એક કીડની માં દસ લાખ નેફ્રોન

ઈશ્વર આપણી ચોવીસે કલાક સેવા કરે છે બદલામાં કશું જ તે માંગતા નથી. નિરપેક્ષ અને નિરાકાંક્ષ પ્રેમ, આવો પ્રેમ હું સમગ્ર સૃષ્ટિ પ્રત્યે કરતાં જાંઉ તો માનવતા કહેવાય. ઈશ્વર ની સેવા ને સમજવા મટે તેના ગુણો ગાઈએ તેટલા ઓછા પડે છતાં આજે આપણે કીડની ને સમજવા નો પ્રયત્ન કરીએ.

        ચાર ઇંચ લાંબી, અઢી ઇંચ પહોળી અને દોઢ ઇંચ ઉંચી આવી નાનકડી એક કિડનીમાં ભગવાને લોહીને શુદ્ધ કરવા માટે સુક્ષ્માતિસુક્ષ્મ નલિકાઓ ના સમૂહનાં બનેલાં અને વાંકાચૂકા ગૂંચળામાં ગોઠવાયેલા  બે ઇંચ લંબાઈ ના નેફ્રોનની સંખ્યા એક કીડનીમાં દસ લાખ ની છે એટલે કે બે કીડનીની બધી નેફ્રોનની લંબાઈ ની ગણતરી કરીએ તો આશરે એંસી કિ.મી. લાંબી નળી થાય અને નેફ્રોનની ચારેબાજુ ધમનીની કેશવાહીની વીંટળાઈ ને લોહી ચોખું કરે છે.
        
        લોહી ફરતું ફરતું કેશવાહીનીઓ માં આવે એટલે નેફ્રોન તેમાંથી પાણી અને ક્ષાર ગાળી લે છે. જે દોઢથી બે લીટર સોડીયમ, પોટેશિયમ, કેલ્શિયમ, એમોનીયા ના ક્ષાર ને મીઠું હોય છે ઉપરાંત યુરિક એસીડ, પણ હોય છે.
        
         આખા શરીર માં ફક્ત આ નેફ્રોનના કોષો જ લોહી માં ના વિષ અને વ્યય દ્રવ્યોને શરીર બહાર કાઢી નાખવાનું કામ કરે છે. આ ક્રિયા જાણે અતિશય બુદ્ધિપૂર્વકની હોય તેવું લાગે છે. કારણકે નહીતર પેશાબ માર્ગ થી સાકર, આલ્બ્યુમીન , લોહી ના લાલ કણો, પોષણ દ્રવ્ય જતા રહેત પરંતુ તેમ થતું નથી. જો તેમ થાય તો વ્યક્તિ રોગી બની જાય. સાકર જાય તો મધુમેહ, લાલકણો જાય તો યુરેમિયા અને આલ્બ્યુમીન જાય તો કીડની ફંક્શન ખરાબ થઇ ને નેફ્રોટીક લક્ષણો ઉભા થાય. જેમાં સોજા, તાવ, હાઈબીપી, ચામડી ના રોગો થઇ ને ગંભીર સ્થિતિ પણ આવી જાય.
        
         નેફ્રોનમાંથી સતત ટપક્યા કરતો પેશાબ કિડનીમાંથી મુત્રવાહીની ( Ureter )  દ્વારા પેશાબ ની કોથળી મૂત્રાશયમાં આવી ને એકઠો થાય છે. આ મૂત્રાશય પેડુમાં છેક નીચે આવેલું છે. હોજરી ની જેમ તે પણ માંસપેશીની બનેલી સ્તીથીસ્થાપક છતાં મજબુત કોથળી છે. મૂત્રાશય માંથી પેશાબ ને બહાર લઇ જતી મૂત્રનળી ( Urethra ) સ્ત્રીઓ માં ૧ થી ૨ ઇંચ લાંબી અને પુરુષ માં ૭ થી ૮ ઇંચ લાંબી હોય છે.
            
              જયારે પાચનશક્તિ નબળી પડે, મળ મુત્ર ઓછુ આવે, હાઈએન્ટીબાયોટીક દવાઓ, પેઇનકિલર દવાઓ, સ્ટીરોઇડ દવાઓ, વારંવાર અને લાંબા સમય સુધી લેવામાં આવે, દારૂ, તમાકુ, માંસાહાર નું સેવન વધુ હોય, ડાયાબીટીસ, મધુમેહ, હાઈ બ્લડપ્રેશર ની સારવાર નિયમિત લેવાય નહિ અને રોગ કાબુ બહાર જાય, શરીરમાં કોઈ પણ ભાગનો ચેપ વધી જાય ત્યારે કિડનીનું કામ કરતા નેફ્રોનની ગરણીઓ સંકોચવા લાગે છે અને પેશાબમાં યુરિયા, આલ્બ્યુમીન, પોટેશિયમ, સોડીયમ નું પ્રમાણ વધી જાય છે જે બતાવે છે કે લોહી માં પણ તે તત્વો નું પ્રમાણ વધ્યું છે અને જે હૃદય, મગજ, લીવર અને ચામડી, સાંધાઓ માં તે તત્વો જમા થવાથી શરીર ના આ બધા જ અંગો માં સામાન્ય થી ગંભીર રોગો ઉભા થાય છે. આજે આ બધા માંથી બચવાનો ઉપાય ડાયાલીસીસ અને કીડની ટ્રાન્સપ્લાન્ટ થાય છે પરંતુ જો આયુર્વેદ નો સહારો લેવામાં આવે તો ડાયાલીસીસ અને કીડની ટ્રાન્સપ્લાન્ટ માંથી બચી જવાય છે.  

        જવ, ધાણા થી ઉકાળેલું પાણી પીવું, ગળો, ગોખરું, સાટોડી, કરિયાતું, ચંદન, પરવળ, કડુ, સુંઠ, આદું, સારિવા, નાગરમોથ, વરુણ, ભૂમિઆમલકી, આમળા જેવી દિવ્ય ઔષધિઓના સતત અને નિયમિત વૈધ ના માર્ગદર્શનથી ઉપયોગમાં લેવામાં આવે તો ચોક્કસ થી ડાયાલીસીસ કરાવવું ન પડે કીડની પૂર્વવત કાર્ય કરવામાં શક્તિમાન બને છે.
  
 More Info
          Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/

For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/ 
Visit a Web -  http://www.amrutayurvedkendra.com/blog/

Comments

Popular posts from this blog

ગુદા ના વાઢીયા, મટાડવા સહેલા.

ગુદાના વાઢીયા, મટાડવા સહેલા. (Anal Fissure)

ચારેકોર અશુદ્ધીમાં શુદ્ધિ કેમ જાળવવી? (ઝેરનું મારણ ઘી)