ચાલો... વસંત માં વિહાર કરીએ!
તુલસીકૃત રામાયણ માં વર્ણન છે કે શિવજી
નો તપોભંગ કરાવવા માટે આબાલ વૃધ્ધ સૌને મોહિત કરનાર કામદેવે વસંત ની રચના કરી. સૃષ્ટિ ની સુંદર સજાવટ કરી, પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી, તેને જોઇ મોર,
પોપટ, કાબર, કોયલ નાચવા લાગ્યા, જંગલો માં તો જાણે પોપટ નુ સામ્રાજ્ય
ઉભું થયુ - પોપટ ખુદ ભૂલો પડી જાય કે અહી મારી ચાંચ ક્યાથી આવી તેવા કેસુડા સૌનું
મીઠું, મધુરુ હસતાં - હસતાં સ્વાગત કરે ત્યારે કહો જોઇ,
કોણ દિલ થી ખુશ થયા વિના રહી જાય ?
શિવ બનવુ હોય તો કામ ને બાળો:
દિવસે ગરમી ને રાત્રે ઠંડી, ઠંડો ગુલાબી પવન ફુંકાતો હોય ને લગ્ન ની શરણાઇઓ ના સુર ચારેબાજુ
સંભળાતા હોય, અવનવું ચટાકેદાર ખાવાનું મન થતું હોય,
ગલ્યુ, ખાટુ, ખારુ ને ઠંડુ ખાવાનું મન થતું હોય ત્યારે ખોરાક ઉપર નો સંયમ રાખવો
ઘણો અધરો બની જાય ત્યારે જાતિય સંયમ નું તો પૂછવું જ શું?
શિવ નો તપોભંગ કરવા આવેલા કામદેવે વસંત નું સર્જન કર્યુ ત્યારે શિવ ની જેમ જ્ઞાન નું ત્રીજુ લોચન ખોલીને કામ
ને બાળવો જ પડે અન્યથા શિવ થવાય નહી.
વસંત માં કફ નો પ્રકોપ: આખા વર્ષ મા સૌથી વધુ કફ નો પ્રકોપ વસંત ઋતુ
માં થાયછે. હેમંતઋતુ માં કફ ચોંટી જાયછે. જે વસંત ઋતુ ની ગરમી માં પીગળી ને શરદી, ખાંસી, ખંજવાળ, સોજા, શ્વાસરોગ, ખોડો, ક્ષય, આળસ, અપચો, તમામ ચામડી ના રોગો હોય તેને વધેછે ને
ના હોય તેને થવાની શક્યતા રહેછે. ... તેથી... વસંતઋતુ માં કફ ના રોગો થાય નહી તે
માટે તેની અગમચેતી સ્વરુપે આયુર્વેદ ના આચાર્યો ઍ અનુભવી વૈદ્ય પાસે વિધિવત વમન
કરાવવા નુ સુચવ્યું છે. અને "ઓકી દાતણ જે કરે" તે કહેવત પણ વસંતઋતુ માટે જ શરદી, કફ ના રોગો ને ખેંચી ને બહાર કાઢવાની ઘરેલું ઉપચાર માટે આવીછે.
વસંત માં આહાર- વિહાર : ઓછું
ભોજન, ઝડપ થી પચી જાય તેવું હળવું ભોજન લેવું,
ચૈત્રી નવરાત્રિ માં ઉપવાસ ને લીમડા ના મોર ના રસ નુ સેવન, અધિક વ્યાયામ, ખજૂર, ધાણી, ચણા, બાજરી, મગ, મધ, મઠ, મકાઇ, મમરા, મસૂર, જીરુ- મરી નાખેલી છાસ, મેથી, દૂધી, કારેલા, પરવળ, નાના રીંગણ, સુરણ, ગાજર, દાડમ, લીંબુ, મરી, આદું, સૂંઠ, હિંગ, દિવેલ, હરડે, ત્રિફળા, લીંડીપીપર.... આ બધા જ આહાર દ્રવ્યો એ કફ ને મટાડનારા ઔષધો છે તે
સમજો.
➖ સાથે ભેંસ નુ
દૂધ, દહી, ડુંગળી, અડદ, ઠંડુ પાણી, ઠંડા પીણા, મિઠાઇ, દિવસ ની ઊંઘ, નમક, શેરડી નો રસ, નવો ગોળ, ખાંડ, તલ આ બધું જ કફ કરનાર હોવાથી શક્યત:
સેવન કરવું નહી. શક્યત: એટલા માટે કે બિમાર વ્યક્તિ એ તે પ્રમાણે કડક ચરી પાળવી
પરંતુ વ્યાયામ કરનાર ને સ્વસ્થ વ્યક્તિ ઓછી ચરી પાળે તો ચાલે.
પ્રમેહ - મધુમેહ રોગ ની ઘણું કરીને શરુઆત આ ઋતુ માં વિશેષ થાયછે અને જેમને
પ્રમેહ છે તેમને વિશેષ સાચવવું.
છેલ્લે....
ગળ્યું, ખાટું, ખારુ, ઠંડુ, ચીકાશવાળુ અને પચવામાં ભારે અન્નપાન, દિવસ ની ઊંઘ .... આ બધાનું
બુધ્ધિશાળી માણસે વસંતઋતુ માં સેવન કરવું નહી.
Comments
Post a Comment