, શરદી, તાવ, કફ, મધુમેહના રોગો દૂર કરવામાં ઉપયોગી થશે અથવા થશે નહિ.
• જયારે કેટલાક લોકોને મરચું ગરમ પડેછે ત્યારે મરચા ના સ્થાને મરી નો ઉપયોગ કરી શકાય.
• અભ્યાસ કરતાં વિદ્યાર્થી ને વાંચન કરતાં ઊંઘ વધુ આવતી હોય તો...મરી ને મધ કે મરી ને ગોળ સાથે વારંવાર ખવડાવો. શરદી, કફ, ખંજવાળ મટશે ને ભૂખ વધુ લાગશે છતાં ખોરાક ઓછો આપવો. તંદુરસ્તી વધશે ને ઊંઘ ઓછી થશે, વાંચન સારું થશે ને યાદશક્તિ વધશે.
• હૃદય રોગ, હાઈ કોલેસ્ટેરોલ માટે : કાળા મરી ને મધ સાથે કે એકલા કાળામરી ને ભોજન પછી ચાવી જવાથી હૃદય નો આમદોષ દૂર થાયછે. કૃમિ મટે છે. એટેક એ કૃમિ થી થાયછે. L.D.L ઘટે છે અને H.D.L વધેછે.
............................... વૈદ્ય મહેશ અ. અખાણી, વૈદ્ય પરાશર મ. અખાણી. પાલનપુર. મો. ૯૪૨૬૩૯૯૧૨૫
Comments
Post a Comment