સહુ નો સાથ, કોરોના નો નાશ


મહામારી - કોરોના,  આ મારક વ્યાધિ જરુર છે પરંતુ તેની સામે આપણે સૌએ સાથે મળીને પ્રતિકાર કરીશું તો ચોક્કસ તેનો નાશ કરી શકીશું.

 સાથે મળીને, પવિત્ર ભાવના થી, સૌના હિત માટે, ભારતમાતા ની સેવા ની ભાવના થી કોઇપણ કામ કરીએ તો તે યજ્ઞ બની જાય.

  સૌ પોતાને આ રોગ ને નાથવા માટે ના યજ્ઞ નો જવાબદાર સમજે અને સરકાર  દ્વારા અપાતી પ્રત્યેક સુચના નું બરાબર પાલન કરે.

 સૌ પોતાના ઘરે દરરોજ તુલસી, આદું, હળદર, લીમડો,  કાળામરી, ગોળ સાથે નો ઉકાળો દરરોજ પીવાનું રાખે.

 સુદર્શન, દશમૂલ, પથ્યાદિ, ભારંગ્યાદિ માં થી કોઇપણ એક અથવા તેમાં થી કોઇપણ ભેગા કરીને તેનો ઉકાળો સવારે ને સાંજે 15 થી 40 મી.લી જેટલો વૈદ્ય ના માર્ગદર્શન થી લઈ શકાય.

 ઉકાળો બનાવવાની વિધિ :
ઉપર બતાવેલ ઔષધી નો ભૂકો 10 ગ્રામ + લીમડો, તુલસી,આદું ને કાળામરી 10 ગ્રામ તેમાં 10 ગ્રામ ગોળ.  આ મિશ્રણ ને 500 મી.લી. પાણી સાથે સ્ટીલ ના વાસણ માં ઉકાળવું 125 મી.લી રહે ત્યાં સુધી ઉકાળી, ગાળી, ઠારી ને નાના બાળક ને 15 મી.લી ને મોટી વ્યક્તિ ને 40 મી.લી પીવો. સવારે ને સાંજે અલગ - અલગ ઉકાળો બનાવવો.

 આયુર્વેદ - સુશ્રુત સંહિતા માં  ચેપી રોગો ફેલાય નહી તે માટે કાળજી લેવા માટે ની સરસ વાત લખી છે.....
प्रसंगात् गात्रसंस्पशाॅत् नि:श्र्वासात् सह भोजनात्।
सह शय्यासनाच्चापि वस्त्रमाल्यानुलेपनात्।।
कुष्ठं ज्वरश्च शोषश्च नेत्राभिष्यन्द एव च।
औपसगिॅक रोगाश्च संक्रामन्ति नरान्नरम्।।

 ભાષાંતર :
કુષ્ઠ ( તમાં ચામડી ના રોગો), તાવ, શોષ (ટી.બી), નેત્રાભિશ્યંદ - આંખો આવવી આ બધાજ સન્ક્રામક - ચેપી રોગો છે કે જે એક થી બીજામાં  ફેલાય છે. આ રોગો ફેલાવાના કારણો આ પ્રકારે છે.. 1, જાતિય સંબંધ થી. 2, શરીર સ્પર્શ થી. 3, ઉચ્છવાસ થી. 4,  સાથે ભોજન કરવાથી કે એઠુ ખાવાથી. 5, સાથે સૂઇ રહેવાથી. 6, એકબીજાના વસ્ત્રો, માળા પહેરવાથી.... ચેપી રોગો ફેલાય છે.

 આપણે આ આયુર્વેદ ના સિધ્ધાંતો નું અનુસરણ કરવાથી અને
- ઉપરાંત માં 20 સેકન્ડ સુધી વારંવાર હાથ  ધોવાથી,
- હાથ નહી મિલાવતા નમસ્તે થી સંબંધ બનાવવાથી,
- મારક વ્યાધિ થી બચવા કોઇપણ થી ઓછાં માં ઓછું એક મિટર નુ અંતર રાખવાથી ચેપ થી બચી શકાય છે.
- દરરોજ બંને નાક માં ગાય ના ઘી ના બે થી ત્રણ ટીંપા દિવસ માં એક થી બે વખત અચૂક નાખવા
- મીઠા ના પાણી ના કોગળા સવારે ને રાત્રે કરવા.

 અત્યારે વસંત ઋતુ ચાલેછે ત્યારે કફ ના દરદી એ વિશેષ સાચવવું. કોરોના માં વિશેષ કફ  સાથે રક્ત દોષ નુ પ્રાધાન્ય જોવા મળેછે ત્યારે તે ધ્યાન મા રાખીને...

 ગરમ ને તાજો ખોરાક જ ખાવો. વધુ પ્રમાણ મા નમક, દહી, અડદ, માંસાહાર, મિઠાઇ, દિવસ ની ઊંઘ, અડદ ની બનાવટ એટલે બધું જ જંક ફુડ અને દાબેલી, ઢોંસા, ઇડલી જેવા ખોરાક થી દૂર રહેવું. 
તેમજ રોગપ્રતિકાર શક્તિ ઘટાડે તેવા આહાર - વિહાર થી દૂર રહેવું... જેમકે.. દારુ, તમાકુ, તડકા મા ફરવુ, સમૂહ મા ફરવુ, વધુ ભૂખ્યા રહેવું કે વધુ ખાવું, રાત્રી ભોજન કરવું... આ બધું કરવું નહી.

 દરરોજ પથ્ય આહાર - વિહાર નુ સેવન કરનાર, જોઇ વિચારી ને કામ કરનાર, ઇન્દ્રિયો ના વિષયો ઉપર આસક્તિ નહી રાખનાર, દાન આપનાર, સર્વ ને સમાન ગણનાર, સત્યનિષ્ઠ, ક્ષમા આપનાર અને આપ્તજન ની સેવા કરનાર માણસ  નિરોગી રહેછે.

 ટૂંક માં સમજવું હોય તો જૈન સાધુ જેવુ જીવન જીવવા થી કોરોના જેવા વ્યાધિ ને આપણે સૌ સાથે મળીને હટાવી શકીશું..

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)