ઉટાંટીયા નું ઔષધ.... અંજીર


કફ હટાવે, લોહી વધારે, શક્તિ આપે, વાયુ ની સૂકી ખાંસી શમાવે છે અંજીર.

 અંજીર ને અંગ્રેજી મા fig કહેછે. લેટિન માં ficus carica કહેછે.

 સામાન્યત: ખાંસી માં કફ મુખ્ય કારણ હોયછે. બાળક ની પ્રકૃતિ કફ ની  હોયછે. તેથી બાળકો ને થતી ખાંસી માં અંજીર ફાયદો કરે તે સ્વાભાવિક છે, સાથે અંજીર લોહી વધારે છે, બળ આપેછે ને વાયુ શમાવે છે.

 ઉટાંટીયું મોટાભાગે બાળકો ને જ વિશેષ થતો જોવા મળેછે. ઉટાંટીયું એકવખત થાય પછી ગમે તેટલી ભારે દવાઓ આપવામાં આવે છતાં તરત તે મટતું નથી. ઉટાંટીયું માં કુતરા ને થતી ખાંસી જેવી થતી હોવાથી તેને કુક્કુર ખાંસી પણ કહેછે. કુતરા પાસે રમતા બાળકો ને વિશેષ થાયછે તેવું માનવામાં આવેછે.

 ઉટાંટીયા માં જ્યારે બાળક ખાંસી થી કણસે ત્યારે તેનું મોં લાલ થાયછે. અતિશય કણસે પછી માંડ માંડ થોડો સફેદ પરપોટા જેવો કફ બહાર આવેછે. આટલા માં તો બાળક થાકી જાયછે, વળી આ ખાંસી ચેપી પણ હોયછે. તેથી તાત્કાલિક મટાડવી જરુરી બનેછે. તે માટે અનુભવી વૈદ્ય નો તાત્કાલિક સંપર્ક કરવો જોઇએ.

 વૈદ્ય આવા દરદી ને છાતી ઉપર હળવું માલિશ, શેક કરવાની ભલામણ કરશે, જરુર લાગે તો સુવર્ણ ભસ્મ થી યુક્ત શ્વાસકાસ ચિંતામણી જેવા મોંઘા ઔષધ આપી ને તથા ભારંગ્યાદિ નો ઉકાળો આપી ને તરતજ દર્દ દૂર કરશે. આયુર્વેદ માં  આવા અનેક ઇમરજન્સી માં ઉપયોગિ ઔષધો છે જે વૈદ્યો ઉપયોગ કરેછે.

 આયુર્વેદ ની દ્રષ્ટિએ અહી કફ ની સાથે વાયુ ભળવાથી અથવા એકલા વાયુ ની ખાંસી કહી શકાય. અમારા અનુભવ થી કહું તો.... વાયુ ની ખાંસી કે વાયુ સાથે રક્તદોષ થી થતી ખાંસી તો અમે કંટકારી ઘૃત કે વાસા ઘૃત થી સહેલાઇ થી મટાડીએ પરંતુ.... ઉટાંટીયા ની  ખાંસી માં સિધ્ધ ઘૃત કરતાં પણ અંજીર કે તમાકુ ની  દાંડલી ની રાખ ને મધ સાથે ચટાડવાથી વધુ સારુ પરીણામ આવ્યું છે.

 હવે, અંજીર વિષે થોડી વાત કરીએ...
બાળક નુ વજન વધારવા, સગર્ભાવસ્થા માં બાળક ના વિકાસ માટે છઠા- સાતમા મહિના દરમિયાન અંજીર નુ સેવન ઉપયોગી છે.અંજીર નું રાસાયણિક પૃથક્કરણ કરતાં  તેમાં કેલ્સિયમ નુ પ્રમાણ સારુ છે. તેમાં લોહ ને તામ્ર નુ પ્રમાણ વધુ છે. તેમાં જસત પણ છે. તેમાં વિટામિન એ, સી, બી તથા ડી  સારા પ્રમાણ માં છે. અંજીર માં શર્કરા નુ પ્રમાણ.. અન્ય સફરજન, દ્રાક્ષ, ખજૂર કરતાં પણ વધુ છે.

 અંજીર બળ આપનાર, પેશાબ છુટ થી લાવનાર, લોહી વધારનાર, વાળ વધારનાર, કફ ને વાયુ નો નાશ કરનાર છે. પચવામાં થોડા ભારે છે. તેથી તેને સૂંઠ, ગંઠોડા ને ઘી જેવા દ્રવ્યો સાથે વસાણા સ્વરુપે વધુ વપરાય છે.

અંજીર ને કૂટી ને તેનાથી સોળ ગણુ પાણી ઉમેરી ચોથા ભાગનું પાણી રહે ત્યાં સુધી ઉકાળીને, ગાળીને પીવાથી સૂકી ખાંસી- ઉટાંટીયા  માં ઉત્તમ રહેછે.

અંજીર, દ્રાક્ષ ને સૂંઠ સાથે લેવાથી પાચન સુધરે છે, પેટ સાફ રહેછે. શ્વેતપ્રદર - બહેનો ને શરીર ધોવાવા જેવી ફરિયાદ દૂર થાયછે. કમર નો દુખાવો મટે છે. શક્તિ આવેછે.

અંજીર ને દૂધ સાથે ઉકાળી ને લેવાથી તે દૂધ કફકારક બનતું નથી, વજન વધેછે, શક્તિ આવેછે, શરીર મા સ્નિગ્ધતા આવેછે, કેલ્સિયમ ની ઉણપ માં થતો સાંધા નો દુખાવો કે ઓસ્ટીઓપોરોસિસ માં  ઉપયોગી બનેછે. વધતી ઉમર માં સતત કામ કરનાર ને થતો વાયુ નો કે કમજોરી થી થતો સાંધા નો દુખાવો માં  અંજીર ઉપયોગી  છે.

અંજીર એ મૂળ આપણા દેશ નુ વતની નથી. મોગલો તેને અહી લાવ્યા છે. તેવું જ ખજૂર નું છે. ખજૂર પણ અંજ ખજૂર ને મધ ના આધારે જ જીવન જીવી ને યહુદી લોકો એ ઇઝરાઇલ રાષ્ટ્ર ની  સ્થાપના માટે સંઘર્ષ કર્યો  દુખાવો કે ઓસ્ટીઓપોરોસિસ માં  ઉપયોગી બનેછે. વધતી ઉમર માં સતત કામ કરનાર ને થતો વાયુ નો કે કમજોરી થી થતો સાંધા નો દુખાવો માં  અંજીર ઉપયોગી  છે.

ખજૂર પણ અંજીર જેવા જ ગુણ ધરાવેછે અને તે અંજીર કરતાં સસ્તું છે.

ઐતહાસિક જોઇએ તો લગભગ 4500 વર્ષ પહેલા ખજૂર ને મધ ના આધારે જ જીવન જીવી ને યહુદી લોકો એ ઇઝરાઇલ રાષ્ટ્ર ની  સ્થાપના માટે સંઘર્ષ કર્યો હતો.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)