સહુ નો સાથ, કોરોના નો નાશ
મહામારી - કોરોના , આ મારક વ્યાધિ જરુર છે પરંતુ તેની સામે આપણે સૌએ સાથે મળીને પ્રતિકાર કરીશું તો ચોક્કસ તેનો નાશ કરી શકીશું. સાથે મળીને , પવિત્ર ભાવના થી , સૌના હિત માટે , ભારતમાતા ની સેવા ની ભાવના થી કોઇપણ કામ કરીએ તો તે યજ્ઞ બની જાય. સૌ પોતાને આ રોગ ને નાથવા માટે ના યજ્ઞ નો જવાબદાર સમજે અને સરકાર દ્વારા અપાતી પ્રત્યેક સુચના નું બરાબર પાલન કરે. સૌ પોતાના ઘરે દરરોજ તુલસી , આદું , હળદર , લીમડો , કાળામરી , ગોળ સાથે નો ઉકાળો દરરોજ પીવાનું રાખે. સુદર્શન , દશમૂલ , પથ્યાદિ , ભારંગ્યાદિ માં થી કોઇપણ એક અથવા તેમાં થી કોઇપણ ભેગા કરીને તેનો ઉકાળો સવારે ને સાંજે 15 થી 40 મી.લી જેટલો વૈદ્ય ના માર્ગદર્શન થી લઈ શકાય. ઉકાળો બનાવવાની વિધિ : ઉપર બતાવેલ ઔષધી નો ભૂકો 10 ગ્રામ + લીમડો , તુલસી , આદું ને કાળામરી 10 ગ્રામ તેમાં 10 ગ્રામ ગોળ. આ મિશ્રણ ને 500 મી.લી. પાણી સાથે સ્ટીલ ના વાસણ માં ઉકાળવું 125 મી.લી રહે ત્યાં સુધી ઉકાળી , ગાળી , ઠારી ને નાના બાળક ને 15 મી.લી ને મોટી વ્યક્તિ ને 40 મી.લી પીવો. સવારે ને સાંજ...