આમદોષ નું પાચન કેવી રીતે ?
આપણે હવાની શુદ્ધિ માટે માઉન્ટ , લોનાવાલા , ગોવા કે ખુલ્લા ખેતરોમાં ફરવા માટે જઈએ છીએ. પાણી શુદ્ધ મળી રહે તે માટે વરસાદી પાણી નો સંગ્રહ કરીએ છીએ ને કપડાથી પાણી ગાળીએ છીએ. ખોરાક શુદ્ધ , સાત્વિક ને કોઈપણ જાતના રાસાયણિક ખાતર વિનાનો એટલેકે દેશી ગાય ના છાણ , મૂત્ર થી તૈયાર થતો હોય તેવી ખેતીનું અનાજ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ હવા , પાણી ને ખોરાક માં થી જે ધાતુ ને મળ બનેછે તે શુદ્ધ છે કે કેમ તે વિષે તો ક્યારેય વિચાર્યું જ નથી ને ?. રોગા: સર્વે અપિ મંદેગ્નો || બધાજ રોગો ઓછી ભૂખ , પાચન ની નબળાઈ ને ભૂખ વિના ખાવાથી થાયછે. ભૂખ હોય છતાં ખોરાક નહિ ખાવાથી પણ શોષજન્ય બીમારી થાયછે. પરંતુ આ આમદોષ થી થતી બીમારી નું મુખ્ય કારણ છે. જેમાં ખોરાક માં થી ધાતુ નહિ બનતા આમ બને છે જેને ઋષિ એ વિષ ની ઉપમા આપી છે. ધારણાત ધાતવ: | શરીર નું જે ધારણ કરેછે તે ધાતુ. શરીર માં રસ , લોહી , માંસ , ચરબી , અસ્થિ , મજ્જા ને શુક્ર એમ સાત ધાતુઓ છે. આ સાતેય ધાતુઓ સરખા પ્રમાણ માં છે ને શુદ્ધ છે તો શરીર તંદુરસ્ત છે અન્યથા બીમાર. તેવી જ રીતે મળ , મૂત્ર ને પરસેવો એમ ત્રણ મળ છે. ઉપરાંત માં સાતેય ધાતુઓના સાત મ...