આંખ ને વાળ માટે... સપ્તામૃત
આંખ ના નંબર થી સૌ પરેશાન. નાના બાળક ને જ્યારે નંબર આવે ત્યારે તો ઘર ના
સભ્યો ને તેના ભવિષ્ય ની ચિંતા સતાવે પરંતુ કરે પણ શું?. તેનો કોઇ ઉપાય જ કોઇને મળતો નથી ને!!!
ડુબતા ને જેમ તરણા માં આશા દેખાય તેમ વિચારી ને પણ આયુર્વેદ ના ઔષધ ને અનુભવી વૈદ્ય ની સલાહ ઉપયોગી બનેછે.
આ ઔષધ થી નંબર જાય જ તેવી કોઇ ખાત્રી નથી કારણ કે દરેક રોગ ના કારણો
વ્યક્તિ પ્રમાણે અલગ - અલગ હોય તેમ ઉપચાર પણ અલગ થાય તેથી વૈદ્ય નું માર્ગદર્શન
જરુરી છે.
આંખ માટે :
આંખે અંધારા આવવા, ઓછું દેખાવું, ચશ્મા ના નંબર વધવા માં આ ઔષધ ઉત્તમ
છે. આ ઔષધ ના સેવન થી આંખો નુ તેજ વધેછે, આંખો ની નબળાઇ દૂર થાયછે.
વાળ માટે:
વાળ એ
અસ્થિ ધાતુ માં થી બનેછે. જેમની સાતેય ધાતુ પુષ્ટ હશે, ચિંતા મુક્ત જીવન હશે, મન પ્રસન્ન હશે
તેમના વાળ સુંદર, ઘટ્ટ, જાડા, મુલાયમ, લાંબા હશે.
સૌંદર્ય ની ભાષા માં કહેવું હોય તો... જે છોકરી ના વાળ લાંબા,
સુંદર, મુલાયમ, ઘટ્ટ ને કાળા હશે તેનું મન પ્રસન્ન હશે, તે શાંત હશે, હોશિયાર ને બુધ્ધિશાળી હશે... તેથી જ
તેવી છોકરી વધુ સૌંદર્યવાન દેખાતી હશે.... પ્રત્યેકે સૌંદર્યવાન દેખાવા માટે
પ્રયત્ન કરવો જ જોઇએ કારણકે આપણા કૃષ્ણ ને રામપ્રભુ ને સીતામાતા એ સૌંદર્ય ની ખાણ છે.
સપ્તામૃતલોહ બનાવવા ની પધ્ધતિ.:
હરડે, બહેડા, આમળાં, તજ, ઇલાયચી, જેઠીમધ નું ચૂર્ણ અને લોહભસ્મ... આ સાતેય ચીજ સરખા પ્રમાણ મા લેવી તે
સપ્તામૃતલોહ.
લેવાની પધ્ધતિ :
એક ગ્રામ ઔષધી, ત્રણ ગ્રામ ગાય નું ઘી અથવા વૈદ્ય ની સલાહ થી ઔષધ યુક્ત ઘી સાથે, છ ગ્રામ મધ સાથે દિવસ માં બે વખત
ચાટવું ને ઉપર ગાય નું દૂધ પીવું.
ઔષધ પરિચય:
હરડે, બહેડા અને આમળાં:
આ મિશ્રણ ને ત્રિફળા કહેછે. આ ઉત્તમ રસાયન
છે. સાતેય ધાતુઓ વધારનાર છે. કફ ને પિત્ત નો નાશ કરેછે, ખાંસી મટાડે, પ્રમેહ ને ચામડી ના રોગ મટાડે છે, મળ સાફ લાવેછે, આંખ ને હિતકારી છે, ભૂખ લગાડે છે, ખોરાક પ્રતિ રુચિ ઉપજાવેછે, વિષમજ્વર નો નાશ કરેછે, અપાન વાયુ ને
બહાર કાઢેછે, તાવ, અર્શ- મસા, પેટ, પેડુ, પેશાબ ના રોગો મટાડે છે.
જેઠીમધ નું ચૂર્ણ:
જેઠીમધ નું લાકડુ, ચૂર્ણ, શીરો, ઘનવટી બજાર માં છુટ થી મળેછે. લોકો કંઠ સુધારવા તેનો વધુ ઉપયોગ
કરેછે.
