લોહી વહી જાય તે – “રક્તપિત”
શરીર માં થી કોઇપણ માર્ગ થી લોહી વહી જાય તેને આયુર્વેદે રક્તપિત
કહ્યો છે. લોહી પ્રવાહી, ગરમ ને ખાટું છે. પિત પણ તેવું જ છે. બંને એક જેવા ભેગા
થાય પછી શું થાય? પૂર જોશ માં વહેતી બે નદી ભેગી થાય ત્યાં ભમરી ઉભી થાય. આ ભમરી
માં ભલભલો તરવૈયો પણ ડૂબી જાય. સંસાર માં પણ બેઉ ગરમ મિજાજ ના હોય તો શું થાય?
ખટપટ બંધ જ ના થાય, સંસારિક જીવન જોખમ માં મુકાઈ જાય. એક વ્યક્તિએ તો બીજી માં
સમર્પણ કરવું જ પડે તો જ સંસાર ચક્ર બરાબર ચાલે.
ખારું, ખાટું, તીખું, તળેલું, જંકફૂડ, દારૂ, તમાકુ, બીડી ને તડકા નું સેવન વધુ થતું
હોય ને ગરમ સ્વભાવ હોય, હાઈ એન્ટીબાયોટીક,
સ્ટીરોઇડ ને પેઇનકિલર દવાઓ નું સેવન અધિક થાય ત્યાં પિત થી લોહી બગડે અને લોહી ના
રક્તકણ, પ્લેટલેટ તૂટે, લોહી ની સંધાવાની પ્રક્રિયા અટકે તેથી લોહી વહેવા લાગે.
લોહી ના આધારે તો જીવન ટકી રહ્યું હોયછે તેથી જીવન જોખમ માં મુકાય. તેથી લોહી ને શુદ્ધ કરવું પડે, પિત નું વિરેચન કરવું
પડે અને લોહી ના કણ સંધાય તેવા કડવા, તૂરા ને મધુર રસ વાળા ઔષધો ને ખોરાક નું સેવન
કરવું જોઈએ તો જ આરોગ્ય ચક્ર બરાબર ચાલે.
“નવ દ્વારે પૂરે દેહી” આ શરીર
માં ભગવાને નવ દરવાજા આપેલા છે. કોઈ પણ દરવાજા માં થી લોહી વહી જાય તેને રક્તપિત
કહેછે. આપણે અપથ્ય આહાર- વિહાર નું સેવન કરીએ તો પણ ભગવાન અંદર રહી ને આપણી દિવસ- રાત સેવા કરેછે. આપણને સવારે સ્મૃતિદાન,
ભોજન પછી શક્તિદાન અને રાત્રે શાંતિદાન આપેછે.
ઓછાનામે આ ત્રણ સમયે ઈશ્વર નું કૃતજ્ઞ ભાવે સ્મરણ કરવું જ રહ્યું.
આંખ, કાન, નાક, મોઢાં ના દરવાજા માંથી લોહી વહી જાય તો ઊર્ધ્વગ
રક્તપિત કહેવાય. મળ, મૂત્ર કે યોની માર્ગ
થી લોહી વહી જાય તો તેને અધોગ રક્તપિત
કહેવાય અને ચામડી ના છીદ્રો માંથી લોહી વહી જાય તો તેને તિર્યક રક્તપિત કહેવાય.
ઉર્દ્વગ સહેલાઈ થી મટે, અધોગ મુશ્કેલી થી મટે પરંતુ મટે ખરો. જયારે તીર્યગ એટલેકે
થેલેસેમિયા, અજ્ઞાત કારણોથી લોહી ઘટવા લાગે- જેના કારણો ની તપાસ કરતા બોનમેરો
એટલેકે હાડકા ની અંદર ની મજ્જા ના રોગો ના કારણે લોહી ઘટે છે. જે અસાધ્ય છે. એટલેકે
દવા ના આધારે દર્દી જીવી શકે છે. આવા દર્દી માં દર દસ દિવસે બબ્બે બોટલ લોહી ની
ચડાવતા હોવા છતાં પણ ૩.૫ ગ્રામ થી લોહી વધે નહિ ત્યાં આયુર્વેદ થી બબ્બે વર્ષ સુધી
લોહી ચડાવ્યા વિના ૯.૫ ગ્રામ H.B સ્થિર રહેલું આયુર્વેદ માં આવા દર્દ માં વૈદ્ય ના માર્ગદર્શન થી
ઊર્ધ્વગ રક્તપિત
માં ધાણી અને ખજુર નું પાણી પીવું, હરડે તથા આમળા ચૂસવા, કાળી દ્રાક્ષ નું પાણી
પીવું, બકરી નું દૂધ અને અરડૂસી નો રસ
લઇ શકાય.
અધોગ રક્તપિત માં શતાવરી ના મૂળ નો રસ, ભાત નું ઓસામણ, દાડમ નો રસ,
બકરી નું દૂધ, તથા સામાન્યતઃ દૂધ ભાત નો ખોરાક લઇ શકાય.
આ ઉપરાંત રક્તપિત માં ગળો, ભોય આમલી, શતાવરી, જેઠીમધ, ઉદુમ્બર, હાથલા
થુવર ના લાલ ફળ નો પાવડર, જવારા નો રસ – તેનો પાવડર, જેવા ઔષધો ને તેમાં થી બનતું
ઔષધ સિદ્ધ ઘી નું સેવન અને તેની પંચકર્મ વૈદ્ય દ્વારા અપાતી બસ્તી, બકરા ના લોહી
ની બસ્તી અને દૂધ, ભાત, ઘી, દૂધી, પરવળ, કરેલા, કંકોડા નો આહાર લઈ ને રક્તપિત ની
શ્રેષ્ઠ સારવાર થઈ શકે છે.
આહાર માં મરચું, મીઠું,
તીખું , તળેલું, દહીં, વિદાહી, રીંગણ, ટમાટર, બાજરી, વિહાર માં દારૂ, આળસ, ચિંતા,
ભય, ક્રોધ, ઉજાગરા બંધ કરવા જોઈએ.
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Comments
Post a Comment