કમળો કેવીરીતે મટે ? [How to treat Jaundice ?]
કારણ વિના કાર્ય ની ઉત્પતિ થતી નથી. કોઈ પણ રોગ થવા માં ખોરાક,
રહેણી-કરણી કે માનસિક ભૂલો જવાબદાર છે જ. લોહી ઓછું થવું એ કદાચ અપચો, પોષણ નો
અભાવ જેવા ઘણા કારણો નો આપણે હમણાં જ ગયા લેખ માં જ વિચાર કર્યો. પરંતુ કમળો થવા
માં પણ તે જ કારણો ઉપરાંત લોહી ઓછું હોય ને ગરમ ખોરાક, ગરમ દવાઓ વધુ પ્રમાણ માં
લેવા માં આવે તો કમળો થાયછે.
દર્દી ને સામાન્ય તાવ આવેછે ને તરતજ
તાવ દબાવનારી દવા લેવામાં આવેછે ને
આપણે સંતોષ માનીએ કે “તાવ તરતજ મટી ગયો હો.......” પણ ભાઈ તમે તાવ ને દબાવી
ને મરડો ને કમળો ના બીજ વાવી આવ્યા છો તેની તમને ખબર જ નથી. અને કમળા ની દવાઓ માં
પણ જ્યાં સુધી કડવા રસ થી યુક્ત શક્તિ તથા અગ્નિ જાળવી રાખીને પંચકર્મ વૈદ્ય ના
માર્ગદર્શન થી કોમળ વિરેચન- ઝાડા કરવામાં ના આવે ત્યાં સુધી કમળો મટતો નથી અને કમળા
માંથી અન્ય રોગો મરડો, મધુમેહ, ક્ષય, લીવર નો સોજો, સીરોસીસ ઓફ લીવર, જલોદર- પેટ
માં પાણી ભરાઈ જવું, કીડની નબળી પડવી જેવા રોગો
ઉત્પન્ન થાય છે.
જે માણસ ને લોહી ઓછું હોય ને પછી કમળો થાય તેમાં તેની આંખો, ચામડી, નખ
તથા મોઢું હળદર જેવાં જ પીળાં થઈ જાય, તેને
કોઈપણ કામ કરવાનો ઉત્સાહ રહે નહિ અને બળતરા, અપચો, અશક્તિ, અંગો ની શિથિલતા તથા
ખોરાક પ્રત્યે ની અરુચિ થી અશક્ત થાયછે.
આ કમળો શાખાશ્રીત એટલે OBSTRUCTIVE અને કોષ્ઠાશ્રીત એટલે HEPATITIS એં
મુખ્ય બે પ્રકાર નો કમળો થાય છે. આ ઉપરાંત કુંભ કામલા, હલીમક,એમ રોગ ની ગંભીરતા ને
લઈ ને વિશેષ પ્રકાર પડેછે.
શાખાશ્રીત કમળો - આ સ્થિતિ માં આંખ,
મોઢું તથા ચામડી હળદર જેવા થાય છે. મળ સફેદ અથવા વાટેલા તલ જેવો થાય છે. કબજિયાત
અને ગેસ -વાયુ થી પેટ ભારે થાય, છાતી માં ભાર લાગે, ભૂખ ઓછી થાય, ખોરાક ખાવા માટે
ઈચ્છા ના થાય, તાવ રહે, અશક્તિ લાગે, પડખાં માં દુઃખાવો રહે, થાક, શ્વાસ અને હેડકી
પણ થઈ આવેછે.
કોષ્ઠાશ્રીત કમળો - આ સ્થીતિ માં નખ, આંખ, મોઢું હળદર જેવા થાય, પેસાબ તથા મળ પીળા ને લોહી જેવા
રંગ ના થાયછે. બળતરા, અરુચિ રહેછે. ચામડી નો રંગ ચોમાસા નાદેડકા ની ચામડી જેવો
થાયછે
જયારે લીવર માં કોઈ પ્રકાર નો અવરોધ થાયછે
ત્યારે પિત આંતરડા માં પહોંચી શકતું નથી તેથી તે પિત લોહી સાથે ભળી ને ચામડી નીચે
ચાલ્યું જાયછે આને શાખાશ્રીત કમળો – OBSTRUCTIVE JAUNDICE કહેછે. અહી આમદોષ, મંદાગ્ની, કફદોષ મુખ્ય કારણ
છે. તેથી ભૂખ લગાડી આમ નું પાચન કરનાર હરડે, સુંઠ, મરી, લીંડી પીપર, મધ, બીજોરા નો
રસ એ શાખાશ્રીત ની સારવાર જેમાં પાચન સુધરે ને અવરોધ ખુલી જાય. .... અહી આડ વિષય
થી વિચારીએ તો હૃદય માં પણ જયારે અવરોધ OBSTRUCTION થાય છે ત્યારે લોકો બાયપાસ ઓપરેશન કરાવેછે પરંતુ
મહર્ષિ ચરક ની આ દ્રષ્ટી થી વિચારવા માં આવે તો અવરોધ દુર થાય ને હૃદય નું બાયપાસ
ઓપરેશન કરાવવું ના પડે.
જયારે પિત ચામડી ની નીચે લોહી માં
ભળી લોહી ના કણો ને વધુ પ્રમાણ માં તોડે છે, ત્યારે જે કમળો થાય છે તે કોષ્ઠાશ્રીત
છે. તેમાં લોહી ઘટે છે અને દર્દી જયારે વધુ પ્રમાણ માં ગરમ, તીખા ખોરાક ખાય છે
ત્યારે આવું થાયછે
ગરમાળા ના ગર્ભ- ગોળ
સાથે આમળાં નો રસ કે ચૂર્ણ, શેરડી નોરસ, શેરડી ચુસવી, કુવાર પાઠા નો રસ, ગોમૂત્ર
સાથે હરડે આવા અનેક ઔષધો કે જેનાથી પિત મળ દ્વારા નીકળી જાય અને શરીર માં ઠંડક
થાય, લીવર નો સોજો માટે, લોહી વધે તેથી કમળો અચૂક મટે.
More Info
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Amrut Ayurved Kendra & Panchkarma Hospital
Kirti Chambers, Kirti Stambh Road, Infront of Taluka Panchayat, Palanpur, Gujarat (IND)
Mo.- +91 9426399125, +91 2742 255037
Email - vdmakhani@gmail.com
Website - http://www.amrutayurvedkendra.com/
For More Article
Like a Facebook Page - https://www.facebook.com/AmrutAyurvedaKendra/
Visit a Web - http://www.amrutayurvedkendra.com/blog/
Comments
Post a Comment