કોરોના(COVID - 19)નું કારણ ધર્મ હાનિ
કેન્સર ને કોરોના જેવા રોગો નો દિવસે ને દિવસે વિશ્વ માં વ્યાપ વધતો
જ જાયછે. WHO ના મુજબ તો હજુ આ શરુઆત છે, બધે જ ફેલાશે.
જાગ્યા ત્યાર થી સવાર. હજુ વહેલું છે. ભારતીય
સંસ્કૃતિ પ્રમાણે જીવન જીવવાની શરુઆત કરી દ્યો, અન્યથા આવી બન્યું.
આયુર્વેદ માં ચરક સંહિતા ના વિમાન સ્થાન ના જનપદોધ્વંસનીય અધ્યાય માં
લખ્યું છે ......જ્યારે જ્યારે નેતા અધર્મ નુ આચરણ કરેછે ત્યારે સમાજ પણ તેનું
અનુકરણ કરેછે ને અધર્મ આચરેછે, તેથી જલ, વાયુ બગડે છે અને માણસો ના સમૂહ નો નાશ થાયછે.
હિંસા અને માંસાહાર નું અતિસેવન.. અહિંસા એટલે પ્રેમ કરવો. તેના બદલે જ્યાં ધૃણા ને તિરસ્કાર નું
વાતાવરણ જે જે લોકો ફેલાવે છે તે હિંસા કરેછે ને તેથી અધર્મ થાયછે.
માંસાહાર માં પણ જીવહિંસા જે થાયછે તેમાં પણ પશુઓ ના આક્રંદ થી વાયુ
બગડે છે અને ભૂકંપ કે કોરોના જેવા માણસો ના સમૂહ ને નાશ કરનારા કારણો તૈયાર થાયછે
તેવું આયુર્વેદ, રામાયણ અને આજનું research
based science કહેછે તેવું કચ્છ ભૂકંપ સમયે જાહેર થયેલુ.
આજનો આપણો ખેડુત દેશી ગાય ના બદલે શંકર ગાયો(Hybrid) વધુ રાખીને વધુ દૂધ ઉત્પાદન નો હેતુ રાખેછે આ ઉપરાંત વધારે પાક લેવા
માટે hybrid બિયારણ અને ઉપયોગ માં લેવાતી રસાયણીક
દવાઓ નો વધુ પડતો છંટકાવ. આ બધું કેન્સર થવા માટે ના કારણ છે.
આપણા રોજિંદા જીવન માં પણ સતત ક્યાંક
ને ક્યાંક હિંસા થતી હોય છે તેથી તો આપણા પૂર્વજો એ આપણને નાગદેવ ની પૂજા, કાચબા ની પૂજા, ગાય ને માતા
સમાન માનવી, સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા
ત્રિકાળ સંધ્યા ને યજ્ઞ કરવા ની વાત કરી.
તેથી મન મજબૂત થાય અને યજ્ઞ થી આસપાસ નુ વાતાવરણ શુધ્ધ થાય તો..
મન ના રોગો ને ચેપી રોગો થાય નહી.
કોરોના રોગ માં દરદી ને શરદી - શ્વાસ ના રોગો, ખાંસી અને તાવ જ મુખ્ય લક્ષણો છે, બે - ત્રણ વર્ષ પહેલા આવેલો સ્વાઇન ફ્લુ રોગ માં પણ આ જ લક્ષણો મુખ્ય
હતા. રોગ ને તેનો ફેલાવો કરનાર વાયરસ બદલાય છે પરંતુ તેના સામાન્ય લક્ષણો તો તે ના
તે જ છે.
અત્યારે વસંતઋતુ ની શરુઆત થઈ છે. વસંત માં કફ નો પ્રકોપ વિશેષ થાયછે.
ઋતુજન્ય રોગો ને દૂર કરવા આપણા ઋષિઓ એ
આપણને ઉત્સવો આપ્યા છે.
જેમકે.... શિવરાત્રિ માં જાગરણ, ઉપવાસ અને શેકેલા શક્કરીયા
ખાવા. પછી આવશે હોળી ને ધુળેટી.. તે દિવસો માં વ્યાયામ, હરિફાઇ, રમત, ગમ્મત કરવી ને.. ખજૂર,
ધાણી, ચણા નું સેવન વધુ કરવું.... આમ કરવાથી ઋતુજન્ય રોગ થશે
નહી ને સ્વાસ્થ્ય જળવાઇ રહેશે.
કોરોના જેવા રોગ ની તકેદારી માટે... શાકાહારી બનવું જોઈએ, સર્વ રસ નું સેવન અતિ આવશ્યક છે, મંત્ર - માળા - ઉપાસના - ધ્યાન નું દરરોજ સેવન કરવું જોઈએ, સુદર્શન ઘનવટી, ગળો ઘનવટી કે ગળો નો ઉકાળો, તુલસી, અરડૂશી, કાળામરી, ભોંયરીંગણી નો વૈદ્ય ની સલાહ થી ઉપયોગ
કરી શકાય.
જેમ ગુગળ ના ધૂપ થી મચ્છર દૂર થાયછે તેમ તે તે પ્રકાર ના વાયરસ જન્ય
રોગો પણ ધૂપ થી દૂર થાયછે. (શુશ્રુત સંહિતા માં જણાવ્યા પ્રમાણે રક્ષોધ્ન કર્મ
દરરોજ કરવું જોઈએ) વાયરસ જન્ય રોગો ને માટે આયુર્વેદ માં ગ્રહજન્ય રોગો તેવો શબ્દ
ઉપયોગ કર્યો છે.
ગ્રહજન્ય રોગો ની સારવાર માં
સુવર્ણભસ્મ.. મધ ને ઘી સાથે ચાટવી જોઇએ..
જે વૈદ્ય ની સલાહ થી જ લેવી.
જો ચીન કે આપણી સરકાર આ રોગ
ને કાબુ માં લેવા કે મટાડવા માટે અનુભવી ને નિષ્ણાત વૈદ્ય ના માર્ગદર્શન થી સુવર્ણભસ્મ
નો ઉપયોગ કરશે તો ચોક્કસ ઉત્તમ પરીણામ પ્રાપ્ત કરી શકશે.
Comments
Post a Comment