ટેસ્ટ માં બેસ્ટ.... "મધ"
મીઠું મધ જેવું છે... આ કહેવત જ કહેછે
કે, મધ થી મીઠું કંઇ જ નહી. આદ્ય શંકરાચાર્ય ને તો
જ્યાં કૃષ્ણપ્રભુ છે તે બધું જ મધુર લાગેછે.
મધુરાધિપતે: અખિલમ મધુરમ.
પરંતુ આપણા ખોટા વહેમ ના કારણે મધુમેહ ના દરદી ને મધ કડવું બનેછે,
ખરેખર તો આચાર્ય સુશ્રુત તો મધુમેહ માં મધ ઔષધ
છે તેમ કહેછે. પરંતુ તે મધ સાચું હોવું જોઇએ
અને સાચું હોવાની શંકા તો રહેવાની જ. આજના ભેળશેળીયા જમાના માં સાચું તો
સોનુ કે પાણી પણ મુશ્કેલ બની ગયુ છે.
મધ એ આયુર્વેદ નું અનુપમ ઔષધ છે. જાહેરાતો માં અને કેટલાક તેને ખોરાક
ની જેમ ઉપયોગ કરેછે.... તે ખોટું પણ નથી, જો તે પચે તો.
આજથી 4500 વર્ષ પહેલાં વિશ્વ માં સર્વત્ર
વિખરાયેલા યહુદીઓ એક જ મંત્ર નું સતત રટણ
કરતા હતા કે, આપણે આવતા શનિવારે જેરુસલેમ માં મળીશું. આવો વિચાર કરતા રહીને 1948 માં સ્વતંત્ર રાષ્ટ્ર - ઇઝરાયલ ની
સ્થાપના કરી. આ 4500 વર્ષ થી રઝળતી પ્રજા નું સૌ પ્રથમ નેતૃત્વ મોઝેઝે લીધું, જેઓ માત્ર મધ ને ખજૂર ઉપર જ જીવી ને સ્વતંત્રતા નો સંદેશ આપતા
રહ્યા.. આજે પણ ઇઝરાયલ ના રાષ્ટ્રધ્વજ ઉપર મોઝેઝ નું ચિત્ર અંકિત છે.
મધ ના સામાન્ય ગુણો:
મધ મધુર છે, તેમ તે તુરુ પણ છે. મધ ગુણ માં ઠંડુ છે તેમ મધમાખી ના ઝેર ના કારણે
ગરમ પણ છે. મધ થોડા પ્રમાણ મા લેવાય તો પચવામાં હલકું છે તેમ પાચન થી વધુ લેવાય તો
મધ થી વધુ ખરાબ અપચો કરનાર એક પણ દ્રવ્ય નથી.
મધ લુખું છે, ચીકણું નથી. મધ ભૂખ લગાડનાર છે,
સ્વર ને સારો કરેછે, બળ ને વધારે છે, વાજીકરણ ની શક્તિ આપેછે, કફ ને ઉખેડનાર છે, હૃદય ને હિતકારી છે, ભાંગેલા હાડકા ને સાંધનાર છે, વાગ્યા નો ઘા ચોખ્ખો કરનાર
ને રુઝવનાર છે, આંખ ને સ્વચ્છ કરેછે. મળ નુ શોષણ
કરેછે. શરીર માં સર્વત્ર પહોંચનાર છે, સુખ ને સંતોષ આપેછે. પિત્ત, કફ, પ્રમેહ, હેડકી, શ્વાસ, ખાંસી, ઝાડા, ઉલટી, તરસ, કૃમિ ના રોગો દૂર કરનાર છે. મધ વાયુ,
પિત્ત ને કફ એમ ત્રણેય દોષ નું શમન કરનાર છે.
મધ યોગવાહી છે. એટલેકે તે જેની સાથે ભળે તેના ગુણ વધારેછે. ઉદ્દીપક
જેવું નથી. પોતાના ગુણ જાળવી રાખી ને અન્ય ઔષધી ના ગુણ વધારે છે.
મધ ને ગરમ કરાય નહી કે ગરમ - ગરમ વસ્તુ કે ઔષધ સાથે મધ ને ભેળવાય
નહી.
નવું મધ : જેને મધપૂડા માં થી લીધા પછી
ઘણો કાળ ના થયો હોય એવું મધ શરીર ને પુષ્ટિ આપનારું છે, કફ ને અત્યંત તોડનારુ નથી અને મળ ની પ્રવૃતિ કરનારું છે, પેટ સાફ લાવનાર છે.
જૂનું મધ: જુનૂ મધ ચરબી ને કાઢનાર, ઓછી કરનાર છે. કફ ને અત્યંત ઉખેડનાર અને ઝાડા મટાડનાર બનેછે.
મધ - મધમાખી ના પ્રકાર ના આધારે આઠ પ્રકાર નુ હોયછે, તેમા તે તે મધમાખી ના ગુણ તેમા આવેછે.
પૌતિક, ભ્રામર, ક્ષૌદ્ર, માક્ષિક, છાત્ર, આધ્ય, ઔદાલક અને દાલ એમ આઠ જાતનું મધ થાયછે..
અત્યાર ના સમય માં મધ ઉછેર કરનારા લોકો ખેતર માં આવતા પાક અને તેના
ફુલ નો સમય ધ્યાન માં રાખીને તે તે સ્થાન માં મધપુડા ની પેટીઓ રાખેછે અને મધ
સંગ્રહીત કરીને આપણા સુધી પહોંચતું કરેછે.
આ વિષય ના નિષ્ણાત ચિંતન અંબાલાલ પટેલ, અમીરગઢ. સાથે વાત થયા પ્રમાણે સામાન્યત: મધમાખી ના સાત પ્રકાર છે.
જેમાં Apis melifera પ્રકાર ની એટલેકે માક્ષિક પ્રકાર ની મધમાખી
નું મધ મધપુડા દ્વારા એકત્ર કરવામાં આવેછે.
માક્ષિક મધમાખી નું મધ એ આઠેય પ્રકાર માં ઉત્તમ છે, પચવામા હલકું છે, લુખું હોવાથી કફ ને ખેંચી ને બહાર
કાઢેછે, શ્વાસરોગ ને મટાડવા માટે તે ઉત્તમ છે.
મધમાખી ની મધ ભેગું કરવાની કળા પણ સમજવા જેવી છે. તે 4000 થી 5000 ફુલો ઉપર જાય ત્યારે માંડ એકાદ ચમચી
મધ ભેગું કરેછે. તે ફુલ ઉપર બેસીને તેનો રસ ચુસેછે ત્યારે તે રસ તેના પેટ માં લઈ
જઈ તે અંદર- બહાર એમ વારંવાર ઘુમેડેછે ને ત્યારે તેના પેટ માં રહેલા એન્ઝાઇમ
ઉમેરેછે ને પછી આપણને ખાવાલાયક બનાવેછે.
આપણા માટે આટલી સખત મહેનત કરનાર મધમાખી પ્રત્યે માણસે કૃતજ્ઞતા
બતાવવી જ જોઇએ.
Comments
Post a Comment