વાંઝીયા મહેણું ભાંગે – રસોનતેલ


  સ્ત્રી જીવન નું શ્રેષ્ઠ  સુખ એટલે અપત્ય. કુળ ના સંસ્કારો ને વધારી ને તેની સુગંધ પ્રસરાવે છે તે એટલે સંતાન. પૂર્વજોની કીર્તિ વધારે તે પુત્ર.
આ બધી વ્યાખ્યા અને ભાવનાઓ ને  કારણે ખોળા નો ખુંદનાર ની ઝંખના એટલી તીવ્ર હોય છે કે તે વિના નું જીવન અધૂરું કે મહેણું લાગે છે.
               
                 વંધ્યત્વ એટલે કે વાંઝીયા પણું મુખ્યત્વે પુરુષ ના કારણે થાય છે અને તેના કારણ ની તપાસ અને સારવાર પણ સહેલી છે. પરંતુ કેટલીક સ્થિતિમાં સ્ત્રી પણ વંધ્યત્વ નું કારણ હોય છે સ્ત્રી વંધ્યત્વ ના કારણો માટે આયુર્વેદ  માં એક સ્વતંત્ર અધ્યાય લખ્યો છે અને તેના ૩૦ કારણો જણાવ્યા છે. તેમના કેટલાક કારણો અને તેના ઘરેલું ઉપચાર વિષે અહી શાસ્ત્ર નો વિચાર અને અમારા અનુભવ વાગોળીશું.
૧. વામીની યોની – એટલે કે જે યોની શુક્રધાતુ નું વમન- ઉલટી કરી નાખે તે વામીની યોની. સામાન્ય રીતે સ્ત્રી-પુરુષ નો વ્યવાયિક સબંધ થયા પછી દોઢ કલાક પછી શુક્ર અને આર્તવબીજ (રજ) નું ફેલોપીયન ટયુબ માં મિલન થતું હોય છે. તેથી જો યોની શુક્રધાતુ નું દોઢ કલાક ની પહેલા વમન – ઉલટી કરી નાખે તો ગર્ભપ્રાપ્તિ સંભવ નથી.
                અહી શુક્ર ધાતુ નું વમન થવું એ યોનિ પ્રદેશ માં પ્રકુપિત થયેલ અપાન વાયુ એ મુખ્ય કારણ છે – તેથી ત્યારે અપાન વાયુ ની યોગ્ય સારવાર થવી જરૂરી છે. તેના માટે માલીશ, તેલ પીવું , બસ્તિ અને અન્ય વાત શામક ઔષધ વૈધ વિચારે છે અને દર્દી ની પ્રકૃતિ અનુસાર આપે છે. તેમાં ઘણી પધ્ધતિ અને ઔષધ માંથી અમારા અનુભવ નું એક ઔષધ – રસોન તેલ વિષે વાત કરીશું.
૨. સુચીમુખી યોની – જેમાં ફેલોપિયન ટયુબ ખુબ જ સાંકડી થઇ હોય, ટયુબ બ્લોક હોય, યોની પ્રદેશ જ ખુબ જ સાંકડો હોય, ગર્ભાશય માં કેટલાક દર્દીઓ માં પડદો હોય જેના કારણે ગર્ભ સ્થાપન થાય પરંતુ ત્રણ – ચાર મહિના નો ગર્ભ થતાં જ ગર્ભસ્રાવ થઇ જાય આવા અનેક અવરોધજન્ય કારણો કે જેને આયુર્વેદે  સુચીમુખી યોની નામનો રોગ જણાવ્યો છે.
                અહી પણ D&C, CURETING અને નાનું – મોટું ઓપરેશન સ્ત્રી રોગ નિષ્ણાત સર્જન કરતા હોય છે. આયુર્વેદ માં  પણ ઉત્તરબસ્તિ સારવાર અમે  વૈધો કરીએ છીએ પરંતુ અહી પણ અનેક ઔષધો માં નું એક--  રસોન તેલ ના અમારો અનુભવ વાગોળીશું.
 રસોન તેલ  - ચરક સંહિતાના ટીકાકાર ચક્રદત કહેછે કે સારું – ચોખ્ખું લસણ ફોલીને તેની લુગદી બનાવવી, તેમાં લીલા લસણ નો રસ સોળ ગણો ઉમેરવો. તેમાં રસ ના ચોથા ભાગે કાળા તલ નું તેલ મેળવવું. તેલ વિધિ થી ધીમા તાપે ખુલ્લું ઉકાળવું. રસ બધો જ બળી જાય, તેલ માત્ર રહે ત્યારે ઠારી ને, ગાળી ને કાચ ની કે ચિનાઈ માટી ના વાસણ માં ભરી રાખવું.
                તેમાંથી ૧ થી ૨ ચમચી, સવારે – રાત્રે પીવાથી, માલીશ કરવાથી, જરૂર જણાય ત્યાં નાક માં, કાન માં ટીપાં પડવાથી બધી જ પ્રકાર ના ( ૮૦ પ્રકાર ના ) વાયુ ના રોગો મટે છે.
                રસોન તેલ ના ઉપયોગ થી વામિની યોની અને સુચીમુખી યોની નું જ્યાં નિદાન અમારા ધ્વારા થયું તેવા દર્દીઓ ને લગ્ન ના ૮ વર્ષ થયાં, અઢાર વર્ષ થયાં હતાં તેઓને પણ સંતાન પ્રાપ્તિ થઇ છે.
                રસોન તેલ થી સફળતા મળવાનું કારણ એ છે કે – તેમાં રહેલા લસણ અને તલ તેલ માં રહેલો વાયુ નાશક ગુણ. લસણ નું બીજું નામ છે રસોન= રસ+ઉન.  રસ છ હોય છે. તેમાં ખાટો રસ સિવાય ના પાંચ રસ એટલે કે ગળ્યો, ખારો, કડવો, તીખો અને તૂરો રસ લસણ માં સમાયેલા છે.
                લસણ ગરમ છે, સ્નિગ્ધ, ગરમ, ભારે,  બળવધારનાર, વાયુ નો નાશ કરનાર, મધુર અને પચવામાં તીખું છે ઉપરાંત તે ઝડપ થી પ્રસરી ને રોગ નો નાશ કરે છે.
                આમ લસણ અને તલ તેલ ના સંયોજન થી બનતું રસોન તેલ વાયુના બધાજ રોગો દૂર કરે છે તેનો માલીશ માં અને પીવા માં બને પધ્ધતિ થી ઉપયોગ કરીને નિષ્ણાત વૈદ્ય ગર્ભાશયના રોગો, વંધ્યત્વ ના રોગો મટાડે છે.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)