હોળી આવી, કોરોના નો ઉપાય લાવી


 ધરતી ઉપર ભગવાન નુ નામ ને તેની ભક્તિ ના માધ્યમ થકી નંદનવન સર્જવા ની કલ્પના કરનાર પ્રહ્લાદ ને મારી નાખવાનું  આયોજન થયું તે હોલિકા દહન અને તે નિષ્ફળ બન્યો ને પ્રહલાદ ને જીવન મળ્યું તેની ખુશાલી એટલે ધુળેટી નો તહેવાર.

 આપણા જીવન માં પણ રાગ, દ્વેષ, રોગો નું નિંદામણ કરવા માટે, કોરોના જેવા રોગો આવે જ નહી તે માટે-- બધાજ રોગો નું કારણ એવા મંદાગ્નિ ને દૂર કરવા ને અગ્નિ ને પ્રજ્વલિત કરવા, હતાશા, નિરાશા ને માનસિક થાક દૂર કરવા ઇશ્વર ઉપર ની શ્રધ્ધા ને ભક્તિ દ્વારા જીવન સ્વસ્થ ને પ્રસન્ન બનાવવા નો પ્રયત્ન આ હોળી ને ધુળેટી ના ઉત્સવ દ્વારા થાય તે જરુરી છે.

 કોરોના વ્યાધિ આપણી આસપાસ આવી ગયો. ત્યારે હોળી ઉત્સવ તેનો ઉપચાર સુચવેછે. રાત્રે જ્યારે શેરી માં  ને કોમન પ્લોટ માં હોળી પ્રગટાવાય ત્યારે હોળી ના અગ્નિ માં આપણે  ધાણી, ખજુર ને શ્રીફળ તેમાં પધરાવીએ છીએ તેની સાથે હળદર, કપૂર, ગુગળ, લિંબડો પણ જો હોળી ના અગ્નિ માં પધરાવીશુ તો... કોરોના જેવા ચેપી ને માણસો ના સમૂહ નો નાશ કરનારા રોગો ને આપણે નાથી શકીશું.

 મંદિરો માં આરતી સમયે સવારે ને સાંજે આપણે ઢોલ, નગારા આપણે બજાવીએ છીએ, શાળાઓ માં પિરિયડ પુરો થાય ત્યારે ઘંટ Bell વગાડવામાં આવેછે ત્યારે આ રોગ ને કાબુ મા લેવા ઢોલ - નગારા કે Bell ઉપર કે જેના ઉપર સોટી થી બજાવવા માં આવેછે ત્યાં... કપૂર, હળદર, લિંબડો, ગુગળ નો લેપ કરી ને પછી બજાવવા થી તેની રજકણો ચારેબાજુ ફેલાઇ જશે અને ચેપી રોગ ના જીવાણુ ને મારી હટાવશે  તેવું આયુર્વેદ ના કાશ્યપ સંહિતા મા લખ્યું છે. સાથે સૌ એ પોતાના ઘર માં ઘી સાથે ગુગળ નો ધૂપ કરવો.

 ખોરાક માં દૂધ, ખાંડ, મિઠાઇ, અડદ, ઠંડુ પાણી, ઠંડા પીણા, દિવસ ની ઊંઘ છોડી દઈને આદું, મરી, હળદર, મગ, મધ, લસણ નો ઉપયોગ વધુ કરવાથી ચેપી ને કફજન્ય રોગો થશે નહી.

 મોંઢા ઉપર માસ્ક બાંધવો, હાથ વારંવાર ધોવા, હાથ  મિલાવવા નહી, પરસ્પર નમસ્તે કરવું, શાકાહારી જ ખોરાક નું  સેવન કરવું.... આ બધી જ પધ્ધતિ યોગ્ય જ છે. રોગ ને સંક્રમિત થતો અટકાવવા માટે આ જરુરી છે જેનો આયુર્વેદ માં સુશ્રુત સંહિતા માં ઉલ્લેખ જોવા મળેછે.

 આપણી જીવન પધ્ધતિ જ્યારે વધુ પડતી આધુનિક બનેછે ને આદર્શ આયુર્વેદ કે જૈન આહાર - વિહાર પધ્ધતિ ભૂલાઇ છે ત્યારે ડેન્ગ્યુ, સ્વાઇન ફ્લ્યુ, કોરોના, ચિકનગુનિયા, હૃદયરોગ જેવા રોગો આવેછે... ખરેખર તો આપણે આપણી જૂની પરંપરા, જૈન આહાર - વિહાર, આયુર્વેદ જીવન શૈલી તરફ પાછા આવીએ તો પણ  તે ઉત્તમ સારવાર છે.

 સાથે રોગપ્રતિકાર શક્તિ ઉત્તમ પ્રકાર ની હશે તો આ કે અન્ય કોઇપણ વ્યાધિ ઝડપ થી થશે નહી, અને થયા હશે તો ઝડપ થી મટી જશે.

 રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે... ચ્યવનપ્રાશ, ગળો, આમળાં, હળદર, અશ્વગંધા, સૂંઠ, મરી, લીંડીપીપર, ગંઠોડા... આવા ઔષધો મધ સાથે લેવા.

 કોરોના રોગ ના લક્ષણો મુખ્યત: કફ પ્રકોપ સાથે મળતા આવેછે.... તેથી શરદી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ રહે,  તાવ, ગળા નો અવરોધ, કાકડા નો સોજો, સાદ બેસી જવો, માથું ભારે રહેવું, સ્ફુર્તિ નો અભાવ... આવા બધા લક્ષણો સ્વાઇન ફ્લુ કે કોરોના ની  યાદ જરુર અપાવે ત્યારે.... સુદર્શન કવાથ, પથ્યાદિ કવાથ, ભારંગ્યાદિ કવાથ, દશમૂલ કવાથ જેવા ઔષધો અનુભવી વૈદ્ય ના માર્ગદર્શન  થી લઈ શકાય.... રોગ ના હોય તો પણ સુદર્શનઘન વટી નાના- મોટા સૌએ  નિયમિત લેવી સારી.

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)