સુકુમાર સૌંદર્ય એટલે રસ સાર
નાના બાળક માં સૌને ભગવાન દેખાય. બાળક
નિર્દોષ છે, નિષ્પાપ છે, સરળ છે, સૌને તે પ્રેમ કરેછે... તે તો છે જ..
પરંતુ તેનું સૌંદર્ય સુકુમાર છે. સૌંદર્ય જ્યાં જ્યાં છે ત્યાં મન સહજ જ ખેંચાઈ
જાય. સીતા માતા ના સૌંદર્ય માટે “સૌંદર્ય
ખનીચી” શબ્દ વપરાય. તેમના થી અધિક સૌંદર્ય વિશ્વમાં કોઈનું નહિ.
મૂર્તિપૂજા એટલા માટે છે કે તેમાંથી પ્રેરણા મળે કે, ‘મારે સુંદર રહેવું છે’ ... કારણ મારો ભગવાન સુંદર છે. કૃષ્ણ કનૈયો
સુંદર છે.
સુંદરતા એ સાપેક્ષ છે. પ્રત્યેક માતા ને પોતાનો બાળક સુંદર જ લાગે.
થોડોક આધ્યાત્મિક વિચાર કરીએ તો...
જેમનું કર્તુત્વ, બુદ્ધિમતા અને કુશળતા પ્રત્યેક માણસ
સુખી થાય તે માટે વપરાય છે તે વ્યક્તિ મનોહારી છે, તે સૌને માટે સુંદર છે. આવું વર્ણન ભાગવત માં રાજસૂયયજ્ઞ ના સમય માં
ઉદ્ધવજી એ કૃષ્ણપ્રભુ ને માટે મનોહારી સૌંદર્ય શબ્દ નો ઉપયોગ કર્યો છે.
સુકુમાર સૌંદર્ય એટલે સાતેય ધાતુઓ જેની પરિપૂર્ણ છે તે
પરંતુ વિશેષ કરીને જે રસધાતુ થી પુષ્ટ
છે, રસધાતુ એ હૃદય ની તંદુરસ્તી નું પણ સૂચક છે. રસધાતુ
નો ક્ષય થાય તો હૃદય ના ધબકારા વધી જાય. શરીર રુક્ષ- લૂખું થાય. જે લક્ષણો ઘડપણ
માં જોવા મળે. પરંતુ બાળક માં રસ ધાતુ સંપૂર્ણ પ્રમાણ માં હોય છે તેથી તે સૌને
સુંદર લાગેછે.
બાળક નો ખોરાક ગાય નું દૂધ, ગાય નું ઘી,
ફળો નો રસ વધુ હોય, સતત ચિંતા મુક્ત ને રમત યુક્ત જીવન તેનું સુકુમાર સૌંદર્ય.
રસ સાર નું લક્ષણ : જે માણસ ની ચામડી અતિશુદ્ધ હોય, તેની એ ચામડી તથા તે ઉપર ના રુંવાટા સ્નિગ્ધ, સુંવાળા, કોમળ, સ્વસ્છ, નિર્મળ, સુક્ષ્મ- પાતળાં, ઓછા તથા સુકુમાર હોય અને તેમની એ ચામડી જાણે કાંતિ વાળી હોય- ચમકતી
જણાય એ માણસ નું રસ સાર કે ત્વકસાર પણું તેમનું સુખ, સૌભાગ્ય, ઐશ્ચર્ય, ઉપભોગ, બુદ્ધી, વિદ્યા, આરોગ્ય, અતિશય આનંદીપણું તથા હિતકારી લાંબુ આયુષ્ય સૂચવે છે.
જેમની ચામડી આટલી સુંદર હોય તે આટલું
સરસ નીરોગીપણું, દીર્ઘ આયુષ્ય અને બુદ્ધિ, વિદ્યા, આરોગ્ય ને ઉપભોગ માં ઉતમતા પ્રાપ્ત
કરેછે..... તો પછી શા માટે ચામડી ને સુંદર રાખવામાં પાછા પડવું જોઈએ.
૧, શિયાળા માં દરરોજ ને અન્ય ઋતુ માં સપ્તાહ માં એક વાર તલ ના તેલ નું
માલીશ ચામડી ને સુંદર, નીરોગી ને બળવાન બનાવે છે.
૨, ચામડી ના જ નહિ સર્વાંગી સુંદરતા માટે વ્યાયામ થી અધિક એક પણ પથ્ય
નથી. પ્રત્યેકે સવારે સૂર્યોદય થાય તે સમયે અર્ધી શક્તિ વપરાય તેટલો એટલેકે શરીર માં થી બરાબર નો પરસેવો છૂટે તેટલો વ્યાયામ
કરવો જ જોઈએ.
૩, દરરોજ સ્નેહ પીવાનો અભ્યાસ કરવો જોઈએ. ઉત્તમ સ્નેહ દેશી ગાયનું
ઘી(હાથ વલોણા નુ ઘી) છે.
૪, હળદર ની એક ચમચી દરરોજ સવારે દૂધ સાથે એક વર્ષ સુધી નિયમિત લેવી.
૫, નમક, વિરુદ્ધાહાર, દહીં, ખાંડ નું વધુ સેવન ચામડી ને બગાડે છે.
તેથી તેમ ના કરવું.
Comments
Post a Comment