જેઠીમધ ઠંડુ છે, મીઠું છે, પચવામાં ભારેછે, આંખ માટે હિતકારી છે, બળ ને વર્ણ માટે ઉત્તમ છે, સ્નિગ્ધ છે,
ધાતુ વધારે છે, વાળ ને કંઠ માટે તે ઉત્તમ છે, પિત્ત, વાયુ, લોહી નો બગાડ, ચામડી ના રોગો, ખંજવાળ, વ્રણ, સોજા, તરસ, બેચેની તથા ક્ષય ને મટાડે છે.
તજ :
તજ માં ઉત્તમ પાતળી તજ. તે સ્વાદ માં
મધુર, કડવી, તીખી, સુગંધી, વીર્ય વધારનાર, વર્ણ ને સારો કરનાર તથા વાયુ, પિત્ત, મોઢાં નો શોષ તથા તરસ ને મટાડે છે.
એલચી:
નાની એલચી રસ માં તીખી, ઠંડી, હલકી અને વાયુ, કફ, શ્વાસ, ઉધરસ, મસા તથા પેશાબ નો અટકાવ મટાડનાર છે
જ્યારે મોટી એલચી ગરમ છે.
લોહભસ્મ:
લોહભસ્મ ને કુંવારપાઠા ના રસ માં ભાવના
આપી, ઘૂંટી, ટીકડીઓ બનાવી,
અગ્નિ માં પુટ આપવામાં આવે અને આવી રીતે
વારંવાર વધુ ને વધુ પુટ આપ્યા બાદ બરાબર ઘૂંટી પાણી મા તરે તેવી, આંગળી ની રેખા માં ચોંટી જાય તેવી બને તે સાચી લોહભસ્મ.
➖ આ લોહભસ્મ
નપુંસકતા, શીઘ્રપતન, સ્વપ્નદોષ, મુત્રવિકારો, પાંડુ- લોહી ઓછું હોય તે અને શારીરિક નિર્બળતા ને દૂર કરવામાં ઉત્તમ
છે. ઉપરાંત મા યકૃતવૃધ્ધિ, પ્લિહાવૃધ્ધિ, આમાશયવૃધ્ધિ પણ લોહભસ્મ થી દૂર થાયછે. તેનો રક્તધાતુ ઉપર વિશેષ પ્રભાવ પડેછે જેથી પાંડુ
મટેછે.
આ સાતેય ધાતુઓ નું મિશ્રણ એટલે આપણું સપ્તામૃતલોહ જે ઉત્તમ રસાયણ છે.
આ યોગ સૌમ્ય અને શ્રેષ્ઠ છે.
વાય, પિત્ત અને કફ એમ ત્રણેય પ્રકૃતિ ના લોકો ને
માફક આવે તેવો છે. રોગ ને પ્રકૃતિ પ્રમાણે યોગ્ય માત્રા માં એકાદ વર્ષ ઓછા મા ઓછું
સેવન કરાય તો તે રસ, લોહી આદિ સાતેય ધાતુઓ ને બળવાન બનાવી
ને શરીર ને તેજપુંજ સમાન બનાવે છે. આનાથી
પાચનક્રિયા સારી થાયછે, માથું, વાળ, આંખ, કાન, નાક, કંઠ ને બળ આપેછે. આ યોગ
રસાયન હોવાથી સંપૂર્ણ શરીર માટે હિતકારી છે છતાં નેત્ર જ્યોતિ વધારવા માટે વિશેષ
છે.
જેમની આંખો માં બળતરા, ખંજવાળ આવતી હોય, દ્રષ્ટિ ઓછી થઈ હોય, લાલાશ રહે, રતાંધતણાપણું હોય, મોતિયા ની શરુઆત હોય તેના માટે આ ઘણું
ઉપયોગી છે.
હા.... દરદી એ આ બધા લાભ લેવા સંયમ પાળવો, વૈદ્ય ની સલાહ થી યોગ્ય ચરી પાળવી ને જરુર લાગે તો તર્પણ કરાવવું,
તમાકુ જેવા વ્યસન છોડવા, કબજિયાત રહેવા દેવી નહી, મોતિયા ના દરદી
એ પ્રકાશ થી દૂર રહેવું...
Comments
Post a Comment