રોગો નો રાજા – ક્ષય
જન્મ થી યુવાની સુધી વૃદ્ધિ, યુવાની માં સ્થિરતા અને ઘડપણ માં ક્ષય થાય તે સ્વાભાવિક છે. નાનું બાળક સૌને વહાલું લાગે કારણકે તેમાં દિવસે ને દિવસે નિત નવી વૃદ્ધિ દેખાય છે. વિકાસ દેખાય છે. વિકાસ થાય નહિ તો તે બીમારી છે. યુવાની માં સ્થિરતા છે, ધાતુઓ માં સ્થિરતા છે, જોશ છે, જોમ છે, ઉત્સાહ છે, કશુંક નવું જ કરવાની તેનામાં ધગસ છે. ... આ બધાજ ગુણોમાં વૃદ્ધિ છે. આ જો નથી તો તે યુવાન નથી, તે અકાળે બની ગયેલો ઘરડો છે. અને વૃદ્ધાવસ્થા માં તે અનુભવથી, જ્ઞાનથી, વિચારોથી ખુબજ વધી ગયેલો છે પરંતુ તેનામાં ધાતુઓ નો ક્ષય સહજ થતો જોવા મળે છે. આ બધું પ્રાકૃતિક છે, સાહજિક છે. આથી ઉલટું અકાળે ધાતુઓ નો ક્ષય જોવા મળે તો તેને રોગો નો રાજા ક્ષયરોગ, શોષરોગ, યક્ષ્માં કે રાજ્યક્ષમાં કહેછે. જે ચેપી છે. જેમાં શરીર ની રસ થી શુક્ર સુધી ની બધીજ સાતેય ધાતુઓ નો ક્ષય થાય છે. જેને આજે ટી.બી સાથે સરખાવવામાં આવે છે. ટી. બી માં ટ્યુબરક્યુંલસ બેસિલસ જંતુ ને મુખ્ય કારણ માનેલ છે. · ક્ષય ના કારણો અને લક્ષણો: ૧, વેગો ને રોકવાથી;.. મળ, મૂત્ર, વાયુ, છીંક, તરસ, ભૂખ, ઊંઘ, ખાંસી, ...