સુકુમાર સૌંદર્ય એટલે રસ સાર
નાના બાળક માં સૌને ભગવાન દેખાય. બાળક નિર્દોષ છે , નિષ્પાપ છે , સરળ છે , સૌને તે પ્રેમ કરેછે... તે તો છે જ.. પરંતુ તેનું સૌંદર્ય સુકુમાર છે. સૌંદર્ય જ્યાં જ્યાં છે ત્યાં મન સહજ જ ખેંચાઈ જાય. સીતા માતા ના સૌંદર્ય માટે “સૌંદર્ય ખનીચી” શબ્દ વપરાય. તેમના થી અધિક સૌંદર્ય વિશ્વમાં કોઈનું નહિ. મૂર્તિપૂજા એટલા માટે છે કે તેમાંથી પ્રેરણા મળે કે , ‘ મારે સુંદર રહેવું છે’ ... કારણ મારો ભગવાન સુંદર છે. કૃષ્ણ કનૈયો સુંદર છે. સુંદરતા એ સાપેક્ષ છે. પ્રત્યેક માતા ને પોતાનો બાળક સુંદર જ લાગે. થોડોક આધ્યાત્મિક વિચાર કરીએ તો... જેમનું કર્તુત્વ , બુદ્ધિમતા અને કુશળતા પ્રત્યેક માણસ સુખી થાય તે માટે વપરાય છે તે વ્યક્તિ મનોહારી છે , તે સૌને માટે સુંદર છે. આવું વર્ણન ભાગવત માં રાજસૂયયજ્ઞ ના સમય માં ઉદ્ધવજી એ કૃષ્ણપ્રભુ ને માટે મનોહારી સૌંદર્ય શબ્દ નો ઉપયોગ કર્યો છે. સુકુમાર સૌંદર્ય એટલે સાતેય ધાતુઓ જેની પરિપૂર્ણ છે તે પરંતુ વિશેષ કરીને જે રસધાતુ થી પુષ્ટ છે , રસધાતુ એ હૃદય ની તંદુરસ્તી નું પણ સૂચક છે. રસધાતુ નો ક્ષય થાય તો હૃદય ના ધબકારા વધી જાય....