કમળો મટાડવો સહેલો

         
           એક યુવાન ની આંખો, ચામડી, નખ, મોઢું બધું જ હળદર સમાન હતું. એકાદ માસથી સારવાર ચાલતી હતી, છેવટે વૈધ ને બોલાવવાની સામાજિક ટેવ પ્રમાણે જવાનું થયું. જ્યારે એક માસથી તેના હળદર જેવા રંગમાં કોઈ ફાયદો ન હતો ત્યારે કંઈક ચમત્કાર કરવાનો વિચાર આવ્યો અને દ્રોણપુષ્પી ના ફળ નું પાણી ના નાકમાં ટીપા અમે સતત વારંવાર નાખતાં રહ્યા. એક વખત પાંચ સાત ટીપાં બને નાક માં નાખીએ એટલે પાંચ – દસ મિનીટ માં જ પીળા પાણી ની ધાર નાક માંથી થવા લાગે. આવું અમે દસ – દસ મિનીટ ના અંતરે કલાકેક સુધી ટીપા નાખ્યાં અને આંખ, મોંઢા ની સંપૂર્ણ પીળાશ તરત જ  ચાલી ગઈ. આ પ્રયોગના સાક્ષી મારા મિત્ર તે સમય ના જીલ્લા આયુર્વેદ અધિકારી મહેડું સાહેબ હાજર હતા.
        
         વડગામ તાલુકા ના એક યુવાન નું કુટુંબ સંપૂર્ણત: આયુર્વેદ ને જ સમર્પિત . યુવાન ને કમળો થયો જેનું Total Bilirubin Level નોર્મલ કરતા ઘણું જ વધારે આવેલું. તે યુવાન ને માત્ર સાત દિવસ માં જ રીપોર્ટ નોર્મલ આવ્યો તેની સારવાર માં કડું, ગળો, હરડે અને કુવારપાઠા નો રસ મુખ્ય હતો.
        
         ‘કમળો થયો છે, ઘી બંધ કરો’ આવી સામાન્ય માન્યતા છે, પરંતુ આયુર્વેદ માં કમળાના દર્દીને પંચગવ્ય ઘી ( ગાય નું ઘી, દહીં, મૂત્ર અને છાણ માંથી બનતું ઔષધ ) આપવા નો આગ્રહ છે. જેનાથી માનસિક રોગો, મેલેરિયા અને કમળો માટે છે.
        
          યોગગુરુ બાબા રામદેવ પણ કમળો મટાડવા માટે પોતાના અનુભવો નું વર્ણન કરતા કહે છે કે,

૧. ૩ થી ૫ ચમચી એરંડ પાન નો રસ ૩ થી ૫ દિવસ સવારે નરણા કોઠે પીવાથી કમળો મટે છે.

૨. આંકડાના કુણા પાન કે કુંપળ ને સાકર સાથે લેવાથી કમળો મટે છે.

૩. સાટોડી, ભાંગરો, ભોંયઆમલકી નો ઉકાળો પીવાથી કમળો મટે છે

        કમળા માં સામાન્ય રીતે યકૃત (લીવર) ઉપર સોજો આવી જાય છે જેને અંગેજી માં હિપેટાઈટીસ કહે છે. અહીં હિપેટાઈટીસ બી પોઝીટીવ દર્દીઓ આજકાલ ઘણા જોવા મળે છે , આવા દર્દી ને તાવ, અશક્તિ,  લીવર ઉપર સોજો રહે છે , તેમાં જો દર્દી ને બ્લીડીંગ હોય ત્યારે તે રોગ ઘાતક કે મારક બની જાય છે. આ રોગ ચેપી હોય છે.

        આ હિપેટાઈટીસ બી પોઝીટીવ દર્દી કે જેને કોઈપણ સ્થિતિમાં તબીબ ઓપરેશન કરવા તૈયાર નથી તથા કારણકે તેમને પણ ચેપ લાગવાનો ભય રહે છે. તેવા કેટલાક દર્દી ને આયુર્વેદ સારવાર થી  લેબોરેટરી રીપોર્ટ નોર્મલ નથી કરી શક્યા પરંતુ બીમારીના લક્ષણો દૂર કરી શકાયા છે. જેમાં વિશેષ કરી ને ભોંયઆમલકી, પુનર્નવા, ગુડુચી નો જ વધુ ઉપયોગ કર્યો છે.

            સન ૧૯૮૪-૧૯૮૫ ના વર્ષ માં અમદાવાદ માં કમળા ના કારણે એક હજાર જેટલા લોકો મૃત્યુ પામેલા. સિવિલ હોસ્પીટલના જ દસ ડોકટરો ને ચેપ લાગેલો ને મૃત્યુ પામ્યા. ત્યારે વૈધ શોભન વસાણી ના ત્યાં હું ઇન્ટર્નશીપ ના સમય માં અભ્યાસ કરતો. શોભનભાઈ એ ત્યારે હજારો દર્દીઓને વિના મુલ્યે આયુર્વેદ સારવાર આપી કમળા માંથી લોકોને રોગ મુક્ત કરેલા અને ‘કમળો કેવીરીતે મટે’ તે શીર્ષક હેઠળ પુસ્તક અને ઓડિયો કેસેટ પ્રસિધ્ધ કરેલી. જેમાં મુખ્ય ઔષધ કડું, ગળો ને હરડે હતા.

        આજે પણ લોકમાન્યતા પ્રમાણે કમળો થાય કે તરત જ  ચણા, શેરડી નું સેવન કરશે અને આરામ કરશે. દૂધ, ઘી, તેલ, મિઠાઈ, ઠંડુપાણી, ઠંડાપીણા, અડદ, ભારે ખોરાક બંધ કરશે. જે જરૂરી છે.


        ટૂંક માં એટલું કહી સ્કાય કે કમળો જેને સંસ્કૃત માં कामला કહે છે. તેની સારવાર આયુર્વેદ પધ્ધતિથી જ યોગ્ય કરી શકાય. અન્યથા કમળાની સારવાર કરતા અગ્નિમંદ થઇ જાય તો – લીવર, કીડની ના રોગો, મધુમેહ, મરડો, પાંડુ ને ક્ષય રોગો ને થવા માટે મોકળું મેદાન મળી જશે.

More Info
          Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/

For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/ 
Visit a Web -  http://www.amrutayurvedkendra.com/blog/

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)