ભગવાન ( અગ્નિ ) સૂઈ જાય ત્યારે...
કેયુર ભોજન કરતા સમયે ભગવાન ને યાદ કરે,
ભોજન ને પણ વંદન કરે ને પછી જ ભોજન કરે. એક
સમયે કેયુર તેના શાળાના મિત્રો સાથે વરસાદ ના આહલાદ્ક વાતાવરણમાં કેદાર- જેસોર ના
જંગલોમાં ફરવા ગયા, સાથે ટીફીન લઈને ગયા. ત્યાં જંગલ માં
સમૂહ માં ભોજન કરતાં પહેલાં કેયુરે આંખો બંધ કરીને,
“ અહં વૈશ્વાનરો ભૂત્વા....” ને
“ઔમ સહનાવવતુ ...” ની પ્રાર્થના બોલ્યો.
ત્યાં તેનો મિત્ર મનન કહે, અરે ! કેયુર.. તું આ શું બોલ્યો ? કેમ ! હું નિયમિત ત્રિકાળ સંધ્યા કરુંછુ. સવારે ઉઠીને, ભોજન કરતા સમયે અને રાત્રે સૂતા સમયે. ત્રિકાળ સંધ્યા એટલે ભગવાન ને
થેંક્યું કહેવું. અરે, વાહ બહુ સરસ.
પરંતુ આ ભોજન કરતાં સમયે જે બોલ્યો તેનો અર્થ
શું ?...
ભગવાન ગીતા માં કહે, હું પ્રત્યેક ના શરીર માં અગ્નિ- જઠરાગ્ની- ભૂખ સ્વરૂપે રહીને, ખાવામાં આવતો ખોરાક- ચાવવો, ચૂસવો, ચાટવો અને પીવો એમ ચારે ય
પ્રકાર ના ખોરાક નું હું પાચન કરુંછું
પરંતુ તેની એક શર્ત છે કે માણસે પ્રાણ,
અપાન, વ્યાન, સમાન ને ઉદાન એમ પાંચ પ્રકારના વાયુ ની જો સમાન ગતિ રાખશો તો જ.
ભાઈ,
તારી આ પ્રાર્થના માં તો ભક્તિ, ધર્મ, આયુર્વેદ વિજ્ઞાન અને સાજા રહેવાની કળા
ને એ સિવાય પણ ઘણું બધું આવી જાયછે હો... !!
સાચી વાત છે. આપણા શરીરમાં રહેલો જઠરાગ્ની એ
ભગવાન સમાન છે. અત્યારે અષાઢ સુદ – ૧૧ એટલેકે ભગવાનના સુઈ જવાની કલ્પના આપણા ઋષિઓએ
આપણને આપી છે. દેવપોઢી એકાદશી. આજથી ચાર મહિના ભગવાન સુઈ જાયછે એટલેકે ચોમાસાના આ
ચાર મહિના અગ્નિમંદ હોયછે. જો અગ્નિ શાંત થાય તો ... માણસ નું મૃત્યુ થાયછે . અને
અગ્નિ મંદ થાય તો બીમારી આવે, ખોરાક નું પાચન યોગ્ય થાય નહિ.
“ રોગા: સર્વે અપિ મંદેગ્નૌ ||”
ભગવાન સુઈ જાય એટલે અગ્નિ સાચવવાની આપણી
જવાબદારી વધી જાય. તેથી ઠંડુ પાણી, ઠંડા પીણા, મીઠાઈ, અડદ, કેરી, દિવસ ની ઊંઘ આ બંધ કરીને ઉકાળેલું પાણી,
સૂંઠ, કાળા મરી નો વધુ
ઉપયોગ, લીંબુ, આદુ, તુલસી, કારેલા, કંકોડા, પરવળ, મગ, લસણ, લસણ સાથે ના મગ,લસણ સાથે ચણા નું શક નો વધુ ઉપયોગ
કરવો. ભૂખ થી અર્ધું ભોજન, ભોજન પછી પાણી ના પીવું, સંયમ નું પાલન કરવું, પ્રકૃતિ માં પરિભ્રમણ કરવું, આસન, પ્રાણાયામ નિયમિત કરવા.
ભગવાન ના સુઈ ગયા પછી જેમ એક કામ અગ્નિ ને સાંભળી રાખવાનો છે તેમ
ઈશ્વર નું બીજું કામ છે.. સમાજ માં સદવિચારો વધે, સાધુતા વધે અને ધર્મ ની સ્થાપના થાય.
પ્રભુ નું પહેલું કામ જેમાં આપણા આરોગ્યનો
સ્વાર્થ છે. બીજા કામ માં સમાજનો ને આત્મા ના કલ્યાણ નો સ્વાર્થ છે. શક્તિ આપનાર
તે ( ઈશ્વર ) છે તો તેના કામ માં શા માટે કંજુસાઈ કરવી.
ભગવાન ના સૂઈ જવાની કલ્પના ઋષીઓ એ આપેલ પ્રેરણાદાયી,
મનોરમ્ય, તંદુરસ્તી માટે જાગૃત બનાવનારી, સમાજ માં દૈવી વિચારો, સાત વિચારો ના
પ્રસાર માટેના કર્તવ્ય ને હાંક મારનારી કલ્પના છે.
આ બધો વાર્તાલાપ કેદારનાથ ના જંગલ માં કેયુર ને તેના મિત્રો
કરતા હતા.. જાણે તે સાંભળી ને પ્રભુ કેદારનાથ- શિવ હરખાતા હતા.................................................
Comments
Post a Comment