Posts

Showing posts from February, 2020

કોરોના(COVID - 19)નું કારણ ધર્મ હાનિ

  કેન્સર ને કોરોના જેવા રોગો નો દિવસે ને દિવસે વિશ્વ માં વ્યાપ વધતો જ જાયછે. WHO   ના મુજબ તો હજુ આ શરુઆત છે , બધે જ ફેલાશે. જાગ્યા ત્યાર થી સવાર. હજુ વહેલું છે.   ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવવાની શરુઆત કરી દ્યો , અન્યથા આવી બન્યું.   આયુર્વેદ માં ચરક સંહિતા ના વિમાન સ્થાન ના જનપદોધ્વંસનીય અધ્યાય માં લખ્યું છે ......જ્યારે જ્યારે નેતા અધર્મ નુ આચરણ કરેછે ત્યારે સમાજ પણ તેનું અનુકરણ કરેછે ને અધર્મ આચરેછે , તેથી જલ , વાયુ બગડે છે અને માણસો ના સમૂહ નો નાશ થાયછે.   હિંસા અને માંસાહાર નું અતિસેવન.. અહિંસા એટલે પ્રેમ કરવો. તેના બદલે જ્યાં ધૃણા ને તિરસ્કાર નું વાતાવરણ જે જે લોકો ફેલાવે છે તે હિંસા કરેછે ને તેથી અધર્મ થાયછે.   માંસાહાર માં પણ જીવહિંસા જે થાયછે તેમાં પણ પશુઓ ના આક્રંદ થી વાયુ બગડે છે અને ભૂકંપ કે કોરોના જેવા માણસો ના સમૂહ ને નાશ કરનારા કારણો તૈયાર થાયછે તેવું આયુર્વેદ , રામાયણ અને આજનું research based science કહેછે તેવું કચ્છ ભૂકંપ સમયે જાહેર થયેલુ.   આજનો આપણો ખેડુત દેશી ગાય ના બદલે શંકર ગાયો( Hybrid) વધુ રાખીને વધુ દૂધ...

ટેસ્ટ માં બેસ્ટ.... "મધ"

મીઠું મધ જેવું છે... આ કહેવત જ કહેછે કે , મધ થી મીઠું કંઇ જ નહી. આદ્ય શંકરાચાર્ય ને તો જ્યાં કૃષ્ણપ્રભુ છે તે બધું જ મધુર લાગેછે.   મધુરાધિપતે: અખિલમ મધુરમ.   પરંતુ આપણા ખોટા વહેમ ના કારણે મધુમેહ ના દરદી ને મધ કડવું બનેછે , ખરેખર તો આચાર્ય સુશ્રુત તો મધુમેહ માં મધ ઔષધ છે તેમ કહેછે. પરંતુ તે મધ સાચું હોવું જોઇએ   અને સાચું હોવાની શંકા તો રહેવાની જ. આજના ભેળશેળીયા જમાના માં સાચું તો સોનુ કે પાણી પણ મુશ્કેલ બની ગયુ છે.   મધ એ આયુર્વેદ નું અનુપમ ઔષધ છે. જાહેરાતો માં અને કેટલાક તેને ખોરાક ની જેમ ઉપયોગ કરેછે.... તે ખોટું પણ નથી , જો તે પચે તો.   આજથી 4500 વર્ષ પહેલાં વિશ્વ માં સર્વત્ર વિખરાયેલા યહુદીઓ એક જ મંત્ર નું   સતત રટણ કરતા હતા કે , આપણે આવતા શનિવારે જેરુસલેમ માં   મળીશું.   આવો વિચાર કરતા રહીને 1948 માં સ્વતંત્ર રાષ્ટ્ર - ઇઝરાયલ ની   સ્થાપના કરી. આ 4500 વર્ષ થી રઝળતી પ્રજા નું   સૌ પ્રથમ નેતૃત્વ મોઝેઝે લીધું , જેઓ માત્ર મધ ને ખજૂર ઉપર જ જીવી ને સ્વતંત્રતા નો સંદેશ આપતા રહ્યા.. આજે પણ ઇઝરાયલ ના રાષ્ટ્રધ્વજ ઉપર મોઝેઝ નુ...

