ભૂખ એ દરરોજ નું દર્દ
આજે માણસ એટલે કોણ?. ભૂખ હોય તો ય ખાય નહિ ને ભૂખ ના હોય તો ય ખાય. .. . તેટલું જ નહિ
ખાધા પછી ય ખાય, ના ખાવા નું ય ખાય... .
આવા આજના માણસ ને માટે આજ થી ૧૨૦૦ વર્ષ
પહેલા આદ્ય શંકરાચાર્ય ના શબ્દો કેટલા યથાર્થ છે જૂઓ....
“ ભૂખ ને કાયમ નો રોગ જાણી
દરરોજ તે ઉપસ્થિત થાય ત્યારે તેની સારવાર કરવી.”
ભૂખ લાગવી તે રોગ, ભૂખ ના લાગે તે પણ રોગ અને ભૂખ ને શાંત કરવા ભોજન લેવું તે રોગ નું
કારણ?.. તો શું આપણે રોગી અવસ્થા માં જ કાયમી રહીએ
છીએ... આ જેટલું સત્ય છે તેટલું જ અસત્ય પણ છે.
જે દુઃખ કરનાર છે તે રોગ છે. ખોરાક નું પાચન
બરાબર નહિ થતાં, યોગ્ય સમયે ભૂખ ના લાગે તો શરીર ને
શિથિલ કરી સર્વાંગ પીડા કરનાર રોગ ઉત્પન્ન થાયછે અને ભૂખ વ્યવસ્થિત લાગે પરંતુ
યોગ્ય સમયે યોગ્ય આહાર લેવામાં ના આવે તો પણ તે રોગ નું કારણ બનેછે. ભૂખ ને કારણે
માણસ શું નથી કરતો...?.
ખોરાક ના પ્રયત્નો માં, ભૂખ સંતોષવામાં,
જીભ ની લોલુપતા માં તે બધાજ રોગ, પીડા અને અનર્થ સહન કરવા તૈયાર થાયછે.
માણસ ને થતાં કોઈપણ રોગ ના કારણો છે. ૧, આહાર. ૨, વિહાર. ૩, પ્રજ્ઞાપરાધ.
શારીરા: તુ અન્નપાન મૂલા:|- શરીર એ ખોરાક
અને પાણી થી બનેલું છે. તેમાં ખોરાકરૂપ બળતણ થી જ અંદર નો અગ્નિ ટકી રહેછે અને મન
બળવાન બનેછે. વિધિપૂર્વક ખોરાક નું સેવન કરવાથી શરીરની ધાતુઓ પુષ્ટ બનેછે ને શરીર
સ્વસ્થ- નીરોગી રહેછે. ખોરાક જ બધી ધાતુઓ નું બળ, શરીરનો વર્ણ ને સાતેય ધાતુઓ ને તેના સાર ઓજ નું પણ કારણ છે તેવી જ
રીતે રોગ નું પણ કારણ પણ ખોરાક જ છે.
કઈ વસ્તુ કેમ ખાવી, કેટલી ખાવી, ક્યારે ખાવી, કોની સાથે ખવાય કે કોની સાથે ના ખવાય .... તેવી માહિતી નો ભંડાર આપણા
આયુર્વેદ પાસે છે.
આજે ચાલતી અંધશ્રદ્ધા ના કેટલાક ઉદાહરણ
:
• તાવ ની દવા દૂધ સાથે લેવી. આયુર્વેદ કહે... નવા તાવ માં દૂધ એ ઝેર
બરાબર છે.
• કેળાં, કેરી, ચીકુ, દ્રાક્ષ ને દૂધ સાથે બનતો ફ્રુટ સલાડ
કે ભોજન પછી આઈસ્ક્રીમ બધા હસતા- હસતા ખાય છે.. આ વિરુદ્ધાહાર છે. જેનાથી રોગ
પ્રતિકારશક્તિ નબળી પડેછે.
• કાચું તેટલું સાચું. ... આ આયુર્વેદ ને માન્ય નથી. કાચું તેટલું
પચવામાં ઘણું ભારે.
• રસ માં કસ: આ સાચું છે પણ રસ પણ ભારે હોવાથી પછી બીજું કશું જ ખાઈ
શકાય નહિ. તેથી કાચું ને રસ એ અગ્નિ – પાચન શક્તિ ને ધ્યાનમાં રાખી ને જ લેવાય.
• રંધાયું તે ગંધાયુ. .. આ માન્યતા તો રુષિ નું અપમાં અને વિગ્નાન ની વિરુદ્ધ છે. રાંધવા થી, અગ્નિ ના સંસ્કાર થવાથી ખોરાક પચી શકેછે.
આવી કેટ- કેટલી આરોગ્ય ના નામે ખોટી
માન્યતાઓ ચાલતી રહેલી છે.
• સવારે ઉઠીને પાણી ઝાઝું પીવું. આ તદ્દન ખોટું છે. અરે!.. ભાઈ.. વધુ
પાણી પીવાથી તો શરદી, મંદાગ્ની, મધુમેહ, સોજા, અપચો થાયછે
ખોરાકના ખોટા ઉપયોગ થી તમામ રોગો થઈ શકેછે.
ખોરાક નહિ લેવાથી કે વધુ લેવાથી બીમારી આવેછે તે ચોક્કસ છે. તેથી ખાવા યોગ્ય તમામ
ખોરાક તે ઔષધ છે તેમ સમજી ને તેનો ઉપયોગ કરવામાં આવે તો... મોટાભાગના રોગોની
ઉત્પતિ જ અટકી જાય. તેથી જ કહ્યું છે ને કે.....
ચરી જો પળાશે તો ઔષધ નું શું કામ?
ચરી જો નહી રાખો તો પણ ઔષધ નું શું કામ?
Comments
Post a Comment