ગરમી માં ઉપયોગી----- ફટકડી
સૌરાષ્ટ્રી નામથી જે જાણીતી છે તે ફટકડી પરંતુ હેરકટિંગ સલુન સિવાય ભાગ્યે જ વપરાતી ફટકડીની
સ્થિતિ જાણે કાખમાં છોકરું ને ગામમાં શોધવા જેવી છે. જો કે મિનરલ પાણી પાછળ પાગલ
પ્રજા હવે પસ્તાઈ ને પારોઠના પગલા ભરીને સાદું પાણી માં ફટકડી નાંખી, પાણી શુદ્ધ કરી ને પીવા લાગી છે ને તેથી ફટકડી સાથે તેનો સંબંધ
બાંધવા લાગ્યો છે.
હેર કટિંગ સલૂન માં તમે જાઓ ને ભૂલતા જો લોહી નીકળે તો નાયી તરતજ
ફટકડી ને પાણી માં પલાળી ને ઘા ના સ્થાને લગાવી દે છે અને તાત્કાલિક લોહી નીકળતું
બંધ થઈ જશે.
ફટકડી સ્વાદમાં તુરી છે. ગુણ માં ઠંડી છે. વહેતું લોહી અટકાવનાર છે. સોજો
મટાડનાર ને સંકોચ કરનાર છે. તત્કાલ પરિણામદાયી છે છતાં ખૂબજ સસ્તી છે. આપણે જો તેનો ઉપયોગ નહિ કર્યો તો લીંબડા જેવી સ્થિતિ
થશે. આપણા જ ઘર આંગણે ઉગતા લીમડામાં થી ઔષધી બનાવીને કંપનીઓ આપણ ને જેમ ખવડાવે છે
તેમ એક દિવસ ફટકડી આપશે.
ફટકડીને સ્વચ્છ કરી, ખાંડી, ફૂટી ને માટીની તવી ઉપર ગરમ કરવી, તેમાંથી પાણી ઉડી જતાં તે પીગળીને તરતજ જામી જાયછે. સુકાઈ જાય ત્યારે
તેને ઉખેડીને ખાંડીને બારીક ચૂર્ણ બનાવી લેવું. કપડાથી ચાળી, કાચની બાટલી માં ભરવું.
માત્રા: અડધો ગ્રામ કે તેથી ઓછું.
અનુપાન : દૂધ, ઘી કે મધ સાથે... રોગ પ્રમાણે.
વિશેષ ઉપયોગ : ગરમીના રોગ માં, રક્તસ્ત્રાવ: બ્લીડીંગ થાય તેમાં.
બાહ્ય ઉપયોગ :
• નસકોરી ફૂટવી: ફટકડી તેના સ્તંભક ગુણ થી તાત્કાલિક લોહી વહેતું બંધ
કરી દેછે. ફટકડી ના ચૂર્ણ ને પાણી, દૂધ કે ઘી સાથે મિશ્ર કરીને કપડાથી
ગાળીને તેના નાકમાં બબ્બે ટીંપા વારંવાર નાંખવા.
• દાંતમાં થી લોહી પડતું હોયતો : ફટકડી ના ઠંડા પાણી સાથેના કોગળા
કરવા.
• પેઢા સૂજી ગયા હોય, કાકડા નો સોજો હોય : ફટકડીના ગરમ પાણી
ને હળદર સાથેના કોગળા કરવા. ફટકડી સંકોચન નું કામ કરતી હોવાથી કાકડા નો સોજો તે
દૂર કરેછે.
• ચામડીના રોગોમાં : ફટકડીને ગરમ પાણી માં ઉમેરી ને ચામડીનો ભાગ ધોવાથી
ખંજવાળ ઓછી થાયછે, ઘા ચોખ્ખો થાયછે.
• આંખો દુઃખવા આવી હોય, આંખો લાલ થતી હોય, આંખમાં ખંજવાળ આવે કે ખીલ થયા હોયતો: ઉકાળેલા પાણી માં ફટકડી મેળવી
અથવા ગુલાબજળ માં ફટકડી મેળવીને, ગાળીને બે- ચાર ટીંપા સવારે- રાત્રે
આંખોમાં નાંખવા. ફટકડી ના પાણી ના પોતા
આંખો ઉપર મૂકવા.
• ગાળ- ગુમડ- ઘા : પકવાથી કે વાગવાથી થયેલ હોય તો ફટકડી નું ડ્રેસિંગ
કરી શકાય છે. ઉકળતા પાણીમાં ફટકડીનું ચૂર્ણ મેળવી તેના વડે ઘા સાફ કરવો. ફટકડી નું
થોડુક ચૂર્ણ રૂ માં લઈ, દબાવી ને રાખવું ને પછી ડ્રેસિંગ
કરવું. ઘા માં રૂઝ આવેછે.
• મોઢામાં ચાંદા પડ્યા હોય તો : ઠંડા પાણી માં ફટકડી મેળવી દરરોજ બે-
ત્રણ વખત કોગળા કરવા.
Comments
Post a Comment