ફળ- હૃદય ને હિતકારી


શરદ ને હેમંત ઋતુ માં દૂધ નું મહત્વ છે. હેમંત ને શિશિર માં સૂકા મેવા નું મહત્વ છે. શિશિર ને વસંત ઋતુ માં ચણા, ધાણી, ખજૂર નું મહત્વ છે. વસંત અને ગ્રીષ્મ માં લીમડો, બીલી, ગુલાબ ના પાન અને ફળો નું મહત્વ છે. ગ્રીષ્મ ને વર્ષા ઋતુ માં લીલા ફળ, ધાણા, કોથમી, સૂંઠ નું મહત્વ છે. જે ગરમી દૂર કરે ને પાચન સુધારે, લૂ લાગે નહિ ને શક્તિ આપે તેવા ફળ, અનાજ, ઔષધ નું મહત્વ છે. વર્ષા ને શરદ માં તાવ આવે નહિ, ગરમી લાગે નહિ તેવા સૂંઠ + ગોળ + ઘી, દૂધ + સૂંઠ, સૂંઠ થી ઉકાળેલું પાણી, ઉપવાસ અને મન ની શાંતિ નું મહત્વ છે.

 કેરી, દ્રાક્ષ, દાડમ, બોર, ફાલસા... આ બધા જ ફળ હૃદય ને હિતકારી છે. હૃદય ને બળ આપનાર, હૃદય ના રોગો મટાડનાર છે. તેથી તે દ્રવ્યો માટે  હૃદ્ય શબ્દ વાપર્યો છે.

 સંપૂર્ણ શરીરને લોહી પહોચાડનાર હૃદય ને , પોતાને પોષણ ને માટે લોહી જોઈએ ને !!! . અને આ લોહી શુદ્ધ હોવું જોઈએ. પરંતુ આપણી રહેણી- કરણી ને કારણે  ઉત્પન્ન થતો આમદોષ, જે હૃદય માં જમા થાયછે જેને આપણે L.D.L, બ્લોકેજ, M.I જેવા કારણો કહીએ. ... આ બધા કારણો થી હૃદય નું પૂરતું પોષણ મળે નહિ. વળી લોહી નો ગુણ ગરમ છે તેથી વાતાવરણમાં કે ખોરાકમાં કે સ્વભાવમાં જો ગરમી વધી જાય તો લોહી ની ગરમી વધવાથી...., પિત્ત વધવાથી, હાઈ બી.પી, હેમરેજ કે રક્તસ્ત્રાવ, અમ્લપિત્ત, બળતરા, ચક્કર આવવા, માથાનો દુઃખાવો, અપચો, ઉલટી થઈ શકેછે. છાતીમાં દુઃખાવો, શ્વાસ ચડવો, ગભરામણ, બેચેની પણ થાયછે. ત્યારે....

 પિત્ત નું શમન થાય, લોહી શુદ્ધ થાય, હૃદય ને પોષણ મળી રહે તે માટે નમક, તીખું, તળેલું ને દહીં નું સેવન ઓછું કરવું જોઈએ. વાયુ નું શમન કરે, હૃદય ને પોષણ આપે ને દુઃખાવો મટાડે તેવાફળો- આમળાં, દ્રાક્ષ, દાડમ, પાકી ને મીઠી કેરી છે. આ ફળો ના ગર્ભ માં ખટાશ હોવા છતાય તે ખટાશ થી વાયુ નું શમન કરેછે ને લોહી વધારેછે ને મીઠાશ થી પિત્ત નું શમન કરેછે. તેથી લોહી બગડતું નથી.

 દહીં, લીંબુ કે કાચી કેરી સ્વભાવથી ખાટા છે, પિત્ત કરનાર છે, લોહી બગાડનાર છે તેથી તે સાંધાને અને હૃદયને લાભદાયી નથી. હા... દહીં માં ખાંડ કે મગ, લીંબુ માં ખાંડ કે મધ તથા કાચી કેરીને બાફીને તેમાં ગોળ, કાળામરી, એલાયચી ઉમેરી ને લેવાથી તે હૃદય ને નુકશાન નહિ કરે બલકે બળ આપનાર પણ બની શકેછે વિશેષ તો પોતાનો ફેમીલી વૈદ્ય માર્ગદર્શન આપી શકે.

 પ્રત્યેક ફળને માટે એટલું ચોક્કસ ધ્યાનમાં રાખવું કે, ફળ તે પચવામાં ભારે છે. તેથી તેને ભોજન ના સ્થાને લેવું વધુ હિતાવહ છે. ભોજન પહેલા કે ભોજન પછી ફળ તરતજ લેવાથી તેનું કે ખોરાક નું યોગ્ય પાચન થશે નહિ.  

 આપણે ત્યાં ઋષીઓ એ એકાદશી ના દિવસે ફળાહાર ને સ્થાન આપ્યું છે કારણકે.. એકાદશી એટલે મન પ્રભુ ના ચરણે ધરવું. તે દિવસે સ્વાર્થ નું કોઈ કામ કરવું નહિ. મારા જીવન નો તે દિવસનો મહત્તમ સમય કોઈપણ પ્રકારના સ્વાર્થ સિવાયના કામ માટે આપવો તેને કહેવાય પ્રભુ માટે સમય આપવો. આવું કામ કરવાને માટે સમય બગડે નહિ તે માટે રસોઈની ઝંઝટ માંથી મુક્તિ લઈને માત્ર ફળાહાર જ કરીને પ્રભુ કામ કરવું. દર પંદર દિવસે એક દિવસ ફળ કે કાચું ખાઇને પસાર કરવામાં નુકશાન નથી બલકે શરીર અને મન, બુદ્ધી માટે લાભદાયક છે. પરંતુ બધાજ દિવસ માત્ર કાચું કે ફળાહાર કરવા વાળા લોકો પોતાને અને અંદર બઠેલા ભગવાન ને દુઃખી કરેછે જે રોગના કારણરૂપ છે.

 ઋષીએ અગ્નિ ની શોધ કરીને માનવજાત ઉપર મોટો ઉપકાર કર્યો છે. અગ્નિ થી ખોરાક પકવીને, તેને મરી- મસાલાથી સંસ્કારિત કરીને ખાવાથી તે પાચન ને અનુરૂપ હલકો બનેછે. તેથી માત્ર કાચું ખાવું તે આયુર્વેદ ને માન્ય નથી.  

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)