ખાંસી મટાડે ભોરીંગણી


 ઠંડી ની ઘટ - વધ શરુ થાય એટલે સૂર્ય ની ગરમી થી ચોંટી ગયેલો કફ પીગળે.  ઘર ઘર માં કફ ના રોગો - શરદી, ખાંસી, શ્વાસ, તાવ, ખંજવાળ, સોજા, પાક,  ભૂખ ઓછી થવી, પાચન બગડે, હૃદય રોગ, થાક લાગવા ના રોગો થાય.

 સ્વાઇન ફ્લુ, કોરોના વાયરસ ના રોગો એ શું છે?. .. આ બધા રોગો ના કારણ માં  કફ જ  મુખ્ય કારણ છે.. ત્યારે કફ ને દૂર કરવા માટે પ્રભુ એ કેવી સરસ ઔષધી આપી છે ખબર છે?.

 કંટકારી એટલેકે ભોંયરીંગણી...  એ વન વગડા માં  સર્વત્ર ઉગતી એકદમ સુલભ ને ઉત્તમ ઔષધી છે.

બરાબર રીંગણ જેવાજ દેખાતા નાના અને પાકા પીળા રંગ ના તેના ફળ. તેની ચારે બાજુ ને પાંદડા, ડાળી ઉપર પણ મોટા કાંટા. આ તેની ઓળખાણ. તે જમીન ઉપર પથરાયેલી હોય તે બેઠી ને ઊંચી વધી હોય તે ઉભી ભોરિંગણી.
ઉભી ને બૃહતી પણ કહેછે. બેઠી ભોરિંગણી સર્વત્ર વગડાઉ જમીન ઉપર જોવા મળેછે.

 આ છોડ જ્યાં  હોય ત્યાં તેની આજુબાજુ દુર્ગંધ રહેતી નથી તેથી તેનું એક નામ વ્યાઘ્રી છે.

 કાસે તુ કંટકારી. કાસ એટલે ઉધરસ, ખાંસી. ઉધરસ મટાડવા માટે ભોંયરીંગણી  થી ઉત્તમ કોઇ ઔષધ નથી એમ કહીએ તો કશુંજ ખોટુ નથી.

 ઉધરસ ઉપરાંત શ્વાસરોગ, છાતી નો દુ:ખાવો, હેડકી, શીળસ, પેશાબ ની અટકાવત, તાવ, હૃદયરોગ, શરદી, અપચો, કબજિયાત, મંદાગ્નિ, કરમિયા, સોજા, સાદ બેસી જવો, ઉલટી, ક્ષય, દાઢ નો દુ:ખાવો મટાડે છે.

 આ છોડ ના બધાજ અંગ ઉપયોગી છે. તેના કેટલાક ઘરેલું ઉપયોગો ચાલો જાણી લઈએ.

1,  સ્વરસ: ભોરિંગણી ને લસોટીને કે તેનો પુટપાક પધ્ધતિ થી રસ કાઢી ને મધ સાથે  સવારે - સાંજે પીવાથી ઉધરસ, ઉટાંટિયો, શરદી, પેશાબ ની અટકાવ, કબજિયાત માં ફાયદો થાયછે. બાળક ને બે થી ત્રણ ચમચી ને મોટા ને 50 મી.લી ની માત્રા માં લઈ શકાય.

આ જ સ્વરસ મધ સાથે માથા માં ઘસવાથી વાળ ઉગી શકેછે.

તેના મૂળ નો રસ સહેજ ગરમ કરીને આંખ માં ટીંપા નાખવાથી આંખ દુ:ખવા આવી હોય તો મટે છે. આંખ ના સર્જન ની  સલાહ લેવી.

2, ઉકાળો : ભોરિંગણી ના પંચાગ ના ઉકાળા માં મગ પકાવી ને તેમાં આમળાં નું ચૂર્ણ ઉમેરી ને ખાવાથી બધાજ પ્રકાર ની ખાંસી મટેછે. પેટ સાફ થાયછે. વાછૂટ થાયછે.

મૂળ નો ઉકાળો પીવાથી તરસ છીપાય છે.

3. ચૂર્ણ : ભોંયરીંગણી ના મૂળ નું ચૂર્ણ છાસ કે દહી સાથે પીવાથી પથરી નિકળે છે.
  ...મૂળ નું ચૂર્ણ હિંગ ને મધ સાથે મિલાવી ને ચાટવાથી શ્વાસરોગ કાબુ માં આવી જાયછે.
..તેના ફૂલ નું ચૂર્ણ બાળક ને મધ સાથે ચટાડવુ. જૂની ખાંસી પણ તેનાથી મટશે.

4. ભોંયરીંગણી, જીરુ ને આમળાં નો ઉકાળો પીવાથી શ્વાસરોગ માં ઇમરજન્સી માં પણ અક્સીર પરીણામ મળેછે.

5. દાઢ ના દુ:ખાવા માં  તેના બીજ નો ધુમાડો મોઢા માં જવા દેવાથી જીવતા કૃમિ બહાર  આવેછે. દુખાવો મટેછે.  આમ, વૈદ્ય શોભન અવાર નવાર કહેતા.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)