ઘી પીવાની પધ્ધતિ
હવે જાણે તંદુરસ્ત સમાજ નું નિર્માણ થઈ રહ્યું હોય તેવા અણસાર આવતા જાયછે. આજકાલ સૌને દેશી ગાય નું દૂધ ને ઘી પીવાની જાણે હરિફાઇ લાગી હોય તેવુ જણાય છે , જૈવિક ખેતી ને તેના જ શાકભાજી પ્રત્યે ના પ્રેમ ની વાતો ચોરે ને ચૌટે થાયછે , આયુર્વેદ ની ઔષધી લેવા નું ગૌરવ વધ્યું છે. પહેલા પંચકર્મ ને પછી દવા તેવો આગ્રહ હવે વધ્યો છે. બિમારી આવે જ નહી તે માટે પંચકર્મ કરાવવાની સમજણ સામાન્ય જનમાનસ માં ઉભી થતી જાયછે. એક સમયે ઘી નું નામ સાંભળી ને મોઢું બગાડનારા હવે ખુશી થી ઘી પીવાની વાત કરેછે. જે લોકો સારી ભૂખ ની ઇચ્છા રાખતા હોય , જેમને નિર્ણાયક બુધ્ધિ , એક જ વખત સાંભળેલું યાદ રહી જાય તેવી સ્મૃતિ , મેધા નામની ધારણા શક્તિ ની જરુર છે તે બધાએ દેશી ગાય ના દૂધ માં થી બનતું સાચા ઘી નું તેમણે સેવન કરવુ જોઇએ. એટલુંજ નહી જેમને ઉત્તમ સ્વર , તંદુરસ્ત આયુષ્ય અને સૌંદર્યવાન- વર્ણ ની ઇચ્છાવાળા માટે પણ ઘી નું સેવન ઉત્તમ છે. જેમને ઝાડા , આમદોષ , ગળા ના , પેટ ના , કફ ના , કૃત્રિમ ઝેર ના , તરસ ના કે દારુ પીવાથી જે રોગ...