સુવર્ણપ્રાશ એટલે વેક્શીન થી ય વિશેષ


૫૦ વર્ષ પહેલાં શીતળા અને ક્ષય .... આ બે જ દર્દ ની વેક્શીન ફરજીયાત મુકવામાં આવતી. આજે પચાસ વર્ષે શીતળા નાબુદ થયા નું ગૌરવ  તબીબો ને આજનું વિજ્ઞાન લ્યે છે. જેમકે પહેલા ત્રાસવાદ  મોગલો ના સ્વરૂપે હતો, પછી અંગ્રેજો ના અને હવે પાકિસ્તાન સ્વરૂપે આવ્યો. નામ, જગ્યા ને રૂપ બદલાયા પણ ત્રાસવાદ દૂર થયો છે ખરો ?. મોગલો નો ત્રાસવાદ નાથવામાં સમર્થ ગુરુ રામદાસ અને શિવાજી થી શક્ય બન્યું જે આઝાદી પછી તેવું ગુરુ રામદાસ જેવું વૈદિક ધર્મ નું સાચું પીઠબળ ના મળ્યું ને ઉલટું આપણો ઇતિહાસ ને ખોટી રીતે ભણાવવામાં આવ્યો..... તેનું આપણે આજે આ પરિણામ ભોગવીએ છીએ.

 આવું જ કઇક આયુર્વેદ માટે થયું છે. આજે હજુ ક્ષય નાબુદ તો થયો નથી બલકે ત્રણ- ત્રણ વખત ટી.બી નો AKT નો કોર્સ કરવા છતાં ફરી ટી.બી થતા જોવા મળેછે. અને શીતળા નવા રૂપ રંગે... ઝેરી કમળો, AIDS જેવા નામથી આવવા લાગ્યો છે. ત્યારે આયુર્વેદ ને તેના મૂળભૂત સ્વરૂપે સ્વીકારવામાં આવે.. તો...
સુવર્ણપ્રાશ ને સ્વીકારવામાં આવે.. તો.. તે વિશેષ ગુણકારી સાબિત થાય તેવું આયુર્વેદ ના તમામ ગ્રંથો માં લખાણ મળી આવેછે.
નિશાન ચૂક માફ નહિ, નહીં માફ નીચું નિશાન.” ના ધ્યેય સાથે પંચકર્મ, રસાયણ કર્મ, તમામ દર્દો ની નિર્મૂળ ચિકિત્સા, સગર્ભા ની દેખરેખ દ્વારા ઉત્તમ પ્રતિભાવંત સંતાન, સુવર્ણપ્રાશ જેવા અનેકવિધ પ્રયોગો દ્વારા આયુર્વેદ આજેય પણ સમાજ માં જીવંત છે.

 સુવર્ણપ્રાશ એ સુવર્ણ ભસ્મ, બ્રાહ્મી, વાચા, સંખપુસ્પી જેવા ઔષધો થી યુક્ત ગાય નું ઘી અને મધ નું મિશ્રણ છે. જે શરીર ની રોગ પ્રતિકારશક્તિ વધારનાર, બળ- બુદ્ધિ વધારનાર, ભૂખ લગાડનાર, સાતેય ધાતુઓ વધારનાર, શરીરનો વર્ણ સુવર્ણ જેવો કરનાર એટલેકે લોહી વધારનાર, ગ્રહોની પીડાનો નાશ કરનાર એટલેકે તમામ વાયરલ રોગો મટાડનાર, પુણ્યકારક, મંગલકારક અને શ્રુતધર એટલેકે એક જ વખત સાંભળેલું યાદ રહી જાય તેવી યાદ શક્તિ વધારનાર છે.

 જન્મ થી જ દરેક બાળક ને સુવર્ણપ્રાશ આપી શકાય છે. જે ઘડીએ બાળક નો જન્મ થયો હોય તે ઘડી થી જ મગ ના દાણા જેટલું ચટાડવું. તેટલું એક મહિના સુધી દરરોજ આપવું. પછી દર મહીને એક- એક મગના દાણા જેટલું વધારી શકાય.

 સુવર્ણ એ મેટલ છે. તે નુકશાન કરેછે તેવી માન્યતાઓ ખોટી છે. તેના કોઈ પુરાવા નથી. આ બધી વાતો આયુર્વેદ ને બદનામ કરવાની એક ચાલ છે. બલ્કે વેક્શીન એ ભારત નો પૈસો પરદેશ મોકલવા ની એક ચાલ છે. તેમાં હજારો લોકોનો સ્વાર્થ છે. જયારે સુવર્ણપ્રાસ તમે ઘરે જાતે બનાવીને કે સુવર્ણ ને સારા પત્થર પર ઘસીને આપશો તો તેમાં કોનો સ્વાર્થ આવશે?. હજારો વર્ષ થી સુવર્ણ ઘસીને, તપાવીને, ઉકાળીને કે તેની ભસ્મ બનાવીને ઔષધીય ઉપયોગ માં લેવાય જ છે.

 ઉપરાંત માં સગર્ભાવસ્થા ના દોઢ થી અઢી મહિના ના સમયગાળા માં આપને જેવું બાળક જોઈતું હોય તેવી સુવર્ણ ની આકૃતિ બનાવીને, તપાવીને ગાયના દૂધ માં છમકારીને પીવાનું વિધાન છે. નાના બાળકોને વારંવાર થતા રોગો થી બચાવવા ને તેની રોગ પ્રતિકાર શક્તિ વધારવા સુવર્ણ ને તપાવીને પાણી માં કે દૂધ માં છમકારીને આપી શકાય છે. .................... આમ સુવર્ણપ્રાશ એ શાસ્ત્રમાન્ય, વૈજ્ઞાનિક, પૂર્ણત લાભદાયી, બળ- બુદ્ધી- સ્મૃતિ વધારનાર, તમામ વાયરલ રોગો સામે પ્રતિકાર શક્તિ વધારનાર, પુણ્યકારક, મંગલકારક છે.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)