રોગો નો રાજા – ક્ષય
જન્મ થી યુવાની સુધી વૃદ્ધિ, યુવાની માં સ્થિરતા અને ઘડપણ માં ક્ષય
થાય તે સ્વાભાવિક છે. નાનું બાળક સૌને વહાલું લાગે કારણકે તેમાં દિવસે ને દિવસે
નિત નવી વૃદ્ધિ દેખાય છે. વિકાસ દેખાય છે. વિકાસ થાય નહિ તો તે બીમારી છે. યુવાની
માં સ્થિરતા છે, ધાતુઓ માં સ્થિરતા છે, જોશ છે, જોમ છે, ઉત્સાહ છે, કશુંક નવું જ
કરવાની તેનામાં ધગસ છે. ... આ બધાજ ગુણોમાં વૃદ્ધિ છે. આ જો નથી તો તે યુવાન નથી,
તે અકાળે બની ગયેલો ઘરડો છે. અને વૃદ્ધાવસ્થા માં તે અનુભવથી, જ્ઞાનથી, વિચારોથી
ખુબજ વધી ગયેલો છે પરંતુ તેનામાં ધાતુઓ નો ક્ષય સહજ થતો જોવા મળે છે. આ બધું
પ્રાકૃતિક છે, સાહજિક છે.
આથી ઉલટું અકાળે ધાતુઓ નો ક્ષય જોવા મળે તો તેને રોગો નો રાજા
ક્ષયરોગ, શોષરોગ, યક્ષ્માં કે રાજ્યક્ષમાં કહેછે. જે ચેપી છે. જેમાં શરીર ની રસ થી
શુક્ર સુધી ની બધીજ સાતેય ધાતુઓ નો ક્ષય થાય છે. જેને આજે ટી.બી સાથે સરખાવવામાં
આવે છે. ટી. બી માં ટ્યુબરક્યુંલસ બેસિલસ જંતુ ને મુખ્ય કારણ માનેલ છે.
·
ક્ષય ના
કારણો અને લક્ષણો:
૧, વેગો ને રોકવાથી;.. મળ, મૂત્ર, વાયુ, છીંક, તરસ, ભૂખ, ઊંઘ, ખાંસી,
થાક, શ્વાસ, બગાસું, આંસુ, ઉલટી અને શુક્ર ના આવતા વેગ ને રોકવાથી વાયુ અવળો ચડી
જઈને તે-તે અંગો ને સૂકવી દઈને ક્ષયરોગ
અને બીજા અનેક રોગો થઈ આવેછે.
વેગો નહિ રોકવાથી... જેમ મળ, મૂત્ર જેવા કુદરતી વેગો ને રોકવા નહિ તેમ
ચિંતા, ક્રોધ, લોભ, ઈર્ષા જેવા વેગો ને રોકવા જોઈએ. ચિંતા થી વાયુ વધે, ક્રોધ થી
પિત ને લોભ થી કફ વધે છે. આ માનસિક દોષો નું જયારે પ્રમાણ વધી જાય ત્યારે ધાતુઓ નો
ક્ષય થઈ શકેછે.
૨. ક્ષય થી...... शुक्रायतं बलं पुंषां मलायतां तु जीवितं| तस्मात यत्नेन सौरक्षय्म मलिनो बल हेतवः ||
શુક્ર ક્ષય ના દર્દી ને માટે શુક્ર તે તેનું બળ છે અને
મળ ના આધારે તો તે જીવી રહેલ હોયછે તેથી પ્રયત્ન પૂર્વક તેણે શુક્ર અને મળ નું રક્ષણ કરવું જોઈએ. શરીર માં સાત
ધાતુઓ છે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. જયારે માણસ વધુ પ્રમાણ
માં જાતીય સંબંધ ભોગવે છે ત્યારે શુક્ર નો ક્ષય થાય છે અને એક પછી બીજી બધીજ ધાતુઓ
નો ક્ષય થાયછે.
૩. શક્તિ થી વધુ કામ કરવાથી પણ ક્ષય થાયછે. .... ભૂખ ને બળ ઓછું હોયને
પરિશ્રમ વધુ હોય તો પણ ક્ષય થાય છે. જેમ પ્રસૃતા સ્ત્રી માં બળ ઓછું હોય તો તેને
આરામ ની વધુ જરૂર છે પરંતુ તે આરામ ના કરે અથવા તે માનસિક ચિંતા વધુ કરે તો પણ
તેને ક્ષય થાય.
૪. વિષમ આહાર થી.. પાચન ને ધ્યાન માં રાખ્યા વિના ને પ્રકૃતિ, બીમારી
ને અયોગ્ય ખોરાક લેવાથી ધાતુઓ બનતી નથી, ક્ષય થાય છે.
* લક્ષણો: આજે લોહી, ગળફો-કફ, બાયોપ્સી ની ઊંડી તપાસ પછી ક્ષય નું
નિદાન થાયછે. તે યોગ્ય છે, જરૂરી છે. પરંતુ આયુર્વેદ માં ક્ષય ના સામાન્ય લક્ષણો
ને પણ સરળતા થી પારખી શકાય તેવી સૂચક વાત કરી છે.
પ્રથમ સ્ટેજ : अंश पार्श्वभितापश्च संतापः करपादयो:| ज्वरः सर्वाङ्गश्चैव लक्षणं राजयक्ष्मण:|| ક્ષય ની શરૂઆત માં દર્દી ને ખભા અને પડખાં નો
તપારો કે જેમાં પાડવા કે વાગવાથી દુખાવો થાય તેવું થાય, હાથ-પગ ના તળીયા માં બળતરા
થાય અને આખા શરીર માં તાવ આવે.
બીજું સ્ટેજ: ખોરાક પ્રતિ અરુચિ, તાવ, શ્વાસ રોગ, ખાંસી, લોહી પડવું
અને સાદ બેસી જવો.
ત્રીજું સ્ટેજ: વાયુ થી થયેલ ક્ષય માં સાદ બેસે, દુખાવો થાય, ખભા ને પડખા
નો સંકોચ થાય, પિત થી તાવ, બળતરા અને ઝાડા થાય, લોહી પડેછે. કફ થી માથું ભારે થાય,
ભોજન માં અરુચિ, ખાંસી અને કંઠ નો નાશ થાયછે.
આ સિવાય પણ વધુ
જાતીય સંબધ થી, ચિંતા, ઘડપણ ના કારણે, ફેફસા માં ચાંદુ પડવાથી, લોહી પડવાથી, વૃષણ
ઉપર નો સોજો ને પેટ ઉપર ના સોજા ના કારણે ક્યારેક દર્દ કાબુ બહાર થઈ જાયછે. અન્યથા
પ્રેમ, કાળજી, યોગ્ય આયુર્વેદ સારવાર થી ચોક્કસ ક્ષય મટે છે અને દર્દી નવજીવન
પ્રાપ્ત કરી શકેછે.
For More Article
More Info
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Comments
Post a Comment