ઉટાંટીયા નું ઔષધ.... અંજીર

કફ હટાવે , લોહી વધારે , શક્તિ આપે , વાયુ ની સૂકી ખાંસી શમાવે છે અંજીર.   અંજીર ને અંગ્રેજી મા fig કહેછે. લેટિન માં ficus carica કહેછે.   સામાન્યત: ખાંસી માં કફ મુખ્ય કારણ હોયછે. બાળક ની પ્રકૃતિ કફ ની   હોયછે. તેથી બાળકો ને થતી ખાંસી માં અંજીર ફાયદો કરે તે સ્વાભાવિક છે , સાથે અંજીર લોહી વધારે છે , બળ આપેછે ને વાયુ શમાવે છે.   ઉટાંટીયું મોટાભાગે બાળકો ને જ વિશેષ થતો જોવા મળેછે. ઉટાંટીયું એકવખત થાય પછી ગમે તેટલી ભારે દવાઓ આપવામાં આવે છતાં તરત તે મટતું નથી. ઉટાંટીયું માં કુતરા ને થતી ખાંસી જેવી થતી હોવાથી તેને કુક્કુર ખાંસી પણ કહેછે. કુતરા પાસે રમતા બાળકો ને વિશેષ થાયછે તેવું માનવામાં આવેછે.   ઉટાંટીયા માં જ્યારે બાળક ખાંસી થી કણસે ત્યારે તેનું મોં લાલ થાયછે. અતિશય કણસે પછી માંડ માંડ થોડો સફેદ પરપોટા જેવો કફ બહાર આવેછે. આટલા માં તો બાળક થાકી જાયછે , વળી આ ખાંસી ચેપી પણ હોયછે. તેથી તાત્કાલિક મટાડવી જરુરી બનેછે. તે માટે અનુભવી વૈદ્ય નો તાત્કાલિક સંપર્ક કરવો જોઇએ.   વૈદ્ય આવા દરદી ને છાતી ઉપર હળવું માલિશ , શેક કરવાની ભલામણ કરશે , જરુર લાગે ત...

ખાંસી મટાડે ભોરીંગણી

  ઠંડી ની ઘટ - વધ શરુ થાય એટલે સૂર્ય ની ગરમી થી ચોંટી ગયેલો કફ પીગળે.   ઘર ઘર માં કફ ના રોગો - શરદી , ખાંસી , શ્વાસ , તાવ , ખંજવાળ , સોજા , પાક ,   ભૂખ ઓછી થવી , પાચન બગડે , હૃદય રોગ , થાક લાગવા ના રોગો થાય.   સ્વાઇન ફ્લુ , કોરોના વાયરસ ના રોગો એ શું છે ?. .. આ બધા રોગો ના કારણ માં   કફ જ   મુખ્ય કારણ છે.. ત્યારે કફ ને દૂર કરવા માટે પ્રભુ એ કેવી સરસ ઔષધી આપી છે ખબર છે ?.   કંટકારી એટલેકે ભોંયરીંગણી...   એ વન વગડા માં   સર્વત્ર ઉગતી એકદમ સુલભ ને ઉત્તમ ઔષધી છે. ➖ બરાબર રીંગણ જેવાજ દેખાતા નાના અને પાકા પીળા રંગ ના તેના ફળ. તેની ચારે બાજુ ને પાંદડા , ડાળી ઉપર પણ મોટા કાંટા. આ તેની ઓળખાણ. તે જમીન ઉપર પથરાયેલી હોય તે બેઠી ને ઊંચી વધી હોય તે ઉભી ભોરિંગણી. ➖ ઉભી ને બૃહતી પણ કહેછે. બેઠી ભોરિંગણી સર્વત્ર વગડાઉ જમીન ઉપર જોવા મળેછે.   આ છોડ જ્યાં   હોય ત્યાં તેની આજુબાજુ દુર્ગંધ રહેતી નથી તેથી તેનું એક નામ વ્યાઘ્રી છે.   કાસે તુ કંટકારી. કાસ એટલે ઉધરસ , ખાંસી. ઉધરસ મટાડવા માટે ભોંયરીંગણી   થી ઉત્તમ કોઇ ઔષધ ...